વજન પણ ઘટશે અને પેટની દરેક સમસ્યા થશે દૂર, નોંધી લો ફક્ત આ સરળ અને સસ્તી ટીપ્સ…

ફળો, શાકભાજી અને અનાજમાં રહેલ કાર્બોહાઈડ્રેટ વજન ઘટાડવા માટે ફાયદાકારક છે. અમેરિકાની એક કમિટીએ ૧૬ અઠવાડિયા સુધી કરેલ એક પરીક્ષણ પ્રમાણે અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ ખોરાક આપવામાં આવ્યો. પછી તારણ કાઢવામાં આવ્યું કે એવી કઈ વસ્તુ છે જેનાથી વજન ઘટે છે.

સામાન્ય રીતે કાર્બોહાઈડ્રેટના નામથી બધાને ડરાવવામાં આવે છે પણ એવું નથી. પરીક્ષણ અનુસાર આ વાત સામે આવી છે કે ફળો, શાકભાજી, દાળ અને અનાજમાંથી મળતું કાર્બોહાઈડ્રેટ એ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.

પરીક્ષણ દરમિયાન જે પણ લોકોને શાક અને ફળ આપવામાં આવ્યા તેમને એટલા સમય દરમિયાન માંસાહાર આપવામાં આવ્યું નહિ અને સાથે દિવસમાં ફક્ત ૨૦થી ૩૦ ગ્રામજ ચરબી આપવામાં આવતી હતી. એટલે સુધી કે તેમની કેલેરી અને કાર્બોહાઈડ્રેટની કોઈ લીમીટ રાખવામાં આવી હતી નહિ. બીજા ગ્રુપને માંસાહાર અને દૂધમાંથી બનેલ વસ્તુઓ ભોજનમાં આપવામાં આવી. આમાંથી કોઈપણ સમૂહના કસરતમાં કે રૂટીનમાં કોઈપણ ફરક કરવામાં આવ્યો નહિ.

તો આ તો વાત થઇ વજન ઘટાડવા અને વધારવાની હવે થોડી માહિતી પેટમાં અવારનવાર થતી તકલીફોની જો પેટ જ વ્યવસ્થિત નહિ હોય તો પછી ડાયટ કરશો જ કેવીરીતે.

જો તમને પેટમાં અવારનવાર ગેસ થવાની સમસ્યા રહે છે તો આ વાત તો પાકી છે કે તમારું પાચનતંત્ર બગડી ગયું છે. આવામાં તમારા પાચનતંત્રને સુધારવા માટે અમે તમને આજે સરળ ઉપાય જણાવીશું અને એ ઉપાય છે ગરમ પાણી. હા ગરમ પાણીએ તમારું પાચનતંત્ર એકદમ વ્યવસ્થિત કરી દેશે.

સામાન્ય રીતે અનિયમિત ખાવા પીવાથી આપણા પેટમાં ખરાબી થાય છે. પણ આજે અમે તમને થોડી એવી ટીપ્સ આપીશું જે તમને પેટની પાચન શક્તિ સારી કરવામાં મદદ કરશે.

સવારે ખાલી પેટે અને રાત્રે જમી લીધા પછી ગરમ પાણી પીવાથી શરીરમાં રહેલ હાનીકારક તત્વો બહાર નીકળી જશે.

ગરમ પાણીથી કબજિયાત અને ગેસ જેવી તકલીફો દૂર થઇ જાય છે, આના સિવાય ભૂખ વધારવા માટે પણ ગરમ પાણી પીવામાં આવે છે.

કોઈવાર એવું બને કે તમને પેટમાં ભાર ભાર લાગે ત્યારે તમારે એક ગ્લાસ હુંફાળું ગરમ પાણીમાં એક લીંબુ રસ ઉમેરીને પીવાનું રહેશે તમે ઈચ્છો તો સાથે મરી અને મીઠું પણ ઉમેરી શકો છો.

જે પણ મિત્રોને પેશાબ સંબંધિત તકલીફો દૂર થઇ જાય છે. જો કોઈને તાવ આવતો હોય અને તમે ઠંડુ પાણી પીવાની જગ્યાએ ગરમ પાણી પીવું જોઈએ.

ગરમ પાણી પીવાથી શરીરનું તાપમાન વધે છે અને પરસેવાના માધ્યમથી શરીરના બધા ઝેરીલા પદાર્થ બહાર નીકળી જાય. ગરમ પાણી પીવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન બરોબર રહે છે.