આ 5 બોલિવૂડ ફિલ્મોની છે રસપ્રદ વાત, જાણશો તો સો ટકા લાગશે નવાઇ

જો તમે બોલીવૂડના દીવાના છો તો તમને ફિલ્મો વિષેની આ રસપ્રદ વાતોની જાણ તો હોવી જ જોઈએ

ફિલ્મી રસિયાઓને માત્ર ફિલ્મો જોવામાં જ રસ નથી હોતો પણ તેની સાથે જોડાયેલી તેમજ તેના સ્ટાર્સ સાથે જોડાયેલી અવનવી વાતોમાં પણ તેટલો જ રસ હોય છે. અને જો તેમની ગમતી ફિલ્મ સાથે કોઈ વાત જોડાયેલી હોય તો તો તેઓ તેમાં ખાસ રસ દાખવે છે.

ફિલ્મો બનાવતી વખતે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. જેમ કે સેટની ડીઝાઈન, વસ્ત્રોની ડીઝાઈન, લોકેશનની પસંદગી વિગેરે વિગેરે આ બધાનું ગણતરીપૂર્વક આયોજન કરવામાં આવે છે. ફિલ્મ જોતી વખતે આપણને તે સિન પાછળ કેટલી મહેનત કરવામાં આવી હશે તેનો અંદાજો નથી આવતો.

image source

અને માટે જ ઘણીવાર ફિલ્મના પ્રોડ્યુસર્સ ફિલ્મના મેકિંગની એક અલગ વિડિયો પણ તૈયાર કરે છે જેના દ્વારા તેઓ ફેન્સને બતાવી શકે કે તેમની ફિલ્મ કેવી રીતે બની હતી, કોઈ સીન કેવી રીતે બન્યો હતો, ફલાણું સોંગ કેવી રીતે બન્યું હતું.

જે લોકોને આવી જીણી જીણી વિગતોમાં રસ હશે અથવા તો પરદા પાછળ પણ શું ચાલી રહ્યું હોય છે તે જાણવાની ઉત્સુકતા રહેતી હશે તેમના મટે આજની આ પોસ્ટ ઘણી રસપ્રદ સાબિત થશે.

image source

તો ચાલો જાણીએ ફિલ્મો સાથે જોડાયેલી કેટલીક અજાણી પણ રસપ્રદ વાતો

લગાન ફિલ્મમાં સૌથી વધારે બ્રીટીશ કલાકારોને લેવામાં આવ્યા હતા

આમિર ખાન દ્વારા નિર્માણ પામેલી લગાન ફિલ્મ આજે પણ લોકોને જોવી ખુબ પસંદ છે. હીન્દી ફિલ્મની ઉત્તમ ફિલ્મોમાં તેની ગણતરી કરવાં આવે છે. આ ફિલ્મમાં દુકાળ ગ્રસ્ત દુઃખીયારા ખેડૂતો અને બ્રીટીશરાજના અધિકારીઓ વચ્ચે મહેસુલ માફ કરાવવા માટે ક્રીકેટ રમવાની શરત લાગે છે.

અને આવા સંજોગમાં ફિલ્મમાં અસંખ્ય બ્રીટીશ કલાકારો તો લેવા જ પડે તેમ હતાં કારણ કે ફિલ્મને ઓરિજનલ બનાવવા માટે તમે માત્ર ભૂરા વાળ અને માંજરી આંખો પહેરાવીને તમે બ્રીટીશ પ્રભાવ તો ઉભો ન જ કરી શકો.

image source

અને માટે જ લગાન એ ભારતીય ફિલ્મ ઇતિહાસની એક માત્ર એવી ફિલ્મ છે જેમાં સૌથી વધારે બ્રીટીશ કાલાકારોને લેવામાં આવ્યા હતા.

અભિષેક બચ્ચને કભી ખુશી કભી ગમમાં કેમિયો કર્યો હતો

તમે ઘણી બધી વાર કભી ખુશી કભી ગમ ફિલ્મ જોઈ હશે પણ શું તમે તેમાં ક્યારેય અભિષેક બચ્ચનને નોટીસ કર્યો છે ખરો ? જો કે હાલ તો આ સીનને ફિલ્મમાંથી ડીલીટ કરવામાં આવ્યો છે. પણ આ ફિલ્મના એક દ્રશ્યમાં પૂ (કરિના કપૂર)ને અભિષેક સમય પુછ તો બતાવવામાં આવ્યો છે. કરન જોહરે આ સીન બચ્ચનની રીક્વેસ્ટથી પાછળથી ડીલીટ કરી દીધો હતો.

image source

કરણ જોહર પોતાની ફિલ્મોમાં કાજોલને પણ અવારનવાર કેમિયો રોલ આપે છે. જો તમને યાદ હોય તો તે કભી અલવિદા ના કહેનાના એક સોંગમાં પણ કાજોલ જોવા મળી હતી તો વળી સ્ટુડન્ટ ઓફ ધી યરમાં પણ જોવા મળી હતી.

કરીના કપૂરે હીરોઈન ફિલ્મમાં 130 આઉટફીટ પહેર્યા હતા

આ ફિલ્મમાં કરીના કપૂરે એક હીરોઈનનું પાત્ર ભજવ્યું છે જેણીના અંગત જીવન તેમજ પ્રોફેશનલ જીવનમાં ચડતી પડતી આવે છે. આ ફિલ્મમાં કરીનાના પાત્ર માટે કોશ્ચ્યુમ ડિઝાઈનરે ઘણી મહેનત કરી છે.

image source

આ ફિલ્મમાં કરીનાના વસ્ત્રોને બોલીવૂડના ખ્યાતનામ ડીઝાઈનર્સે ડીઝાઇન કર્યા હતા.તમને જાણીને નવાઈ લાગશે કે આ ફિલ્મમાં કરીનાએ 130 આઉટફીટ પહેર્યા છે. અને તેણીના લૂકને એક એક ફ્રેમમાં પર્ફેક્ટ દેખાડવા માટે પુષ્કળ મહેનત કરવામાં આવી હતી.

મુઘલ એ આઝમ ફિલ્મને ત્રણ ભાષામાં શૂટ કરવામાં આવી હતી

તમને જાણીને આશ્ચર્ય થશે પણ દીલીપ કુમાર અને મધુબાલા અભિનિત ફિલ્મ મુઘલ એ આઝમના દરેક સીનને ત્રણ-ત્રણ વાર શૂટ કરવામાં આવ્યું હતું કારણ કે તે ફિલ્મને ત્રણ ભાષાઓ હીન્દી – ઇંગ્લીશ અને તમીલમાં રિલિઝ કરવામાં આવનાર હતી.

image source

જો કે જ્યારે આ ફિલ્મનું તમિલ વર્ઝન રજૂ કરવામાં આવ્યું તે સમયે તે બોક્સ ઓફિસ પર સફળ નહોતું રહી શક્યું. અને માટે તેના ઇંગ્લીશ વર્ઝનને પણ રિલિઝ કરવામાં નહોતું આવ્યું. જો કે તેના હિન્દી વર્ઝને બોક્ષ ઓફિસ પર ટંકશાળ પાડી દીધી હતી.

ઇરાફાન ખાન અને નવાઝુદ્દિન સિદ્દીકીએ ધ લંચબોક્ષ ફિલ્મમાં કાચુ બફાયેલું ભોજન ખાધું હતું

ધ લન્ચબોક્ષ ફિલ્મ બોલીવૂડની અત્યંત સુંદર ફિલ્મ ગણવામાં આવે છે, આ ફિલ્મને ક્લાસિક પણ ગણવામાં આવે છે. આ ફિલ્મમાં 60 વર્ષના આધેડ પુરુષ અને યુવાન ગૃહિણીના સંબંધને દર્શાવવામાં આવ્યો છે જે ભૂલથી બદલાઈ ગયેલા લંચબોક્ષના કારણે બંધાયો હતો.

image source

ઇરફાન ખાનનો અભિનય આ ફિલ્મમાં અફલાતુન હતો. તે જે રીતે રસપૂર્વક ભોજન ખાતો જોવા મળ્યો છે તે જોતાં તે ખરેખર કોઈ સ્વાદિષ્ટ ભોજન ખાતો હોય તેવું લાગે છે પણ વાસ્તવમાં તે તે સમયે કાચુ રાંધેલુ ભોજન ખાતો હતો, કારણ કે સંપૂર્ણ પણે રંધાયેલુ ભોજન સ્ક્રીન પર આકર્ષક નોહતું દેખાતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ