બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની કારને નડ્યો અકસ્માત, ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં

જાવેદ અખ્તર અને શબાના આઝમીની ગાડી ટ્રક સાથે અથડાઈ. અખ્તર બચી ગયા અને શબાનાને હોસ્પિટલમાં દાખલ કર્યા.

image source

બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમી માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની કાર ખલાપુર ટોલ પ્લાઝા નજીક મુંબઇ-પુણે એક્સપ્રેસ વે પર ટ્રક સાથે ટકરાઈ હતી.

જે બાદ આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં શબાના આઝમીને ઘણી હાલાકી ભોગવવી પડી હતી, ત્યારબાદ તેને તાત્કાલિક એમજીએમ હોસ્પિટલ પનવેલમાં દાખલ કરવામાં આવી છે.

image source

શબાના આઝમીની સાથે તેના ડ્રાઇવરને પણ ઘણી ઈજાઓ પહોંચી છે. આ અકસ્માતમાં શબાના આઝમીનો હાથ અને ચહેરો ખરાબ રીતે ઘાયલ થયા છે. જોકે શબના આઝમી તેના પતિ અને ગીતકાર જાવેદ અખ્તર સાથે કારમાં હાજર હતી, પરંતુ તેને ઇજા પહોંચી નથી.

17 જાન્યુઆરીએ જાવેદ અખ્તરનો જન્મદિવસ હતો. મળતી માહિતી મુજબ જાવેદ અખ્તરના 75 માં જન્મદિવસ નિમિત્તે બાંદ્રામાં બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટી બાદ શબાના અને જાવેદ બંને તેમના ખંડાલા ઘરે પરત ફરી રહ્યા હતા. પરંતુ વચ્ચે તે માર્ગ અકસ્માતનો શિકાર બન્યા.

image source

શનિવારે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલી અભિનેત્રી શબાના આઝમીના ડ્રાઈવર સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ ફરિયાદ ટ્રક ડ્રાઈવર દ્વારા કરવામાં આવી છે જેની સાથે શબાના આઝમીની કાર ટકરાઈ હતી. ફરિયાદમાં જણાવાયું છે કે અભિનેત્રીનો ડ્રાઈવર ખૂબ જ ઝડપથી કાર ચલાવતો હતો.

રાયગઢના પોલીસ અધિક્ષક અનિલ પરાસ્કરે જણાવ્યું કે, અકસ્માત મુંબઈથી 60 કિલોમીટર દૂર ખલાપુર નજીક બપોરે 3:30 વાગ્યે થયો હતો. આઝમીની કાર ટ્રક સાથે ટકરાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ ઉડી ગયો હતો અને ટ્રકનો પાછળનો ભાગ પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.

image source

મહારાષ્ટ્રના ખલાપુરમાં શબાના આઝમીના ડ્રાઈવર અમલેશ કામત સામે એફઆઈઆર નોંધાઈ છે. ટ્રકના ડ્રાઇવરે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે શબાના આઝમીનો ડ્રાઈવર ગાડી ઝડપી ચલાવી રહ્યો હતો. પુણે-મુંબઇ એક્સપ્રેસ વે પર કારએ ટ્રકને ટક્કર મારી હતી.

માર્ગ અકસ્માતમાં શબાના આઝમી ઘાયલ થયાના સમાચારને કારણે આખા બોલીવુડમાં શોકનું મોજુ છે. લોકોને ખબર પડતાં જ તેઓ શબાનાના ખબર પૂછવા કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે.

image source

શબાના આઝમીને પહેલા એમજીએમ હોસ્પિટલ પનવેલમાં દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ તેને મુંબઇની કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

અકસ્માત દરમિયાન જાવેદ અખ્તર પણ હાજર હતો પરંતુ તે બીજી કારમાં બેઠો હતો. જાવેદ સંપૂર્ણ સલામત છે અને શબાનાને જોવા હોસ્પિટલ પહોંચ્યો છે.અભિનેતા અનિલ કપૂર પણ શબનાની ખબર પૂછવા કોકિલાબેન હોસ્પિટલની અંદર જતા જોવા મળ્યા હતા.

image source

જાવેદ અખ્તરનો પુત્ર ફરહાન અખ્તર પણ આ સમાચારથી ખૂબ જ ચિંતિત છે. તેઓ પણ શબાના એડમિશન બાદ કોકિલાબેન હોસ્પિટલ પહોંચ્યા છે.

દેશના મોટા ઉદ્યોગપતિ અનિલ અંબાણી શબાનાના દુર્ઘટનાના સમાચારની જાણ થતાં હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

image source

ફિલ્મ અભિનેત્રી તબ્બૂ આ દરમિયાન કોકિલાબેન હોસ્પિટલની અંદર જતા જોવા મળી હતી. ધીરે ધીરે, ફિલ્મ જગત સાથે સંકળાયેલા સેલેબ્સ કાર લઈ હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે. શબાનાની હાલત સ્થિર છે અને તેના નાકમાં ઇજા થઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ