43 સુરતીઓ દમણથી પાર્ટી કરીને પરત ફરતાં’તા, ત્યારે જ એવો કાંડ કર્યો કે બધાને ઘરની બદલે જવું પડ્યું જેલમાં

હાલમા એક એવી ઘટના સામે આવી છે કે જે જોઈને સૌ કોઈ ચોંકી ગયા છે, કારણ કે આ શખ્સોને પાર્ટી કરવા જવું એટલું મોંઘુ પડી ગયું છે કે વાત ન પૂછો. તો આવો વિગતે વાત કરીએ કે આખરે શું તકલીફ પડી હતી. તો બન્યું એવું કે પાર્ટીના શોખીન સુરતીઓ બસ ભાડે રાખીને દમણ ગયા હતા પરંતુ પરત ફરતી વખતે સીધા જેલમાં જવાનો વારો આવ્યો છે. કારણ કે આ બધા જ એક એવી મેટરમાં ફસાઈ ગયા કે જેલ જવા સિવાય કોઈ છુટકો નથી. આ તમામ લોકો વલસાડ જિલ્લામાંથી પારડી પોલીસે વિદેશી દારૂ ઝડપ્યો છે.

image source

મળતી માહિતી પ્રમાણે પાતલીયા ચેકપોસ્ટ પર પોલીસે બસને રોકી હતી અને તલાશી લેવામાં આવી હતી. આ દરમિયાન આખી બસમાં સવાર તમામ મુસાફરો પાસે દારૂ મળી આવ્યો હતો. જેને લઇને બસ ડ્રાઇવર, ક્લીનર અને બસમાં સવાર તમામ 43 મુસાફરોને વિદેશી દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે અને બધાને જેલની સજા ફટકારવામાં આવી હતી. બધા પાસે દારુનો જથ્થો મળી આવતા હવે લોકો પણ આ ઘટના સાંભળીને વિચાર કરવા લાગ્યા છે અને ઘટના ભારે શેર થઈ રહી છે. આ સુરતીઓ આખી બસ ભાડે કરી દમણ ફરવા ગયા હતા. પરંતુ પરત ફરતી વખતે તેઓ થેલામાં વિદેશી દારુ ભરીને આવી રહ્યા હતા.

image source

કહેવામા આવી રહ્યું છે કે આ વખતે પોલીસને મળેલા મુદ્દા માલમાં 1 લાખ રૂપિયાની કિંમતના વિદેશી દારૂ સહિત કુલ 21 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત કર્યો હતો. આ બસમાંથી ઝડપાયેલા લોકો સુરતના બારડોલી અને ઓલપાડ સહિતના વિસ્તારના રહેવાસી છે. પારડી પોલીસે તમામને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તમામ સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ પછી આવી કોઈ હિંમત્ત કરે છે કેમ, કારણ કે આ પહેલાં પણ ઘણા લોકોને આવી રીતે પોલીસે પકડ્યા છે પણ આ સિલસિલો થયાવત જ છે.

image soucre

વિદેશી દારુને લઈ આ પહેલાં બોટાદ જિલ્લાના ટાઉન પાળિયાદ, બરવાળા અને રાણપુર પો.સ્ટે. વિસ્તાર વિશે એક જોરદાર વાત સામે આવી હતી કે ત્યાંથી ઝડપાયેલ રૂ. 58 લાખના વિદેશી દારૂ પર આજે બોટાદના અળવ રોડ પર આવેલ સરકારી પડતર જગ્યામાં બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ કાર્યવાહી દરમિયાન પોલીસ અધિકારીઓ, પ્રાંત અધિકારી, નશાબંધી અધિકારી સહિતના હાજર રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લો બન્યા બાદ દેશી-વિદેશી દારૃનો ધમધમતો વેપલો ચાલી રહ્યાનું લોકચર્ચામાં આવ્યું છે. છાશવારે મસમોટો દારૂનો જથ્થો પોલીસ ઝડપી રહી છે ત્યારે આજે છેલ્લા થોડા સમય દરમિયાન ઝડપાયેલ લાખોના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી તે વેળાએ લોકો ઉમટી પડયાં હતાં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ