શાહરુખ-ગૌરીએ કર્યો હટકે ડાન્સ, જોઇ લો મજેદાર વિડીયો તમે પણ

અરમાન જૈનના લગ્નમાં શાહ રુખ – ગૌરીએ ડાન્સ કરી ધૂમ મચાવી – જુઓ વિડિયો

કપૂર ખાનદાનની દીકરીના દીકરા અરમાન જૈનના લગ્નમાં આખુંએ બોલીવૂડ ઉમટી પડ્યું છે. ત્રણ દિવસની લગ્નની વિવિધ સેરેમની બાદ વિવિધ તસ્વીરો તેમજ વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. તાજેતરમાં વાયરલ થયેલી એક વિડિયોમાં તમે ગૌરી ખાન ક્યારેય નહીં જોઈ હોય તેવા અંદાજમાં જોવા મળશે. વિવિધ ગીતોની એક મેડલીમાં તમે તેને કરણ જોહર અને પતિ શાહરુખ ખાન સાથે ઠુમકા લગાવતી જોઈ શકો છો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આ વિડિયો, અરમાન જૈનના વેડિંગ રિસેપ્શનની છે, બોલીવૂડ સેલેબ્સને તમે સ્ટેજ પર ઠૂમકા લગાવતા જોશો.સ શાહરુખને તો તમે ઘણીવાર નાચતો જોયો હશે પણ ગૌરીને નહીં જોઈ હોય. ગૌરી ખાન અને શાહરુખ ખાને એક સ્પેશિયલ ડાન્સ સિક્વન્સ રજૂ કર્યો હતો. તેમની સાથે તેમના ખાસ મિત્ર કરણ જોહરે પણ તાલથી તાલ મેળવ્યા હતા. આ ત્રણેએ એક ખૂબ જ મનોરંજક પર્ફોમન્સ પુરુ પાડ્યું હતું. ઓડિયન્સને આ પર્ફોમન્સ ખુબ પસંદ આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આ વિડિયોમાં શાહ રુખ અને ગૌરી કંગના રાણાવતેની ફિલ્મ તનુ વેડ્સ મનુના ગીત સાડી ગલી પર નાચી રહ્યા છે. તેમણે પોતાના પર્ફોમન્સમાં અરમાન જૈનના માતાપિતા રીમા જૈન અને મનોજ જૈનની સ્ટોરી કહી હતી. શાહરુખે નકલી મૂછો લગાવી હતી અને તે અરમાનના પિતા મનોજનું પાત્ર ભજવી રહ્યો હતો. જે રીતે શાહરુખે મનોજ અને રીમાની લવસ્ટોરીનું વર્ણન કર્યું હતું તેનાથી રીસેપ્શનમાં હાજર દરેક વ્યક્તિ મસ્તીમાં આવી ગઈ હતી.

બીજી એક. વિડિયોમાં આ કપલ કરણ જોહર સાથે બંટી ઔર બબલી ફિલ્મના કજરારે સોંગ પર નાજી રહ્યા છે. આ ગીતનું પર્ફોમન્સ જોઈને આપણને તરત જ અભિષેક-ઐશ્વર્યા અને અમિતાભનું પર્ફોમન્સ યાદ આવ્યા વગર ન રહે. તમને જણાવી દઈએ કે બ્ચચન ફેમિલી આ રિસેપ્શનમાં હાજરી નહોતું આપી શક્યું.

image source

શાહ રુખ ખાન અને ગૌરી ઉપરાંત બીજા કેટલાક બોલીવૂડ સ્ટાર્સે પણ આ પ્રસંગે પર્ફોમન્સ આપ્યા હતા. કિયારા અડવાણીએ પોતાના જ ગીત સૌદા ખરા ખરા પર પર્ફોમન્સ આપ્યું હતું. જે તમે આ વિડિયોમાં જોઈ શકો છો. આ બધી વિડિયો જોતાં એવું લાગી રહ્યું છે કે અરમાન જૈન અનિસા મલ્હોત્રાના લગ્નમાં બોલીવૂડે ખૂબ જ મસ્તી અને એન્જોય કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ