શા માટે 30 દિવસને બદલે 28 દિવસનું હોય છે તમારા મોબાઈલનું પેક, જાણો શું છે સરકારની તૈયારી

લગભગ દરેક ટેલિકોમ કંપનીઓએ પ્રીપેડ મોબાઈલ રિચાર્જની વેલિડિટી 28 દિવસની કરી દીધી છે. કેટલીક કંપનીઓ 24 દિવસની વેલિડિટી ઓફર કરી રહી છે. હવે આ વેલિડિટીને લઈને ટ્રાઈ નવો આદેશ આપી શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવાય છે કે વેલિડિટી સહિતની અનેક પ્રકારની સમસ્યાઓને લઈને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી એક કન્સલ્ટેશન પેપર જાહેર કરી શકે છે.

વધી શકે છે વેલિડિટી

image source

કન્સલટેશન પેપરની મદદથી ટ્રાઈ હવે દરેક સ્ટોક હોલ્ડર્સના સૂચન માંગશે. જો દરેક સ્ટોક હોલ્ડર્સ એકમત થશે તો ટ્રાઈ આવનારા દિવસોમાં ટેલિકોમ કંપનીઓને જરૂરી ફેરફારનો આદેશ આપી શકે છે. હાલમાં પોસ્ટપેડ ગ્રાહકોને માટે બિલિંગ સાયકલ 30 દિવસની છે. પ્રીપેડ ગ્રાહકોને માટે 24 દિવસ, 28 દિવસ. 56 દિવસ અને 84 દિવસની વેલિડિટીની લિમિટ હોય છે.

પ્રીપેડ ગ્રાહકોને મળી શકે છે રાહત

image source

કહેવાઈ રહ્યું છે કે આવનારા અઠવાડિયા સુધી ટ્રાઈની તરફથી આ વિશે કન્સલટેશન પેપર જાહેર કરી શકે છે. એવામાં ટેલિકોમ સબ્સક્રાઈબર્સના આધારે જોઈએ તો તેમને મોટી રાહત મળી શકે છે. અનેક કંપનીઓના આધારે પ્લાન્સ ડેટા પેકને લઈને કરી રહી છે. વોઈસ કોલ રિચાર્જ માટે ગ્રાહકોની પાસે કોઈ ખાસ વિકલ્પ મળી રહ્યો નથી.

વોઈસ કોલ રિચાર્જ વધારવા માટેની સલાહ

image source

કન્સલટેશન પેપરમાં તેનો ઉલ્લેખ કરાશે. ગ્રાહકોને વધારેથી વધારે વોઈસ પેક પણ ઉપલબ્ધ કરાવવાની વાત કહેવાઈ રહી છે. બદલાતા સમયની સાથે ટેલિકોમ કંપનીઓને પ્રતિસ્પર્ધીઓને જોતાં ગયા વર્ષે મોબાઈલ રિચાર્જ પ્લાનમાં અનેક ફેરફાર કર્યા છે. કેટલાક સાંસદોએ મિનિમમ મોબાઈલ રિચાર્જ અને 28 દિવસોની વેલિડિટીને લઈને અનેક ફેરફાર કર્યા છે. તેમનુ કહેવું છે કે જ્યારે માસિક બિલની વેલિડિટી 30 દિવસની હોવી જોઈએ તો તેને ઘટાડીને 28 દિવસની શા માટે કરી દેવામાં આવી છે. તેનાથી ગ્રાહકોને નુકસાન થઈ રહ્યું છે. આ પછી ટ્રાઈ હવે ટેલિકોમ કંપનીના ટેરિફ પ્લાનનો રીવ્યૂ કરશે.

કન્સલટેશન પેપરમાં આ 2 વાત પર ટ્રાઈ માંગશે સલાહ

image soucre

મોબાઈલ રિચાર્જ પ્લાનની વેલિડિટી 28 દિવસથી વધારીને 30 દિવસની કરવા માટે દરેક સ્ટોક હોલ્ડર્સના મંતવ્યો લેવાઈ રહ્યા છે. સામાન્ય એકમત બને છે તો દરેક કંપનીને જરૂરી ફેરફારના આદેશ આપી દેવાશે.

image source

ટેલિકોમ કંપનીઓના વોઈસ કોલ પેક્સની સંખ્યા વધારવા પર ભાર મૂકાયો છે. હાલમાં ટેલિકોમ કંપનીના ગ્રાહકો માટે ખાસ કરીને ડેટા પેક પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!