શાહિદની પત્ની મીરાનો આ ફિટનેસ ફંડા જો તમે પણ કરશો ફોલો તો જલદી થઇ જશે કમર પાતળી

મીરાં રાજપૂતની ફિટનેસ અને સુંદરતાનું રહસ્ય છે આ એક વસ્તુ જે આજે તમને જણાવીશું

બૉલીવુડ સ્ટાર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત કોઈ ઓળખાણની જરૂર નથી. રાજસ્થાનના ઉચ્ચ ઘરાનામાં મોટી થયેલી મીરાં શરૂવાતથી જ ખૂબ સુંદર અને આકર્ષક દેખાય છે. મીરાંનો કલાસી અને ક્યૂટ લુકને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો છે.

image source

બૉલીવુડ અભિનેત્રીના હોવા છતાં પણ મીરાં કોઈ સ્ટાર એક્ટ્રેસથી ઓછી સુંદર નથી દેખાતી. મીરાં રાજપૂત ૨ બાળકોની માતા હોવાછતાં પણ પોતાની ખૂબસૂરતી અને શરરીને સારી રીતે મેન્ટેઇન કર્યું છે. આજે આપણે પણ જાણીશું મીરાં રાજપૂતની ખૂબસૂરતી અને પરફેક્ટ ફિગરનું રહસ્ય…..

ફ્રેશ સલાડ:

image source

મીરાં પોતાને ફિટ રાખવા માટે દિવસમાં એકવાર ફ્રેશ સલાડ ખાવાનું ભૂલતી નથી. મીરાં સલાડમાં લીલા શાક ખાવાનું વધુ પસંદ કરે છે. આ સાથે જ મીરાં વધુમાં વધુ પાણી પીને પોતાને ફિટ એન્ડ ફાઈન રાખવાનો પ્રયત્ન કરે છે. મીરાંને જ્યારે પણ પોતાના માટે સમય મળે છે ત્યારે તે પોતેજ પોતાના માટે સલાડ બાઉલ તૈયાર કરે છે. લીલા શાકની સાથે સાથે મીરાંને બીટરૂટ પણ ખાવાનું પસંદ કરે છે. ફળોમાં મીરાં રાજપૂતની સ્ટ્રોબેરી સૌથી વધુ પસંદ છે, મીરાં રોજ સ્ટ્રોબેરી ખાવાનું પસંદ કરે છે.

બ્યુટી પ્રોડક્ટ્સ:

image source

મીરાં રાજપૂત બ્યુટી પ્રોડક્ટ્સનો ખુબ ઓછો ઉપયોગ કરે છે. મીરાં તેના ચેહરાની સંભાળ માટે ચેહરા પર કાચું દૂધ લગાવે છે. આ જ કારણથી મીરાની ત્વચા સોફ્ટ અને શાઈની છે. મીરાં રાજપૂત માને છે કે ચેહરાની ડેડ સ્કિન દૂર કરવા માટે કાચું દૂધ એક સારો વિકલ્પ છે.

image source

નેચરલ ઓઇલ:

મીરાં પોતાની ત્વચા માટે નેચરલ ઓઈલનો ઉપયોગ કરે છે. ચેહરા પર બદામનું તેલ લગાવે છે. મીરાં પોતાના વાળ માટે ઓલિવ ઓઇલની સાથે મસાજ ખૂબ પસંદ છે.

મધ:

image source

આ બધા ઉપરાંત પણ મીરાં પોતાના ડાયટમાં મધને જરૂરથી સામેલ કરે છે. મીરાં એવું માને છે કે મધમાં સ્કિનને ટાઈટન કરવા માટે એક સારો સ્ત્રોત છે. મધમાં રહેલ એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી એજિંગ અને હાઇડ્રેટિંગ પ્રોપટીસ શરીરમાં પાણી, વિટામિન્સ અને મિનરલ્સની ઉણપને પુરી કરે છે. મધ ખાવા અને પીવાની સાથે સાથે મધને ચેહરા પર પણ લગાવી શકાય છે. ચાલો જાણીએ મીરાં કેવી રીતે પોતાના ડાયટ અને સ્કીન કેર માટે મધનો ઉપયોગ કરે છે.

  • – આપ રોજ સવારની શરૂવાત ગ્રીન ટી થી કરો અને તેમાં થોડું મધ નાખવું.

    image source
  • -જો આપ સલાડ કે ફ્રુટ ખાવ છો કે દૂધ પીવો છો તો તેમાં પણ મધ ઉમેરી શકાય છે.
  • -આપ ફક્ત ગરમ પાણીની સાથે પણ મધનું સેવન કરી શકો છો.
  • -મધને ચેહરા પર પણ લગાવી શકાય છે. આપ ઈચ્છો તો એકલું મધ પણ ચેહરા પર લગાવી શકો છો. મધમાં લીંબુ કે દૂધ ભેળવીને પણ લગાવી શકાય છે. આમ કરવાથી આપના ચેહરા પર નેચરલ ગ્લો આવી જાય છે.

વર્ક આઉટ:

image source

મીરાં રાજપૂત ભલે ગમે તેટલી વ્યસ્ત રહે પણ સવારના સમયે મીરાં યોગ અને કસરત માટે જરૂરથી સમય ફાળવે છે. મીરાંને ઘરની નજીક બીચ પર જઈને યોગ કરવાનું ખૂબ પસંદ છે.

image source

તો આ હતી મીરાં રાજપૂત દ્વારા અનુસરવામાં આવતું ડાયટ રૂટિન. જો તમે પણ મીરાં રાજપૂતની જેમ ફિટ એન્ડ ફાઈન બોડી ઈચ્છો છો તો આજથી જ તેમના જેવું ડાયટ રૂટીનનું અનુસરણ કરવાનું શરૂ કરી દેવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ