રસોડામાં વપરાતી રાય (રાઈ) – સાંધાના દુખાવાથી લઈને તમારા ચમકદાર ચહેરા માટે ઉપયોગી છે આ જીણી રાઈ…

ખાસ કરીને રાયનો પ્રયોગ રસોઈમાં જેમ કે શાકભાજી, સંભાર વગેરેનો વધાર કરવા માટે કરવામાં આવતો હોઈ છે. પરંતુ શું તમે જાણો છો કે રાઈ આપણા સ્વાસ્થય માટે પણ લાભદાયક છે. તો ચાલો જોઈએ રાઈ આપણા સ્વાસ્થય માટે કઈ રીતે ઉપયોગી છે. રાઇના બીમાં ઓમેગા-૩ ફૈટી એસિડ તથા સેલેનિયમ જેવા પોષક તત્વ રહેલા હોઈ છે. તેના સાથે જ તે ફોસ્ફરસ, મેગનીંઝ, કોપર તેમજ વિટામી બી૧નો પણ મુખ્ય સ્ત્રોત છે. એ સિવાય રાઈનું તેલ પણ બનાવવામાં આવૈ છે. રાઈનો પ્રમુખ ગુણ પાચન છે. તો ચાલો જાણીએ નાનકડી રાઈના ફાયદા બાબતે..

-રાઈને પીસીને તેનો લેપ પેટ પર લગાવવાથી પેટમાં થઈ રહેલા દુ:ખાવા અને પેટમાં આવતા મરોડથી રાહત મળે છે.

-જો તમને કોઈ અંગમાં દુ:ખાવો થઈ રહ્યો હોઈ તો એક કપડામાં રાઈ ભરીને પોટલી બનાવી લો અને તેને ગરમ કરીને શેક કરો તેનાથી દુ:ખાવામાં રાહત થાય છે.

-રાઈ એટલે કે સરસવના બીજોનો ઉપયો ભારતીય ઘરોમાં મુખ્ય મસાલાના રુપમાં કરવામાં આવે છે. રાઈનું સેવન કરવુ સ્વાસ્થય અને સૌંદર્ય માટે લાભદાયક હોઈ છે સાથે જ આ ભોજનના સ્વાદને પણ વધારે છે. રસોઈમાં વઘાર કરવા માટે મુખ્ય રુપથી રાઈ અને રાઈ-જીરાનો ઉપયોગ કરવામાં આવે છે. રાઈના બીમાં ઓમેગા-૩ ફૈટી એસિડ, મેગ્નેશિયમ અને સેલેનિયમ જેવા પોષક તત્વ હોઇ છે અને સાથે જ આ ફોસ્ફરસ, મેગનીઝ, કોપર અને વિટામીન બી૧ નો પણ સ્ત્રોત હોઈ છે.

૧. શરીરને ફાયદો આપે છે:- રાઈના દાણા કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઓમેગા-૩ ફૈટી એસિડ અને આયરન, ફાઈબરથી ભરપૂર હોઈ છે એટલે તેને પોતાના ડાઇટમાં શામેલ કરવી ફાયદાકારક હોઈ છે.

૨.રાઈનું સેવન સોજા ઘટાડે છે:- રાઈના દાણામાં સેલેનિયમ હોઈ છે જે એક એંટિ-ઈંફ્લેમેટ્રી ગુણવાળુ તત્વ માનવામાં આવે છે. રાઈના દાણાનું સેવન કરવાથી સોજાની સમસ્યાથી છૂટકારો મળે છે. રાઈના તેલથી માલિશ કરવા પર પણ સોજા ઓછા થાય છે.

૩.બિમારીઓથી બચાવ થાય છે:- રાઈના દાણામાં પૂરતી માત્રામાં મેગ્નેશિયમ હોઈ છે એટલે રાઈના દાણાનું સેવન કરવાથી અસ્થમા, અર્થરાઈટિ્સ અને નિમ્ન રક્તચાપની સમસ્યાથી છૂટકારો મળે છે. પલાળીને રાઈના દાણાનું સેવન કરવાથી બિમારીઓ નથી થતી.

૪.કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરે છે:- વધેલા કોલેસ્ટ્રોલ લેવલને ઓછુ કરવા માટે રાઈનું સેવન લાભદાયક હોઈ છે. રાઈમાં નિયાસિન એટલે કે વિટામીન બી-૩ પૂરતા પ્રમાણમાં હોઈ છે એટલે રાઇ કોલેસ્ટ્રોલ લેવલને ઓછુ કરવા માટે લાભદાયક હોઈ છે. રાત્રે પાણીમાં રાઇ પલાળીને ખાવાથી હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા ઓછી થાય છે.

૫. ત્વચા માટે લાભકારી:- રાઈમાં રહેલા પોષક તત્વ સુંદરતા વધારવા માટે લાભકારી હોઈ છે. ત્વચાને હાઈડ્રેટ કરવા માટે, એજિંગને ધીમા કરવા માટે, ઈન્ફેક્શનને દૂર કરવા માટે અને નેચરલ સ્ક્રબના રુપમાં રાઈનો ઉપયોગ લાભકારી હોઈ છે.

૧. જો તમને ખૂબ વધુ ગભરામણ થાય છે તો રાઈ પીસીને પ્રયોગમાં લેવી તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. રાઈને પીસીને હાથ અને પગ પર ઘસવાથી ગભરામણ ઓછી થાય છે અને રાહત મળે છે.

૨. રાઈમાં માયરોસીન, સિનિગ્રિન જેવા તત્વો મળી આવે છે. આ બન્ને ચીજો સ્કીન માટે ખૂબ ફાયદાકારક છે. રોજ રાઈના પાણીથી ચહેરો ધોવાથી ચહેરાની રંગત નિખરે છે અને મોઈશ્ચર પણ જળવાઈ રહે છે.

૩.રાઈમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ મળી આવે છે. જો ક્યાંય ઈજા પહોંચે કે પછી કાંટો ચૂભે તો રાઈને પીસી તેમાં મધ ઉમેરી દો. આ લેપને ઘાવ પર લગાવવાથી ઝખમ જલ્દી રૂઝાય છે અને પાક પણ નથી થતો.

૪.જો તમારા વાળ ખૂબ વધુ ખરી રહ્યા છે અને ખોડાની તકલીફે તમને હેરાન કરી રાખ્યા છે તો રાઈનો ઉપયોગ કરવો તમારા માટે અત્યંત ફાયદાકારક રહેશે. તમે ઈચ્છો તો રાઈને આખી રાત પલાળીને તેના પાણીથી માથુ ધોઈ શકો છો. તેના સિવાય તેને પીસીને પ્રયોગમાં લેવી પણ ફાયદાકારક રહેશે.

૫.જો તમને પણ ઘુંટણના દુ:ખાવાની ફરિયાદ છે તો રાઈનો ઉપયોગ તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. રોજ રાઈના લેપથી ઘુંટણને માલિશ કરવાથી ઘુંટણના દુ:ખાવામાં ફાયદો થાય છે. તમે ઇચ્છો તો તેમાં કપૂર પણ પીસીને મેળવી શકો છો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ