કુતરા આખરે શા માટે દોડે છે કારની પાછળ? જવાબ જાણીને તેના પર ગુસ્સો નહિ આવે..

જો તમે ક્યારેય પણ પોતાની કાર કે બાઈકથી કોઈ અજાણ વિસ્તારથી તેજ ગતિથી પસાર થઈ રહ્યા હોઈ, તો ઘણી વાર તે વિસ્તારના કુતરા કારણ વગર તમને જોઈને ભસવાનુ કે ગાડીની પાછળ દોડવાનુ શરુ કરી દેતા હોઈ છે. જોઈને એવુ લાગે છે કે તમે તેની કોઇ મનપસંદ ચીજો ચોરી લીધી હોઈ પરંતુ હકીકત કાંઈ બીજી જ હોઈ શકે છે. ખરેખર કુતરાના વર્તન પાછળ ઘણા સાઈકોલોજીકલ અને સાઈન્ટિફિક કારણો રહેલા છે. જેને જાણીને કદાચ તમે પણ દંગ રહી જશો.

એકવાત તો કદાચ તમે બધા જાણતા અને માનતા હશો કે સમજદાર જાનવરોની કેટેગરીમાં કુતરા ખૂબ ઉપરના પાયદાનમાં રાખવામાં આવે છે. તે પોતાની આસપાસના વાતાવરણને સમજવા અને લોકોની મંછા સમજવામાં નિપુણ હોઈ છે, પરંતુ જો તમે વિચારી રહ્યા છો કે આટલા સમજદાર હોવા છતા આ કુતરા કારણ વગર કોઈ ગાડીની પાછળ શામાટે લાગી જાય છે. જ્યારે આ જ સવાલ quora પર અમુક લોકોએ પૂછ્યો, તો વિશ્વભરના તમામ વિશેષજ્ઞોએ ઘણા જવાબ આપ્યા.

૧.આપણી મદદ માટે કરે છે આવુ

કુતરા હજારો વર્ષોથી માણસોની સાથે રહેતા આવી રહ્યા છે. જંગલી કુતરાની શિકાર કરવાની પોતાની એક રીત હોઈ છે, પરંતુ માણસની વસ્તીમાં રહેનાર કુતરા સદીઓથી શિકાર દરમિયાન માણસો (આદિ માનવ અને જનજાતી) ની મદદ કરતા આવી રહ્યા છે. તેના આ જ ગુણ તેને પુરપાટ વેગ ગાડીઓ અને લોકોની પાછળ દોડવા કહે છે. તે પુરપાટ ઝડપની કાર, અજાણી ગાડીઓને કોઈ મોટા જાનવરની જેમ ટ્રીટ કરે છે. ગાડીઓનો પીછો કરી અને તેના પાછળ ભસીને તે એક રીતે તેમના પર હુમલો કરે છે અને મારીને એટલે કે શાંત કરીને કે પોતાના વિસ્તારથી તેને ભગાડીને જ દમ લે છે. તમે નોટિસ કર્યુ હશે કે જેવી જ તે પુરપાટ ઝડપ વાળી ગાડી થોભી જાય છે તો તે પીછો કરવાનુ અને ભસવાનુ બંધ કરી દે છે, કારણ આ છે કે તેને લાગે છે કે આ મોટા એવા જાનવરને હરાવીને તેને પોતાનુ કામ પૂરુ કરી લીધુ છે.

૨.કુતરાનુ સુસુનુ વિજ્ઞાન

આ વાતો તો તમે બધા જાણતા જ હશો કે કુતરાને કાર અને બાઈક્સના ટાયરો પર સુસુ કરવામાં ખૂબ મજા આવે છે, પરંતુ તમને જણાવી દઈએ કે કુતરા આવુ કરીને પોતાના વિસ્તારની હદ નક્કી કરે છે. આ નિયમ એકદમ રીતે જંગલના કાનૂનથી જોડાયેલો છે, ત્યારે તો સિંહ પણ કાંઈક આવુ જ કરે છે. વિસ્તારથી પસાર થનાર કોઈપણ અજાણ ગાડીઓ પાછળ કુતરા એમજ નથી ભાગતા પરંતુ તે બીજા વિસ્તારના કુતરાની નિશાનીને પોતાના વિસ્તારથી ભગાડવાનો પ્રયાસ કરે છે. કહેવાનો અર્થ એ છે કે જે ગાડીના ટાયરો પર કોઈ બીજા વિસ્તારના કુતરાઓએ પેશાબ કર્યો હોઈ છે, તે દુર્ગંધ તેને મહેસુસ થઈ જાય છે અને પોતાના વિસ્તારમાં કોઈ બીજા કુતરાની કોઇપણ નિશાની તે સહન નથી કરી શકતા ત્યારે તો તે અમુક ખાસ ગાડીઓ પર જ ભસે છે.

૩. રમત-રમતમાં પણ કરે છે ગાડીઓનો પીછો

ઘણીવાર કુતરા રમત-રમતમાં જ કોઈ અજાણ ગાડીને પકડવાના પ્રયાસ કરે છે જેમ કે તે કોઈ રમકડુ પકડી રહ્યા હોઈ. ઘરના પાળિતા કુતરા પણ આવા કામોમા નિપુણ હોઈ છે અને કારણ વગર જ ઘણીવાર ભસવાનુ અને દોડવાનુ શરૂ કરી દે છે. જોકે રોડ વચ્ચે કુતરાનું આ વર્તન જોઈ ઘણીવાર ગાડી સવાર લોકો ખૂબ ડરી જાય છે. કોઈ ગાડીની પાછળ દોડવાથી કુતરાને એ અનુભવ થાય છે કે તે ગાડીને ડરાવીને ભગાડી રહ્યા છે. આમ તો આ લોજીક કુતરાના મનોવિજ્ઞાનથી જોડાયેલુ છે પછી પણ આને અમુક હદ સુધી સાચુ માનવામાં આવે છે.


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ