એન્ડ્રોઇડ સિક્યોરિટી પેચ તમારા મોબાઇલને રાખે છે આ રીતે સુરક્ષિત, જાણવુ તમારા માટે છે ખૂબ જ જરૂરી

એન્ડ્રોઇડ સિક્યોરિટી પેચ શું હોય છે? કઈ રીતે કામ કરે છે? અને કઈ રીતે તમારા ફોનને સુરક્ષિત રાખે છે?

image source

ઘણી વાર આપણે સ્માર્ટફોનની સુરક્ષાની ઉપેક્ષા કરતા હોઈએ છીએ. આ એક હેલ્મેટના જેમ હોય છે, આપણને તેના મહત્વ વિષે ત્યાં સુધી ખબર નથી પડતી કે જ્યાં સુધી આપણી જોડે કોઈ દુર્ઘટના નથી ઘટી જતી.

બિલકુલ એ જ રીતે, આપના સ્માર્ટફોનની સુરક્ષા પણ જરૂરી છે જેથી કરીને આપના સ્માર્ટફોનને હેકર્સ અથવા વાયરસ થી બચાવી શકાય.

જો આપના ફોનમાં કોઈ બગ હોય તો માલવેર જેવા વાયરસ આપના સ્માર્ટફોન પર જલ્દી હુમલો કરી શકે છે. તેવા સમયમાં સિક્યોરિટી પેચ આપના ડેટા ને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

image source

તેથી, દુર્ઘટના ઘટવાની રાહ ન જોવો અને આપના સ્માર્ટફોનને તુરંત જ સિક્યોરિટી પેચનું હેલ્મેટ પહેરાવો. પરંતુ આ સિક્યોરિટી પેચ હોય છે શું? આ આર્ટિકલમાં અમે આપને જણાવશું સિક્યોરિટી પેચ વિષે!

એન્ડ્રોઇડ સિક્યોરિટી પેચનું લેવલ

પેચ એક પ્રકારનું Snippet of code હોય છે જેનો હેતુ આપના સ્માર્ટફોનમાં પહેલાથી જ હાજર સોફ્ટવેરમાં સુધારો કરવો અને બગ્સને ફિક્સ કરવાનો હોય છે.

image source

એજ રીતે સિક્યોરિટી પેચ એક એવો કોડ છે જે આપના ડિવાઇસની સુરક્ષાને મજબૂત બનાવે છે અને સાથે – સાથે આપના સ્માર્ટફોનના સિસ્ટમમાં રહેલી ખામીઓને દૂર કરે છે.

જેથી કોઈ પણ પ્રકારની હેકિંગ, વાયરસ કે માલવેરથી ફોન સુરક્ષિત રહે.

એન્ડ્રોઇડ સિક્યોરિટી પેચમાં કોઈ ફિક્સ લેવલ નથી હોતું પરંતુ તમારે લેટેસ્ટ એન્ડ્રોઇડ સિક્યોરિટી પેચના લેવલને ચેક કરતા રહેવું પડે છે.

આપ એન્ડ્રોઇડ ડિવાઇસ અથવા પોતાના એન્ડ્રોઇડ ડિવાઇસની સેટિંગ્સમાં જઈને પેચને ચેક કરી શકો છો.

image source

ઉદાહરણ માટે – શાઓમી કંપનીએ પોતાના રેડમી નોટ ૫ પ્રો માં નવેમ્બર એન્ડ્રોઇડ સિક્યોરિટી પેચના નામથી અપડેટ બહાર પાડ્યું છે જેનું વર્જન નમ્બર MIUI ૧૧.૦.૩.૦ PEIMIXM છે.

શું કરે છે સિક્યોરિટી પેચ?

૧) તે આપના ફોનમાં રહેલા ઓપરેટિંગ સિસ્ટમ જુના કર્નલ્સના બગ્સને ફિક્સ કરે છે.

૨) તે આપના ડિવાઇસને હેકિંગઃપ્રુફ બનાવે છે. જેથી કરીને કોઈ પણ હેકર આપના ફોનને એક્સેસ ના કરી શકે.

image source

૩) ફોનના એકઝીસ્ટીંગ ઓપરેશન સિસ્ટમમાં સુધારો કરે છે.

૪) ફોનની સ્પીડ વધારવામાં મદદરૂપ બને છે.

૫) ફોનની પરફોર્મન્સમાં સુધારો કરે છે.

6) ફોનમાં રહેલા સિક્યોરિટી સિસ્ટમમાં સુધારો કરવામાં મદદ કરે છે.

૭) ફોનને વાયરસથી બચાવે છે.

૮) ક્યારેક – ક્યારેક નવા ફીચર્સ પણ મળતા હોય છે.

image source

કોઈ પણ ડેવલોપર કે હેકર સ્માર્ટફોનમાં એવું લુપહોલ શોધી લેતા હોય છે જેના કારણે આપની અંગત જાણકારી ચોરી શકાય અથવા તો તેના કારણે આપણું બેન્ક એકાઉન્ટ પણ ખાલી કરી શકાય છે.

તેવામાં આ પ્રકારના સિક્યોરિટીની ખુબ જ જરૂરત પડે છે જેથી કરીને આપનો ફોન અને તેમાં રહેલો દેતા સુરક્ષિત રહે!!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ