મોંઘવારીના માર વચ્ચે નોકરી કરતાં લોકો માટે સૌથી સારા સમાચાર, ટુંક સમયમાં થશે પગારમાં સીધો આટલો વધારો

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરમાં લોકોને લોકડાઉન અને નોકરીની ચિંતા સતાવી રહી છે. આવી સ્થિતિમાં જીનિયસ કન્સલ્ટન્ટના સર્વેમાં મુજબ નોકરી કરનારાઓ માટે રાહતનાં સમાચાર આવી રહ્યાં છે. આ સર્વે રિપોર્ટ અનુસાર કંપનીઓ પોતાના કર્મચારીઓના પગારમાં વધારો કરવાના મુડમાં જણાઈ રહી છે. મળતી માહિતી મુજબ 5 થી 10 ટકા સુધીનો વધારો હોઈ શકે છે. મોટાભાગના રોજગાર આપનારા લોકોના પગાર સ્ટ્રકચરમાં પણ ફેરફાર થઈ શકે છે.

image source

એક રિપોર્ટ મુજબ જાણવાં મળ્યું છે કે જીનિયસ કન્સલ્ટનનાં આ સર્વેમાં દેશભરમાંથી 1200 કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાંથી અડધાથી વધુ કંપની તેના કર્મચારીઓના પગારમાં વધારો કરવાની વાત કરી રહી છે. આ સાથે 59% કંપનીઓએ કહ્યું કે તેઓ કર્મચારીઓના પગારમાં વધારો કરવાના મૂડમાં છે. આ પછી 20 ટકા કંપનીએ કહ્યું કે તેઓ પગારમાં વધારો કરશે પણ બહું વધારે નહીં લગભગ 5 ટકા કે તેના કરતાં પણ ઓછો વધારો કરી શકે છે. બાકી રહેલી 21 ટકા કંપનીઓ 2021માં પગારમાં વધારો કરવા માટે ના પાડી છે.

image source

આ સાથે કંપનીઓને ફ્રેશરને તક આપશે કે શું તે અંગે જ્યારે પૂછવામાં આવ્યું તો કંપનીઓનું કહેવું છે કે હા આ નવા વર્ષમાં તેઓ ફ્રેશરને તક આપવા માટે વિચારી રહ્યાં છે. આખા સર્વે મુજબનાં આંકડાઓ પર નજર કરીએ તો 43 ટકા કંપનીઓનું કહેવું છે કે તેઓ ફ્રેશર્સને તક આપવા માંગે છે તો બીજી તરફ 41 ટકા કંપનીઓ અનુભવી લોકોની ભરતી કરવાની યોજના કરી રહ્યાં છે.

image source

વાત કરવામાં આવે કે કઈ કંપની ઓને આ સર્વેમાં સામેલ કરવામાં આવી હતી તેનાં વિશે તો જીનિયસ કન્સલ્ટન્ટ્સે આ સર્વેમાં એચઆર, આઇટી, આઇટીઇએસ, બીપીઓ, બેંકિંગ અને ફાઇનાન્સ, બાંધકામ અને ઇજનેરી, શિક્ષણ, લોજિસ્ટિક હોસ્પિટાલિટી, મીડિયા, ફાર્મા, મેડિકલ, પાવર અને એનર્જી, રીઅલ એસ્ટેટ જેવી કંપનીઓનો સમાવેશ કર્યો હતો. આ સાથે જાણવા મળ્યું છે કે કંપનીઓએ બજેટ પણ વધાર્યું છે જેથી કર્મચારી ઓનાં પગારમાં વધારો કરવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

image source

મળતી માહિતી મુજબ આર્થિક પ્રવૃત્તિમાં અપેક્ષિત સુધારણા થવા જઈ રહ્યાં છે કે જેનાથી ગ્રાહકોના આત્મવિશ્વાસમાં વધારો થાય અને વધુ સારા માર્જિનને કારણે કંપનીઓએ પગાર વધારા માટે બજેટ વધાર્યું છે. 20 ટકા કંપનીઓએ આ વર્ષે પગારમાં ડબલ અંકોમાં વધારો કરવાની યોજના બનાવી છે જ્યારે 2020માં આ આંકડો માત્ર 12 ટકા હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!