માત્ર 15 મિનિટમાં આ રીતે ઉતારી દો દિવસભરનો થાક, ઊંઘ આવશે એકદમ મસ્ત

માત્ર 15 મિનિટમાં દિવસભરનો થાક થઈ જશે દૂર અને તમે થઈ જશો હળવા ફૂલ, જાણો સ્ટ્રેસ ફ્રી થવાની જોરદાર રીત

ધ્યાન, યોગ, મેડિટેશન વિશે દરેકની અલગ અલગ ધારણા હોય છે. મોટાભાગના લોકો ધ્યાન એટલે એક જગ્યાએ શાંતિથી બેસવું તેમ સમજે છે. પરંતુ તેમ નથી. ધ્યાન અલગ અલગ રીતે કરવામાં આવે છે. આવી જ એક રીત છે જેમાં શરીર હલતું ડોલતું રહે છે. શરીરના દરેક સ્નાયૂ અને શરીર શેક કરે છે. જી હાં જાણીને નવાઈ લાગશે પરંતુ શેકિંગ મેડિટેશન ધ્યાન કરવાની એક અદ્ભુત રીત છે જેમાં માત્ર 15 મિનિટમાં જ વ્યક્તિ સ્ટ્રેસ ફ્રી થઈ જાય છે.

શું છે શેકિંગ મેડિટેશન

image source

આ ધ્યાન કરવાની જ એક પ્રક્રિયા છે. તેનાથી સ્ટ્રેસ ફ્રી થઈ શકાય છે. શેકિંગ વોર્મ અપની એક પ્રક્રિયા છે. તેનાથી શરીર અને મન ટેન્શન ફ્રી થઈ જાય છે. જો કે મોટાભાગની ધ્યાન મુદ્રાઓમાં સ્થિર રહેવાનું જ હોય છે. પરંતુ આ એક એવું ધ્યાન છે જેમાં તમારે શરીરને હલાવવાનું હોય છે.

કેવી રીતે થાય છે લાભ

image source

તમે ઘણીવાર પ્રાણીઓને શરીર ધ્રુજાવતા જોયા હશે. આમ કરીને તેઓ તાણને દૂર કરે છે. પરંતુ માણસ ત્યારે ધ્રુજે છે જ્યારે તે ક્રોધમાં હોય, આમ કરવાથી હૃદયના ધબકારા વધી જાય છે. એટલે કે જ્યારે આપણે માનસિક આઘાતમાં હોય ત્યારે શરીર શેક કરવા લાગે છે. માનસિક સ્ટ્રેસને દૂર કરવામાં શેકિંગ મહત્વની ભૂમિકા ભજવે છે.

15 મિનિટ શેકિંગ

image source

શરીરને 15 મિનિટ સુધી હલાવવા માટે થાક દૂર થાય છે અને મન શાંત થાય છે. શેક કરવાથી તંત્રિકા તંત્ર સક્રિય થઈ જાય છે અને મન શાંત થાય છે. શેકિંગથી શરીરને આરામ કરવાનો સંકેત પણ મળે છે. શેકિંગથી શરીરના વિષાક્ત પદાર્થોમાંથી મુક્તિ મળે છે.

કેવી રીતે કરવું શેકિંગ મેડિટેશન

image source

શેકિંગ મેડિટેશન કરવા માટે સૌથી પહેલા સીધા ઊભા રહો. પગને થોડા પહોળા રાખો અને ઘુંટણને ઢીલા છોડી દો ત્યારબાદ ખભાને ઢીલા છોડી દો. ત્યારબાદ શરીરને ધીરેધીરે હલાવવાનું શરૂ કરે. શેકિંગ બાદ ધીરે ધીરે કુદવાનું શરુ કરો. આમ કરવાથી હાથ, ખભામાં ધ્રુજારી થશે અને શરીર ધીરે ધીરે હળવું થવા લાગશે.

શેકિંગ મેડિટેશન કરવાનો સમય અને જગ્યા

image source

આ મેડિટેશન એક એક્ટિવ પ્રેક્ટિસ છે અને આ તેના માટે લાભકારી છે જે એક જગ્યાએ બેસવાનું પસંદ કરતા નથી કે શારીરિક શ્રમ વધારે કરતાં હોય. શેકિંગ શરીરના આંતરિક તંત્ર માટે લાભકારી છે. તેનાથી માનસિક આઘાત, શરીરના દુખાવા દૂર થાય છે. શેકિંગ મેડિટેશન દિવસમાં 5થી 20 વખત સુધી કરી શકાય છે. તેના માટે કોઈ ઉપકરણની જરૂર પડતી નથી. આ મેડિટેશન કોઈપણ જગ્યાએ અને કોઈપણ સમયે કરી શકાય છે.

શેકિંગ મેડિટેશન સ્નાયૂ માટે ઉત્તમ છે કારણ કે સ્નાયૂ ડાયરેક્ટ આપણા શરીરના તંત્રિકા તંત્ર સાથે જોડાયેલા હોય છે. શેકિંગથી આ કારણે જ શરીરને અઢળક લાભ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ