આ બેન્ક તો જબરું વધારે વ્યાજ આપે છે હોં…જાણો દેશની કઈ બેન્ક બચત ખાતા અને FD પર કેટલું આપે છે વ્યાજ

સેવિંગ એકાઉન્ટ

દેશની આ બેંક આપી રહી છે સૌથી વધારે ૭% વ્યાજ, જાણીશું કઈ બેંક આપી રહી છે કેટલું વ્યાજ.?

પ્રાઈવેટ ક્ષેત્રની IDFC પહેલી બેંક છે જે સેવિંગ એકાઉન્ટ પર ૭% વ્યાજ આપવાની ઓફર રજુ કરે છે. તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૧ના દિવસથી લાગુ કરવામાં આવેલ આ વ્યાજ દર ઉપભોક્તાઓને એક કરોડ રૂપિયા સુધીની જમા રાશિ પર પ્રાપ્ત કરશે. હવે જાણીશું દેશની કઈ બેંક સેવિંગ એકાઉન્ટ અને FD પર કેટલું વ્યાજ આપી રહી છે.

ભારતીય સ્ટેટ બેંક (SBI):

image source

ભારત દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક પોતાના ઉપભોક્તાઓને સેવિંગ એકાઉન્ટ પર તા. ૩૧ મે, ૨૦૨૦ પછીથી ૨.૭૦% વાર્ષિક વ્યાજ આપી રહી છે. જો કે, SBI બેંકના વ્યાજ દરમાં સમયે સમયે બદલાવ થતા રહે છે. હાલમાં SBI બેંક સેવિંગ એકાઉન્ટ પર ૨.૭૫% વાર્ષિક વ્યાજ આપી રહી છે. આ સાથે જ FD પર ૩ વર્ષથી ૫ વર્ષના સમયગાળામાં ૫.૩૦% આપે છે જયારે ૫ વર્ષથી ૧૦ વર્ષના સમયગાળાની FD પર ૫.૪૦% વાર્ષિક વ્યાજ આપી રહી છે.

HDFC બેંક

image source

દેશમાં પ્રાઈવેટ સેક્ટરની સૌથી મોટી બેંક HDFC બેંક છે. HDFC બેંકએ તા. ૧૧ જુન, ૨૦૨૦ ના દિવસથી સેવિંગ એકાઉન્ટમાં ૫૦ લાખ રૂપિયા કે તેના કરતા ઓછા બેલેન્સ ધરાવતા ઉપભોક્તાને વાર્ષિક ૩% જેટલું વ્યાજ આપે છે. જયારે ૫૦ લાખ કે તેના કરતા વધારે જમા રાશિ ધરાવતા ઉપભોક્તાને HDFC બેંક વાર્ષિક ૩.૫% વ્યાજ આપે છે. HDFC બેંક ઓછામાં ઓછા ૭ દિવસથી લઈને ૧૦ વર્ષના લાંબા સમયગાળા દરમિયાન ૫ કરોડ રૂપિયા કરતા ઓછી જમા રાશિ ધરાવતી FD પર વાર્ષિક ૨.૫૦% થી લઈને વધારેમાં વધારે ૫% જેટલું વ્યાજ ચુકવવામાં આવે છે. HDFC બેંક વરિષ્ઠ નાગરિકોને અન્ય નાગરિકોની તુલનામાં વધારે વ્યાજનો લાભ પ્રાપ્ત થાય છે.

IDFC ફર્સ્ટ બેંક:

image source

IDFC ફર્સ્ટ બેંક સેવિંગ એકાઉન્ટમાં એક લાખ રૂપિયા કરતા ઓછી જમા રાશિ હોય તો ૭% કરતા વધારે વ્યાજ આપીને બધાને આશ્ચર્યમાં નાખી દીધા છે. IDFC બેંક તરફથી આ વ્યાજ દરનો વધારો તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૧ના દિવસથી લાગુ કરવામાં આવ્યો છે. આની પહેલા IDFC બેંક ૧ લાખ કરતા ઓછી જમા રાશિ પર ૬% સુધીનું વ્યાજ આપવામાં આવતું હતું. IDFC ફર્સ્ટ બેંક FD પર આકર્ષક વ્યાજ આપવામાં આવતું હતું. ૭ દિવસથી લઈને ૧૦ વર્ષના લાંબા સમયગાળા સુધી IDFC ફર્સ્ટ બેંકમાં બે કરોડ રૂપિયા કરતા ઓછી જમા રાશિ પર ઓછામાં ઓછું ૨.૭૫% વ્યાજ અને વધારેમાં વધારે ૫.૭૫% વ્યાજ આપવામાં આવતું હતું. તેમજ ૨ કરોડ રૂપિયાથી લઈને ૨૫ કરોડ રૂપિયા સુધીની જમા રાશિ પર ૭ દિવસથી લઈને ૧૦ વર્ષના લાંબા સમયગાળા દરમિયાન ક્રમશઃ વાર્ષિક વ્યાજ ૨.૫%થી લઈને ૫.૮૫% વ્યાજ આપવામાં આવે છે.

પંજાબ નેશનલ બેંક:

સાર્વજનિક ક્ષેત્રની બીજા નંબરની સૌથી મોટી બેંક પંજાબ નેશનલ બેંક પોતાના ખાતાધારકોને તા. ૧ સપ્ટેમ્બર, ૨૦૨૦ પછીથી સેવિંગ એકાઉન્ટ પર વાર્ષિક ૩% વ્યાજ ચુકવવામાં આવતું હતું. PNB બેંક પોતાની શ્રેષ્ઠ FD સ્કીમ પર ૯૧ દિવસથી લઈને ૧૦ વર્ષના લાંબા સમયગાળા માટે મુકવામાં આવતી FD પર ઓછામાં ઓછું વાર્ષિક ૪.૦૫% વ્યાજ ચુકવે છે અને વધારેમાં વધારે ૫.૩૫% વ્યાજ ચુકવવામાં આવે છે.

બેંક ઓફ બરોડા (BOB):

image source

મર્જર થયા પછી દેશની સૌથી મોટી સરકારી બેંક બેંક ઓફ બરોડા પોતાના ખાતાધારકોને તા. ૧ સપ્ટેમ્બર, ૨૦૨૦ પછીથી વાર્ષિક ૨.૭૫% વ્યાજ ચુકવે છે. જયારે દેશની ચોથા નંબરની કેનેડા બેંક પોતાના ગ્રાહકોને વાર્ષિક ૩.૨૫% થી લઈને ૪% જેટલું વ્યાજ ચુકવવામાં આવે છે. બે કરોડ રૂપિયા કરતા ઓછી જમા રાશિની FD કરાવવામાં આવે છે તો કેનેડા બેંક ૭ દિવસથી લઈને ૧૦ વર્ષના લાંબા સમયગાળા સુધીની FD પર વાર્ષિક ૨.૮૦% વ્યાજથી લઈને ૫.૨૫% સુધીનું વ્યાજ ચુકવવામાં આવે છે.

ICICI બેંક:

image source

પ્રાઈવેટ સેક્ટરની બીજા નંબરની સૌથી મોટી બેંક ICICI બેંક પોતાના ખાતાધારકોને તા. ૪ જુન, ૨૦૨૦ પછીથી ૫૦ લાખ રૂપિયા કરતા ઓછી જમા રાશિ પર વાર્ષિક ૩% જેટલું વ્યાજ ચુકવે છે અને વધારેમાં વધારે ૩.૫૦% વ્યાજ ચુકવે છે. ICICI બેંકમાં FD કરાવવા પર વાર્ષિક ૫.૫% વ્યાજ ચુકવવામાં આવે છે.

કોટક મહિન્દ્રા બેંક:

કોટક મહિન્દ્રા બેંક વર્તમાન સમયમાં પોતાના ખાતાધારકોને ૧ લાખ રૂપિયાની જમા રાશિ પર ૩.૫% વ્યાજ આપે છે, ૧ લાખ રૂપિયાથી લઈને ૧ કરોડ રૂપિયા સુધીની જમા રાશિ પર ૪% વ્યાજ આપે છે, જયારે ૧ કરોડ રૂપિયા કે ૧ કરોડ રૂપિયા કરતા વધારે જમા રાશિ પર ૩.૫% વ્યાજ ચુકવે છે. કોટક મહિન્દ્રા બેંક ૭ દિવસથી લઈને ૧૦ વર્ષના લાંબા સમયગાળા સુધીની FD પર ઓછામાં ઓછું ૨.૫૦% વ્યાજથી લઈને ૪.૫૮% સુધીનું વ્યાજ ચુકવે છે.

બંધન બેંક:

image source

બંધન બેંક સેવિંગ એકાઉન્ટ પર હાલમાં બજારમાં સૌથી વધારે વાર્ષિક વ્યાજ ૭.૧૫% વ્યાજ ચુકવે છે. પરંતુ તેના માટે ખાતાધારકે પોતાના સેવિંગ એકાઉન્ટમાં ૫૦ કરોડ રૂપિયા જેટલી જમા રાશિ હોવી જરૂરી છે. જો કે, ૧ લાખ રૂપિયા સુધીની જમા રાશિ પર બંધન બેંક વાર્ષિક ૩% વ્યાજ ચુકવે છે. જયારે ૧ લાખ રૂપિયાથી ૧૦ લાખ રૂપિયા સુધી જમા રાશિ પર ૬% વ્યાજ ચુકવે છે. બંધન બેંક હાલમાં ૭ દિવસથી લઈને ૧૦ વર્ષના લાંબા સમયગાળા સુધીની FD પર વાર્ષિક ૫.૫૦% વ્યાજ આપે છે આ સાથે જ બંધન બેંક વરિષ્ઠ નાગરિકોને વધારે ૦.૭૫% વ્યાજની સુવિધા આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ