શાહરુખથી લઇને સલમાન સુધીના આ બધા એક્ટર ઝઘડી પડ્યા છે બીજા સાથે એવોર્ડ ફંક્શનમાં, જોઇ લો VIDEO

બોલીવૂડ અવોર્ડ ફંક્શમાં થયેલી આ ફાઈટ વિષે તમે નહીં જાણતા હોવ !

બોલીવૂડ આપણને હંમેશા પોતાના તરફ આકર્ષે છે. તે પછી હીરો-હીરોઈન વચ્ચેના અફેરની વાત હોય કે પછી હીરોઈન-હીરોઈન વચ્ચેની કેટ ફાઇટ હોય કે પછી હીરો-હીરો વચ્ચેનો અણબનાવ હોય. બોલીવૂડમાં આવું ઘણીવાર બની ગયું છે. આપણે આમીર-શાહરુખ, શાહરુખ-સલમાન, વિવેક-સલમાન, કરીના-બિપાશા વિગેરે સ્ટાર્સના ઝઘડા વિષે અવારનવાર સાચું-ખોટું ઘણું બધું સાંભળ્યું છે. પણ કેટલીક એવી ફાઇટ્સ અવોર્ડ ફંક્સનમાં પણ થઈ છે જેના વિષે તમે નહીં જાણતા હોવ.

આશુતોષ ગોવારીકર અને સાજીદ ખાન

સ્ટાર સ્ક્રીન અવોર્ડ્સને તે વર્ષે સાજીદ ખાને હોસ્ટ કર્યો હતો. અને તે પોતાની હંમેશની આદત પ્રમાણે કોઈ પણ ડીરેક્ટર, એક્ટર્સ કે કોઈ પણ ફિલ્મી હસ્તી પર મન ફાવે તેમ જોક મારી રહ્યો હતો. આ વખતે તેનો નિશાનો જોધા-અકબરના ડીરેક્ટર આશુતોષ ગોવારીકર હતા.

સજીદે આ અવોર્ડમાં આશુતોષની ફિલ્મ જોધા અકબર પર રમૂજ કરી હતી જે આશુતોષને જરા પણ પસંદ નહોતી આવી અને આશુતોષે કડક શબ્દોમાં સાજીદને લઈ નાખ્યો હતો. આ આખો પ્રસંગ આ વિડિયોમાં જુઓ.

નીલ નિતિન મુકેશ – શાહરુખ ખાન

એક ફિલ્મ ફેર અવોર્ડ ફંક્શનમાં શાહરુખ ખાન અને સૈફ અલી ખાન તેને હોસ્ટ કરી રહ્યા હતા. અને તેમના હોસ્ટીંગ દરમિયાન તેમણે નીલ નિતિન મુકેશની મજાક ઉડાવી હતી અને તેનાથી નીલ નિતિન મુકેશ ઘણો ગુસ્સે ભરાયો હતો. તે વખતે તે પોતાના પિતા સાથે ઘણા બધા સેલેબ્સ સાથે ઓડિયન્સમાં બેઠો હતો. તે ઉભો થયો અને તેણે સૈફ અને એસઆરકેને ‘શટ અપ’ કહી દીધું.

આ વિડિયોમાં તમે જોઈ શકશો કે શાહરુખ અને સૈફે કેવી મજાક કરી હતી અને નીલ તેમના પર કેવો ગુસ્સે ભરાયો હતો.

સલમાન ખાન – મીથુન

સલમાન પોતાના ગરમ મિજાજ માટે જાણીતો છે. તે કોઈ પણને કંઈ પણ કહી શકે છે અને સામેવાળી વ્યક્તિ તેને હસવામાં કાઢી નાખે છે. કારણ કે તે ઇન્ડસ્ટ્રીનો ભાઈ છે તેનો વિરોધ કરવો એટલે પોતાની કેરિયરથી હાથ ધોવા બરાબર છે. એક અવોર્ડ ફંક્શનમાં સલમાન મ્યુઝિક ડીરેક્ટર મીથુન પર ગુસ્સે થઈ ગયો હતો. વાસ્તવમાં મીથુને ટીપ્પણી કરી હતી કે સલમાન મોડો આવતા તેણે અને તેના કેટલાક ગાયક મિત્રોએ ઘણો લાંબો સમય રાહ જોવી પડી હતી. જેના જવાબમાં સલમાને નકારાત્મક વર્તન કર્યું હતું. જે તમે આ વિડિયોમાં જોઈ શકો છો.

કમાલ ખાન – અલી અસગર

કમાલ આર ખાન પોતાની ફિલ્મોના રિવ્યુઝ માટે ઘણીવાર જાણીતો બની ચૂક્યો છે. તે કોઈ પણ સેલિબ્રિટિને ગમે તે કહેતો ફરતો હયો છે. એક અવોર્ડ ફંક્શનમાં કોમેડિયન અલી અસગર અને સુરેશ મેનને તેની મજાક ઉડાવતા તેને ગોલ્ડન બાલ્ટી અવોર્ડ આપ્યો હતો. જેનાથી ગુસ્સે ભરાઈને તેણે તે બન્ને ને બે કોડીના જોકર કહ્યા હતા. આ પ્રસંગ પણ કચકડે કેદ થયો હતો જેને તમે આ વિડિયોમાં જોઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ