જાણો શાંતિદૂત ગણાતા કબૂતર કઇ જીવલેણ બીમારીઓ ફેલાવવામાં ભજવે છે મહત્વનો ભાગ

પ્રેમ અને શાંતિના પ્રતિક ગણાતા કબૂતરને લોકો ચણ આપવા ઉપરાંત તેને પાળતાં પણ હોય છે.

image source

ઘરમાં કબૂતર રાખવાથી ઘરમાં શાંતિ વધે છે તેવું માનતા લોકો જાણતા નથી હોતા કે તેઓ અજાણતાં બીમારીઓને આમંત્રણ આપી રહ્યા છે.

કબૂતર શાંત પક્ષી છે પરંતુ તે જીવનું જોખમ પણ ઊભું કરી શકે છે.

ઘણી જગ્યાએ તમે જોયું હશે કે નાના નાના બાળકો પણ કબૂતરોને ચણ નાખવા ઉપરાં તેમની સાથે રમતા હોય છે.

image source

જ્યાં કબૂતર મોટી સંખ્યાં હોય છે ત્યાં તેની ચરક પણ હોય છે. આ ચરક જ્યારે સુકાઈ જાય છે ત્યારે તે માણસ માટે જોખમી બની જાય છે.

તાજેતરમાં જ દિલ્હીના હોસ્પિટલમાં કબૂતરની ચરકથી થતી બીમારીના 300થી વધારે કેસ નોંધાયા છે.

આ બીમારીને એક્યૂટ હાઈપર સેંસિટિવિટી ન્યૂમોનાઈટિસ તરીકે ઓળખવામાં આવે છે. આ બીમારીના કારણે એક મહિલાનું મોત પણ નીપજ્યું છે.

ફેંફસાની બીમારીનું જોખમ

image source

દિલ્હીના શાલીમાર બાગમાં રહેતા સેવાનિવૃત્ત આચાર્ય સુંદર સ્વરૂપ સિંઘલએ જણાવ્યાનુસાર તેમની પત્ની છેલ્લા એક વર્ષથી બીમારીથી ગ્રસ્ત હતા.

અનેક હોસ્પિટલોમાં ગયા અને સારવાર પણ કરાવી પરંતુ તે બચી શકી નહીં. બીમારી થયા બાદ જ્યારે તે હોસ્પિટલમાં ચેકઅપ માટે ગઈ ત્યારે ડોક્ટરોએ જણાવ્યું કે તેના ઘર કે આસપાસમાં કબૂતર હોવાથી આ બીમારી થઈ છે.

image source

નિષ્ણાંતોના જણાવ્યાનુસાર કબૂતરની ચરકથી થતાં સંક્રમણના કારણે ફેફસાને નુકસાન થાય છે. જો કે આ ચરક માત્ર ફેફસા માટે જ નહીં પરંતુ અન્ય ગંભીર બીમારી માટે પણ જવાબદાર હોય છે. એટલે કે જો તમારા ઘરમાં પણ કબૂતરોનો વસવાટ હોય તો તમે પણ આ બીમારીથી બીમાર થઈ શકો છો.

એઈમ્સના ડોક્ટરના જણાવ્યાનુસાર કબૂતરની ચરક સુકાઈ જાય ત્યારબાદ તેમાં બેક્ટેરિયા ઝડપથી ફેલાઈ જાય છે. જે શ્વાસ વડે શરીરની અંદર જાય છે અને માણસના ફેફસાને પ્રભાવિત કરે છે.

image source

આ બીમારીની સારવાર સમયસર કરવામાં ન આવે તો વ્યક્તિને હાર્ટ એટેક આવી શકે છે અને જો સ્થિતિ ગંભીર હોય તો દર્દીને બચાવવો મુશ્કેલ થઈ જાય છે.

બીમારીના લક્ષણ

– નબળાઈ

– સૂખી ઉધરસ

– હળવો તાવ

– પેટમાં દુખાવો

– સ્નાયૂમાં દુખાવો

image source

કબૂતરની ચરકના કારણે એક, બે નહીં પરંતુ 60 જેટલા રોગ થઈ શકે છે. કારણ કે કબૂતરની ચરકમાં સાલમોનેલા નામના બેક્ટેરિયા હોય છે.

ડાયેરિયા માટે જવાબદાર બેક્ટેરિયા ઈકોલી પણ કબૂતરની ચરકથી ફેલાય છે. આ ઉપરાંત મેનિન્જાઈટિસ જેવી ઘાતક બીમારી માટે જવાબદાર વાઈરસ પણ કબૂતરની ચરકથી ફેલાય છે.

બીમારીની સારવાર

image source

જ્યારે જાણ થાય તે બીમારીનું કારણ બેક્ટેરિયા છે તો સૌથી પહેલા કબૂતરથી દૂર રહેવાનું રાખો. આ ઉપરાંત એન્ટિએલર્જીન દવાઓ લો અને રોગપ્રતિકારક શક્તિ નબળી ન પડે તે માટે તકેદારી રાખો.

જો કે આ બેક્ટેરિયા માત્ર નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને નડે છે તેવું નથી. પરંતુ આ બેક્ટેરિયાથી રોગ કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. તેથી સાવધાન રહેવું જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ