એસા ભી હોતા હૈ..!! આ ઝાડને થાય છે માણસની જેમ ગલગલીયા, જાણો રસપ્રદ માહિતી

હસવું સ્વાસ્થ્ય માટે સારું છે અને ગુસ્સો કરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક. આપણે સૌએ આ વાક્ય અનેક વખત સાંભળ્યું જ હશે. જો કે કુત્રિમ રીતે હસવા કરતા કુદરતી રીતે હસવું વધુ અસરકારક છે. ક્યારેક કોઈ જોક સાંભળીને, ક્યારેક કોઈ ફની વિડીયો કે ફિલ્મ જોઈને કે ક્યારેક કોઈ અચાનક ગલીપચી કે દેશી ભાષામાં ગલગલીયા કરે અને જે હસવું આવે તે કુદરતી હાસ્ય.

image source

માણસને તો હસવું આવે એ સમજ્યા પણ શું માણસ સિવાય પણ કોઈ જીવ કે ચીજ વસ્તુઓ પણ એવી હોય છે કે જેને હસવું આવતું હોય. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ એક વૃક્ષ એવું પણ છે જેને માણસની જેમ ગલીપચી થાય છે. કાલ્પનિક અને મનઘડંત લાગતી આ વાત અસલમાં વાસ્તવિક છે.

ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં છે આ ઝાડ

image source

ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં આવેલા જંગલો પૈકી એક જંગલ કાલાઢુંગી નામે છે. આ કાલાઢુંગી જંગલમાં આમ તો અનેક વૃક્ષો છે પણ એક ખાસ અને અજબ ગજબ પ્રકારનું વૃક્ષ પણ આવેલું છે. જાણે કેમ તમે કોઈ વ્યક્તિને ગલીપચી કરી રહ્યા હોય અને તે શરમાવા અને ડિસ્કો કરવા લાગે તેમ કોઈ વ્યક્તિ આ ઝાડના થડને ગલગલીયા કરે તો તેની ડાળખીઓ પોતાની મેળે જ ખીલખીલાટ કરવા લાગે છે. એટલું જ નહિ પણ ઝાડની આવી હરકત તમે પોતાની નજરે નિહાળી પણ શકો છો.

image source

આ ઝાડને સ્થાનિક લોકો ” હસતા ઝાડ ” તરીકે પણ ઓળખે છે જો કે આ ઝાડનું વાનસ્પતિક નામ ” રેંડીયા ડુમીટોરમ ” છે અને તે રૂબીએસી પ્રજાતિના વૃક્ષોમાંથી છે જે લગભગ 300 થી 1300 મીટરની ઊંચાઈએ જોવા મળતા હોય છે. કાલાઢુંગીના જંગલમાં આ પ્રકારના બે ઝાડ આવેલા છે જે પૈકી એક રામનગરના ક્યારી જંગલમાં આવેલું છે.

પર્યટકોને પણ ખાસ દેખાડવામાં આવે છે આ ઝાડ

image source

અહીં આવતા પર્યટકો આ ઝાડને ગલગલીયા કરવાનો મોકો ચુકી ન જાય તે માટે અહીં પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. છેલ્લા લગભગ પાંચેક વર્ષથી કાર્બેટ ગ્રામ વિકાસ સમિતિએ આ વૃક્ષોની ઓળખ કરી તેને પર્યટન સાથે જોડ્યા છે અને કાલાઢુંગીના ગાઢ જંગલમાં પર્યટકોને આ વૃક્ષ સુધી લઇ જવા ખાસ ગાઈડ પણ મુક્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ