આ છે અમુક કારણો જે જણાવે છે કે, શા માટે બાળકને બોલતા શીખવામા લાગે છે વાર…?

મિત્રો, ઘણા બાળકો તેમની બાકીની ઉંમર જેટલું બોલવા માટે સક્ષમ નથી. કેટલાક બાળકો એવા હોય છે કે, જે લોકોને જોઈને ધીરે-ધીરે બોલવાનુ શરૂ કરે છે પરંતુ, અમુક લોકો આમ કરવામા પણ અસમર્થ હોય છે. કેટલીકવાર કોઈ કારણોસર તેમનો સ્વભાવ અને શારીરિક વિકાસ ધીમે-ધીમે થતો હોય છે, તેના કારણે આ સમસ્યા ઉદ્ભવતી હોય છે, તો ઘણીવાર બીજા કોઈ કારણવશ પણ આ બધુ થઇ શકે છે, જેને માતા-પિતાએ સમજવાની જરૂર છે. ચાલો અહીં બાળકો મોડા કેમ બોલે છે તેના કારણો વિશે જાણીએ.

કાનમા ચેપ લાગવાની સમસ્યા :

image source

બાળકને જન્મ સમયે અથવા જન્મના થોડા સમય બાદ કાનમાં ચેપ લાગે તો તે બાળકની બોલવાની ક્ષમતાને અસર કરે છે, જેના કારણે બાળકો મોડા બોલવા નું શરૂ કરે છે.

યોગ્ય રીતે સાંભળી અને સમજી શકવુ નહિ :

बच्चों के देर से बोलने की वजह एंकलोग्लोसिया भी हो सकती है-Image credit/pexels-tatiana-syrikova
image source

કેટલીકવાર બાળકો કાનમાં સમસ્યાને કારણે યોગ્ય રીતે સાંભળવા અને સમજવામાં અસમર્થ હોય છે, જેના કારણે તેઓ મોડા બોલવાનું પણ શરૂ કરે છે.

નિર્ધારિત સમય પહેલા જન્મ :

image source

જે બાળકો નિર્ધારિત સમય પહેલા જન્મે છે, તેમણે ઘણીવાર આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેઓ મોડુ બોલવાનુ શરુ કરે છે અને મોડુ સાંભળે છે તથા સમજવાનુ પણ મોડુ શરુ કરે છે અને બાકીની પ્રવૃત્તિઓ પણ મોડેથી કરવાનુ શરૂ કરે છે.

બાકીની પ્રવૃત્તિઓમા વધારે રસ લેવો :

કેટલીક વાર બાળક બોલતું નથી કે ઓછું બોલે છે, તે પાછળનુ કારણ બીજી બધી પ્રવૃત્તિઓમા વધારે પડતો રસ લેવો છે. તેમનુ નીચુ ભાષણ અને અન્ય પ્રવૃત્તિઓમા રસને કારણે પણ આ સમસ્યા થઇ શકે છે.

ન્યુરોલોજિકલ સમસ્યા :

image source

જો બાળક તેની ઉંમર અનુસાર બોલવાનુ મોડુ શરુ કરે છે તો તેને ન્યુરોલોજિકલ ડિસેબિલિટી હોવાની પણ સંભાવના છે. જો તમને પણ આવી કોઈ શંકા દેખાય તો તુરંત જ દાક્તરની મુલાકાત લેવી.

ઓટિઝમ :

image source

ઓટિઝમ પણ બાળકના મોડા બોલવાનુ કારણ હોય શકે છે. જો બાળક ઓછું બોલે છે અથવા બોલતું નથી અને તેને ભાષા સમજવામાં મુશ્કેલી પડે છે, તો તેને ઓટિઝમ ડિસઓર્ડર હોઈ શકે છે.

એંગ્લોસિયા :

image source

કેટલીકવાર બાળક બધુ જ સમજે છે અને બોલવા માંગે છે પરંતુ, બોલવામાં અસમર્થ હોય છે. તે એંગ્લોસિયાને કારણે થઈ શકે છે. તેને જીભ-ટાઇ તરીકે પણ ઓળખવામા આવે છે. આ સ્થિતિમાં બાળકની જીભ સંપૂર્ણપણે હલનચલન કરી રહી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!