શનિદેવના અનેક મંદિરો છે દેશભરમાં પરંતુ જ્યાં પત્ની સાથે સ્થાપ થયું હોય એવું કયું મંદિર છે જાણો છો?

શનિદેવના અનેક મંદિરો છે દેશભરમાં પરંતુ જ્યાં પત્ની સાથે સ્થાપ થયું હોય એવું કયું મંદિર છે જાણો છો?


આપણાં દેશમાં શનિમહારાજના ભક્તો અને શનિદેવનું મંદિર લગભગ દરેક ગામમાં છે. તમને ખ્યાલ છે કેટલાય મંદિરોનું અલગ અલગ મહત્વ હોય છે પરંતુ એક એવું પણ મંદિર છે જેની ખાસિયત કંઈક જુદી જ છે. શનિદેવના આ મંદિરમાં તેઓ પત્ની સાથે સ્થાપિત થયેલા છે. છત્તીસગઢમાં એક એવું મંદિર આવેલું છે જ્યાં શનિદેવ અને એમના પત્ની દેવી સ્વામિની બંનેની પૂજા થાય છે.


પાંડવોના કાળની છે આ પ્રતિમાઃ


કવર્ધા જિલ્લાના મુખ્યમથકથી ભોરમદેવ માર્ગ પાસેથી ૧૫ કિલોમીટર દૂર એક ગામ છે છપરી. તેનાથી ૫૦૦ મીટર આગળ ચાલવાથી મંડવા મહેલ આવે છે. ત્યાંથી જંગલમાંથી પસાર થઈને વાંકાચૂંકા રસ્તેથી પસાર થઈને સંકરી નામની નદી આવે છે. જેના ઉતાર ચઢાવવાળે રસ્તેથી જઈએ ત્યારે આવે છે કરિયાઆમા નામે એક નાનકડું ગામ. આ ગામની પ્રસિદ્ધિ એટલે જ છે કે આ ગામમાં દેશનું એક માત્ર એવું મંદિર છે જ્યાં શનિદેવના પત્ની સાથે તેમની પૂજા કરાય છે. કહેવાય છે કે આ પ્રતિમા પાંડવોના સમયથી અહીં સ્થાપિત કરાઈ છે.

શનિદેવના પત્નીની મૂર્તિ મળ્યાનો ચમત્કારઃ


અહીં વર્ષોથી પૂજા કરતા પૂરોહિત મહારાજનું કહેવું છે કે આ મંદિર ત્યારે વધારે પ્રખ્યાત થયું જ્યારે અહીં દેવીની મૂર્તિ મળી. મૂર્તિ મળ્યાની વાત અમે તમને જણાવશું તો નવાઈ લાગશે. એ પૂરોહિતજીનું કહેવું છે કે આ શનિદેવની પ્રતિમા પર સદીઓથી તેલ ચડાવીને પૂજા થતી આવી છે. જેને કારણે તેના પર કેટલાય સમયથી ધૂળ – માટીના થર જામી ગયા હતા. મંદિરની એક વખત સાફ સફાઈ કરવા જતાં એ પ્રતિમાને પણ એક વખત સ્વચ્છ કરવાની ઇચ્છા થઈ આવી હતી. એ પ્રતિમાને સાવ સાફ કરી ત્યારે ધ્યાન ગયું કે શનિદેવ એકલાની નહીં પણ સાથે તેમના પત્ની દેવી સ્વામિની પણ પ્રતિમા જોડાયેલી છે.


પતિ – પત્ની સાથે કરે છે અહીં પૂજાઃ


આ મંદિરમાં જ્યારથી ખ્યાલ આવ્યો કે અહીં શનિમહારાજ સાથે તેમના પત્ની પણ બિરાજે છે ત્યારથી એવી પ્રથા થઈ છે કે આ મંદિરમાં પતિ – પત્ની એક સાથે પૂજા કરે છે અહીં. આ મંદિર દેશમાં એકમાત્ર એવું છે જ્યાં શનિદેવાલયમાં આ દરજ્જો મળ્યો છે. વધુમાં, તમને ખ્યાલ હશે કે શીરડી પાસેના શનિધામમાં મામા – ભાણેજને એક સાથે પૂજા કરવાની પ્રથા છે. શનિ શિંગળાપુરમાં તો શરૂઆતના સમયમાં સ્ત્રીઓનો પ્રવેશ પણ નિષેધ હતો. ત્યારે આ મંદિરની પ્રથાએ શ્રદ્ધાળુઓમાં અનોખું ધ્યાન દોર્યું અને મહિલાઓને પણ શનિદેવની પૂજા – અર્ચના કરવાનો અધિકાર મળતો થયો.


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ