ઢીંચણમાં થાય છે સતત દુખાવો, તો આજથી જ ફોલો કરો આ ટિપ્સ

ઢીંચણનો દુખાવો અને તેના લક્ષણો ઉપરાંત આ દુખાવાના ઘરગથ્થુ ઉપચાર વિશે જાણીએ…

ઢીંચણએ શરીરનું મહત્વનું અંગ છે. આ ઢીંચણમાં સંવેદના ઉતપન્ન કરતા સ્નાયુઓ પીઠના નીચેના ભાગમાંથી પસાર થાય છે. આ નસ જ નિતંબ, ઘૂંટી અને પગને સંવેદન પ્રદાન કરે છે. આ પરિસ્થિતિમાં જો ક્યારેક ઊંડી ઈજા થઈ હોય ને તેનો યોગ્ય ઉપચાર કરવામાં ના આવે તો ભવિષ્યમાં ઢીંચણમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે.

image source

આ પીડાને સંદર્ભ પીડા તરીકે શરીરના બાહ્ય ભાગ પર જોવા મળે છે. ઢીંચણની પીડા સીધી ઘૂંટણમાંથી ઉત્તપન્ન થાય છે કે પછી ઘૂંટી, નિતંબ કે પીઠના નીચલા ભાગમાં રેફર થઈને પણ આવી શકે છે.

ઢીંચણમાં પીડાના આ બધા સ્ત્રોત ઢીંચણના સાંધાથી જોડાયેલી હોય છે. સામાન્ય રીતે ઢીંચણની પીડા અચાનક શરૂ થાય છે કે પછી લાંબા સમય શરૂ થાય છે. અચાનક શરૂ થતી તીવ્ર પીડા કોઈ ઊંડી ઇજા કે ચેપને કારણે પણ થઈ શકે છે. જ્યારે ક્રમિક પીડા સામાન્ય રીતે આંતરિક ઈજા કે આર્થરાઈટીસ જેવા કે ઇફલેમેનેશનનું કારણ હોય છે. તે ઉપરાંત આમ બનવાનું કારણ ચેપ પણ હોય શકે છે. સતત ઢીંચણમાં પીડા થવાના કારણો નીચે મુજબના હોઈ શકે છે.:

image source

-ઓસ્ટીયો આર્થરાઈટીસ:

તે ઢીંચણના નરમ હાડકાંના ડિજનરેશનનું કારણ પણ હોઈ શકે છે. આ પરિસ્થિતિમાં હાડકા પોતાની ચરમ અવસ્થા પર હોય છે ત્યારે એકબીજા સાથે ઘસાવા લાગે છે. નવા હાડકા બનવાથી પણ તકલીફમાં વધારો થઈ શકે છે.

– લક્ષણો:

image source

કોઈપણ કામ કરતી વખતે સતત અને સ્થાયીરૂપે તીવ્ર પીડાની ફરિયાદ. વધારે બેસી રહેવાથી નરમ હાડકામાં પણ કઠોરતાનો અનુભવ થાય છે.

-રુમેટોઇડ આર્થરાઇટીસ:

આ બીમારી આખા શરીર સાથે જોડાયેલી છે. આ બીમારી શરીરના કેટલાક સાંધા અને ઢીંચણને ખાસ અસર પહોંચાડે છે. આ એક વારસાગત રોગ છે.

-લક્ષણ:

image source

આ રોગથી શરીરમાં ખાસ કરીને ઢીંચણ જકડાવાની સાથે જ તીવ્ર પીડાનો પણ અનુભવ થાય છે. તેમજ ઢીંચણને સ્પર્શ કરવાથી ગરમાવો કે બળતરા અનુભવ થાય છે.

– ક્રિસ્ટલાઈન આર્થરાઈટીસ:

ખુરજી(એક સાંધાનો રોગ છે.) અથવા તો અન્ય નામને ભળતું સ્વરૂપ છે. ખૂબ વધારે થતી પીડા એ પણ આર્થરાઈટીસનું એક સ્વરૂપ છે. જે અન્ય સાંધામાં કે ઢીંચણમાં બનતા ક્રિસ્ટલ્સના કારણે થાય છે.

– લક્ષણ:

આ પ્રકારના આર્થરાઈટીસમાં ઢીંચણમાં તીવ્ર દુખાવો અને બળતરા થાય છે. એવું લાગ્યા કરે કે ઢીંચણે કામ કરવાનું જ બંધ કરી દીધું હોય.

image source

-બર્સાઇટિસ આર્થરાઈટીસ:બર્સાઇટિસ આર્થરાઈટીસમાં ટ્રોમા, ચેપ કે ક્રિસ્ટલ જમા થવાના કારણે ઢીંચણના જુદા જુદા બર્સાઇઝમાં સોજો આવે છે. ઢીંચણના બળે પ્રીપરટેલર બર્સાઇટિસ વધુ કામ કરે છે. તેમજ મોટાભાગે એનસરાઇન

બર્સાઇટિસ જાડાપણું ધરાવતી મહિલાઓમાં વધુ જોવા મળે છે.

-લક્ષણ:

આ રોગમાં અચાનક કે સતત આઘાત થવાના કારણે આપને ઢીંચણમાં તીવ્ર પીડા થાય છે. તેમજ સોજો રહ્યા કરે છે.

image source

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અહેવાલ મુજબ ૬ માંથી ૧ ભારતીય વ્યક્તિ જ્યારે ૩માંથી ૧ ભારતીય કુટુંબ આર્થરાઈટીસથી પીડિત છે. એટલે કે ભારતમાં લગભગ ૧૫ થી ૧૭% ભારતીયો આર્થરાઈટીસના ઢીંચણના દુખાવાથી પીડાઈ રહ્યા છે. આર્થરાઈટીસથી થતા ઢીંચણના દુખાવામાં રાહત આપતા ઘરગથ્થુ ઉપચાર પણ જણાવવામાં આવેલ છે.

-હળદર:

image source

હળદરમાં રહેલ એન્ટી-ઇન્ફેલમેન્ટ્રી પ્રોપર્ટી ઓસ્ટીયો અને રુમેટાઇડ આર્થરાઈટીસ ઠીક કરવામાં હળદર ખૂબ ઉપયોગી બને છે. હળદરમાં રહેલ સર્ક્યુમિન એન્ટી-ઓક્સિડન્ટ સોજામાં વધારો કરતા એન્જાઇમ લેવલને ઘટાડે છે.

-આદુ:

image source

માંસપેશીઓ તેમજ સાંધાના દુખાવામાં આદું એક ઉત્તમ પ્રાકૃતિક ઉપચાર છે. એક સર્વે મુજબ ઓસ્ટીયોઆર્થરાઈટીસના દર્દીઓને આદુના સેવનથી ઢીંચણના દુખાવામાં ફાયદો મળે છે.

-સિંધાલૂણ:

image source

સિંધાલૂણમાં રહેલ મેગ્નેશિયમ સલ્ફેટ એક આશ્ચર્યજનક પદાર્થ છે. મિનરલ, મેગ્નેશિયમ સલ્ફેટનો પ્રયોગ પીડા દૂર કરવા માટેનો વર્ષો જૂનો ઉપાય છે. સિંધાલૂણમાં મેગ્નેશિયમનું પ્રમાણ વધુ હોવાથી આર્થરાઈટીસના ઢીંચણના દુખાવાને દૂર કરવા માટે મદદ રૂપ થાય છે.

-એપલ સાઈડર વિનેગર:

image source

અલ્કાલાઈજિંગ ઇફેક્ટને કારણે જોઈન્ટ પેઈન માટે જવાબદાર ટોક્સિન, સાંધા અને તેને સંબંધિત ટીશ્યુને ઓછા કરે છે. એપલ સાઈડર વિનેગરમાં રહેલ મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા તત્વો આર્થરાઈટીસના દુખાવામાં રાહત આપે છે.

-લસણ:

image source

સલ્ફર તેમજ સેલેનિયમનું પ્રમાણ લસણમાં હોવાથી ખુરજી અને આર્થરાઈટીસના દર્દીઓ માટે કુદરતી ઉપચાર છે. એક અભ્યાસ મુજબ લસણના સેલેનિયમમાં એન્ટી રુમેટિક પ્રોપર્ટી હોય છે. જે સાંધાના દુખાવાને અને સોજાને ઓછા કરે છે.

-દ્રાક્ષનો રસ:

image source

દ્રાક્ષના રસમાં સેલ્યુબલ કાર્બોહાઇડ્રેટ હોય છે. જે આર્થરાઈટીસની તકલીફને ઓછી કરે છે. દ્રાક્ષનો રસ સાંધા અને આર્થરાઈટીસથી થતી પીડામાં રાહત પહોંચાડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ