જો આ ટિપ્સને કરશો ફોલો, તો તરત જ ડાયાબિટિસ થઇ જશે કંટ્રોલમાં…

૨૧ દિવસ સુધી સતત આ એક્સસાઈઝ કરવાથી બ્લડ સુગરને ઘટાડી શકાય છે આ એક્સસાઈઝ એ ઊંડા શ્વાસ લેવાની હોય છે કઈ છે વિશે વિસ્તારથી જાણીશું.

image source

સારી આદત:

બપોરના ૧૨ વાગ્યા સુધીમાં ૨-૩ પ્રકારના ફળ ખાવા અને બપોરે અને રાત્રી ભોજનમાં કાચા શાકભાજીનું સલાડ ખાવું.

ખરાબ આદત:

image source

રિફાઇન્ડ સુગર અને પેકીંગ ફૂડ જેવા કે મીઠાઈ અને બિસ્કિટ ખાવા.

યોગ અને પ્રાણાયામથી પણ લોહીમાં બ્લડ સુગર કંટ્રોલ કરી શકાય છે. સતત ૨૧ દિવસ સુધી આમ કરવાથી લોહીમાં લોહીમાં બ્લડ સુગર ૩૦૦ થી ઘટીને ૨૫૦એમજી/ ડેસીલી કરી શકાય છે.

શુ ડાયાબિટીસ એક જીન્દગીભરની બીમારી છે કે પછી તેની સામે સાવધાની રાખીને તેનો ઉપાય શક્ય છે?

image source

– ડાયાબિટીસનો સીધો મતલબ છે કે લોહીમાં સુગરનું પ્રમાણ જરૂર કરતાં વધારે વધી જવું. જો વધી ગયેલી સુગરને હટાવી દેવાય તો આપ સ્વસ્થ થઈ શકો છો. કેટલીક સાવધનિયો રાખીને આ વાતને શક્ય કરી શકાય છે.

– યોગ અને પ્રાણાયામથી ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે?

image source

– એ દરેક એક્સસાઈઝ જેમાં ઊંડો શ્વાસ લેવાનો હોય છે તે બધીજ ડાયાબિટીસને કન્ટ્રોલ કરવામાં સક્ષમ છે. આમાં યોગ, પ્રાણાયમ, વૉક, સ્વિમિંગ, ડાન્સ પણ કરી શકાય છે. રોજ એક કલાકની એક્સસાઈઝથી ૪૦ થી ૫૦ એમજી/ ડેસીલી સુધી રોજ બ્લડ સુગરનું સ્તર ઘટાડી શકાય છે. સતત ૨૧ દિવસ સુધી આમ કરવાથી લોહીમાં બ્લડ સુગરનું પ્રમાણ ૩૦૦થી ઘટીને ૨૫૦એમજી/ડેસીલી કરી શકાય છે. એક્સસાઈઝને અદ્રશ્ય ઇન્સ્યુલિન પણ કહેવાય છે કેમકે વર્કઆઉટથી શરીરના ઇન્સ્યુલિન નિર્માણ કરવાની ક્ષમતા વધી જાય છે.

-દવા વગર, ડોકટર વગર પણ ડાયાબિટીસથી બચી શકાય છે કયો ફોર્મ્યુલા છે હવે જાણીશું.

image source

– દિવસ દરમિયાન ખાવામાં લેવામાં આવતા અનાજની તુલનામાં ફળ અને શાકભાજીનું પ્રમાણ વધારે રાખવું જોઈએ. દિવસ દરમિયાનના ડાયટમાં ૫૦% થી વધુ ફળ અને શાકભાજીને સામેલ કરવા જોઈએ, એ પછી જ અનાજ લેવું જોઈએ. ડાયટના આ નિયમથી બ્લડ સુગર ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. જો આપ ડાયાબિટીસના દર્દી નથી તો પણ આપને આ રોગ થવાની શકયતા ખૂબ ઘટી જાય છે.

– ડાયાબિટીસથી બચવા માટે રોજનો નાસ્તો, લંચ અને ડિનર કેવા લેવા જોઈએ?

image source

-આ બાબતને ત્રણ સ્ટેપમાં સહેલાઈથી સમજાવી શકાય છે.

– પહેલું સ્ટેપ:

image source

બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૨ થી૩ પ્રકારના ફળ ખાવા જોઈએ. કેટલા પ્રમાણમાં લેવા જોઈએ એ આપના શરીરના વજન ઉપરથી નક્કી કરી શકાય. આપના શરીરનું વજનને ૧૦ ગણું કરવું ત્યારબાદ તેટલા ગ્રામ ફળ ખાવા જરૂરી છે. જેમકે જો વજન ૭૦ કિલો છે તો તેના ૧૦ ગણા ૭૦૦ થાય તો ૭૦૦ ગ્રામ ફળ ખાવા જરૂરી છે.

બીજો સ્ટેપ:

image source

લંચ કે ડિનર સમયે બે પ્લેટ લઈને બેસવું. એકમાં ૨-૩ પ્રકારના કાચા શાક જેવા કે, ટામેટા, કાકડી, મૂળા, ગાજર, વટાણા, લાલ-પીળા સિમલા મિર્ચ, કોબીજ. કાચા શાકને પણ નિશ્ચિત પ્રમાણમાં લેવી. પોતાના વજનથી ૫ ગણા એટલે કે ૭૦ કિલો હોય તો ૩૫૦ગ્રામ શાક લેવું જોઈએ. બીજી પ્લેટ ત્યારે જ ખાવી જ્યારે પહેલી પ્લેટનું જમવાનું ખતમ કરી ચુક્યા હોવ. આ પ્લેટમાં ખૂબ ઓછા તેલ અને મીઠામાં બનેલ ઘરનું શાકાહારી ભોજન લઈ શકાય છે.

ત્રીજો સ્ટેપ:

image source

એવી વસ્તુઓ જેનું નિર્માણ પ્રાણીઓ દ્વારા થઈ રહ્યું હોય. જેમકે, દૂધ, દહીં,માખણ, ઈંડા, નોનવેજ ફૂડ, માછલી. પ્રોસ્સેડ કે રિફાઇન્ડ ફૂડથી પણ બચવું જેવા કે બિસ્કિટ.

-આ વર્ષે અમેરિકન હાર્ટ એસોસીએશને ફૂડ ગાઈડ લાઇન માંથી ડેરી પ્રોડક્ટને પણ હટાવી દેવામાં આવી છે. દૂધ કે દૂધથી બનેલી વસ્તુઓને ફૂડ માનવામાં આવ્યું નથી. જોવામાં આવ્યું છે કે આ વસ્તુઓ હાર્ટને નબળું બનાવે છે.

– ભારતીયોને મીઠાઈ ખૂબ પસંદ છે તો મીઠાઈથી પણ ડાયાબિટીસ થવાનો ખતરો વધી શકે છે?

image source

– ગળી વસ્તુઓ એ જ ખાવી જેમાં કુદરતી રીતે ગળપણ ઉપલબ્ધ હોય. જેમકે ખજૂર, ગોળ, દ્રાક્ષ, કેરી, શેરડીનો રસ, મધ. આ બધી વસ્તુઓ લઈ શકાય છે પણ થોડી થોડી. મધ પણ સીધું મધપૂડામાંથી હોય તે જ લઈ શકાય રિફાઇન્ડ મધનો ઉપયોગ કરવો નહીં. આ બધી વસ્તુઓમાં ફ્રુકટોઝ હોય છે જે લોહીમાં ભળતા નથી. એવી ગળી વસ્તુ ખાવાથી બચવું જે રિફાઇન્ડ સુગરથી બને છે જેમકે મીઠાઈ અને પેકીંગ ફૂડ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ