મેક અપમાં વપરાતી આ વસ્તુથી ફેસ પર થવા લાગે છે ખીલ, જે તમને નહિં ખબર હોય

મેકઅપના સાધનમાં વપરાતી આ સામગ્રી તમારી ખીલની સમસ્યાને વધારી શકે છે

આજે મેકઅપ

જો તમારા ચહેરા પર સતત ખીલ થયા કરતા હોય તો તમારે આ મેકઅપના સામાનમાં વપરાતી આ પાંચ સામગ્રીને કહી દેવું જોઈએ ટાટા-બાયબાય કારણ કે મેકઅપમાં વપરાતી આ જ સામગ્રી તમારા ચહેરાની ત્વચાના છીદ્રોને ગંદકીથી ભરી શકે છે અને તેના કારણે તમારી ખીલની સમસ્યા વણસી શકે છે.

image source

જો તમારી ત્વચા અત્યંત સંવેદનશીલ છે અથવા તો તમારા ચહેરા પર વારંવાર ખીલ તેમજ ફોલ્લીઓ થતી રહેતી હોય તો તમને કદાચ ખ્યાલ હશે કે જ્યારે જ્યારે તમે કોઈક ચોક્કસ પ્રકારની મેકઅપ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હશે ત્યારે તમારી આ સમસ્યાઓ વધારે ખરાબ થઈ હશે.

ઘણીવાર તમારી સાથે એવું બન્યું હશે કે કેટલાક કલાકો મેકઅપના લેયર નીચે રહ્યા બાદ તમારી ત્વચા બ્રેકઆઉટ થવા લાગી હશે અથવા ચહેરા પરના ખીલ ફુંટવા લાગ્યા હોય.

image source

તો તમને જણાવી દઈએ કે આ બધું મેકઅપ બનાવતી વખતે જે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે તેનાથી થાય છે.

કેટલીક ઉચ્ચી ગુણવત્તાના મેકઅપ ઉત્પાદકો આ પ્રકારની સામગ્રીથી દૂર રહે છે પણ તેમ છતાં કેટલાક પોતાનો ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે તેનો ઉપયોગ કરે છે.

માટે જ તમે જ્યારે જ્યારે તમારી માટે મેકઅપનો કોઈ પણ સામાન લો ત્યારે ત્યારે તમારે તેના રેપર કે બોક્ષ પર લખવામાં આવેલી સામગ્રીના લીસ્ટને વાંચવું જોઈએ.

image source

મેકઅપના સામાનમાં લેનોલીન, ફ્રેગ્રન્સીસ, પેટ્રોકેમિકલ્સ, સિલિકોન, અને ઓઇલ્સનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જે તમારી ખીલની સમસ્યા ઓર વધારે ખરાબ બનાવી શકે છે. તો ચાલો જાણીએ વિગતે કે કઈ કઈ સામગ્રી તમને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે.

ઓઇલ્સ

image source

 

જ્યારે મેકઅપ પ્રોડક્ટની વાત હોય ત્યારે તમારે એ વાત ખાસ ધ્યાનમાં લેવી કે તેમાં કોઈ પણ પ્રકારના તેલનો ઉપયોગ ન થયેલો હોવો જોઈએ, તે પછી ઓલિવ ઓઇલ હોય, બદામનું તેલ હોય કે પછી કોપરેલ તેલ હોય.

મેકઅપના સામાનમાં જો તેલનો ઉપયોગ થયો હશે તો તમારી ખીલની સમસ્યા વધારે વણસે છે, માટે ક્યારેય ઓઇલ બેઝ્ડ પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરવો જોઈએ.

લેનોલીન

image source

ઉપર જણાવ્યું તે પ્રમાણે તમારે મેકઅપનો સામાન ખરીદતા પહેલાં તેનું રેપર વાંચી લેવું કે તેમાં આ ઉપર જણાવેલી સામગ્રી ન હોય તેમાં લેનોલીનનો પણ સમાવેશ થાય છે.

લેનોલીન એક એવી સામગ્રી છે જેને મોટા ભાગની બધી જ એવરેજ મેકઅપ પ્રોડક્ટ્સમાં વાપરવામાં આવે છે. પણ લોકોને તેની આડઅસરની ખબર નથી હોતી માટે તેઓ તેના પર ધ્યાન પણ નથી આપતા.

image source

જો તમને ખબર ન હોય તો જણાવી દઈએ કે આ લેનોલીન એ ઘેંટાની ચામડીનું તેલ છે.

મેકઅપના સામાનમાં વપરાતી આ સમગ્રી હાઈલી કોમેડોજેનિક હોય છે તેનાથી ચહેરાની ત્વચા પર બ્રેકઆઉટ્સ થઈ શકે છે.

સિલિકોન

image source

સિલિકોનનો સૌથી વધારે ઉપયોગ મેકઅપ પ્રાઇમર્સમાં થાય છે કારણ કે તે ત્વચા પર એક સ્મુધ અને વોટર-પ્રુફ ટેક્સ્ચર ઉમેરે છે. ઘણા લોકોને એ નથી ખબર કે સિલિકોન આધારીત ઉત્પાદનો તમારી ત્વચાના છીદ્રોને ક્લોગ કરે છે. તમારે સિલિકોન બેઝ્ડ ઉત્પાદનો વાપરવાની જગ્યાએ વોટર બેઝ્ડ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ.

પેટ્રોકેમિકલ્સ

પેટ્રોકેમિકલ્સ એટલે કે એવા કેમિકલ ઉત્પાદનો કે જેને પેટ્રોલિયમને રીફાઈન્ડ કર્યા બાદ મેળવવામાં આવ્યા હોય.

image source

પણ તેનો ઉલ્લેખ જે તે મેકઅપના સામાનના પેકેટ પર પેટ્રોકેમિકલ તરીકે નથી થતો, પણ તેના રેપર પર તેને પેરાફિન વેક્સ, મિનરલ ઓઇલ, કે પછી પેટ્રોલેટમ તરીકે દર્શાવવામાં આવે છે.

આ કેમિકલનો ઉપયોગ જે તે મેકઅપ ઉત્પાદનોની આવરદા વધારવા માટે કરવામાં આવે છે પણ તે તમારી ત્વચાના છીદ્રોમાં ગંદકી પણ ઉત્પન્ન કરે છે અને તેના કારણે જો તમારી ત્વચા પર વારંવાર ખીલ તેમજ ફોલ્લી થવાની સમસ્યા રહેલી હોય તો તે સ્થિતિને ઓર વધારે ખરાબ કરે છે.

ફ્રેગ્રેન્સીસ (સુગંધ ધરાવતો મેકઅપ)

image source

આજે તમે કોઈ પણ મેકઅપનો સામાન લેશો તેમાં તેની એક સ્પેશિયલ સુગંધ પણ ઉમેરવામાં આવી હશે. મોટે ભાગે આ સુગંધ કૃત્રિમ હોય છે એટલે કે તેને ઉમેરવામાં આવી હોય છે.

આ સુગંધમાં ખાસ કરીને બેન્ઝલડેહાઇડને તો તમારે ખાસ કરીને અવોઈડ કરવાની છે. તેનાથી ત્વચાને નુકસાન પહોંચે છે, ત્વચા પરના છીદ્રોમાં ગંદકી ભરાય છે અને તેના કારણે ખીલની સમસ્યા વણસે છે અને ત્વચા પરના બ્રેકાઉટ્સ પણ વધે છે.

image source

જો તમારી ત્વચા પર અવારનવાર ખીલ કે ફોડકી થતી હોય તો તમારે આવી સામગ્રી ધરાવતો મેકઅપનો સામાન અવગણવો જોઈએ.

તમારે ઓઇલ બેઝ્ડ કે પછી સિલિકોન બેઝ્ડ મેકઅપની જગ્યાએ વોટર બેઝ્ડ અથવા તો જેલ બેઝ્ડ ઉત્પાદનોને અપનાવવા જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ