કેન્દ્ર સરકારે સીરમને કોરોના વેક્સિનનો આપ્યો આટલો ઓર્ડર

કોરોના કોરોના કરતા ક્યારે તેની રસી આવી ગઈ એ પણ ખબર ન પડી. ઘણા લોકોએ અને સંસ્થાએ દાવાઓ કર્યા હતા કે અમે વેક્સિન બનાવશું. ત્યારે હાલમાં ભારતમાં બે રસીને મંજૂરી મળી છે અને ૧૬ તારીખથી લોકોને આપવામાં આવશે. ત્યારે હવે બીજી પણ એક ખુશખબરી આવી છે કે સરકારે વેક્સિન ખરીદવા માટે ઓર્ડર પણ આપી દીધો છે. કેન્દ્ર સરકારે ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિન કોવિશીલ્ડ માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા(SII)ને ઓર્ડર આપી દીધો છે.

વિગતે વાત કરીએ તો SIIના અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી હતી અને સાથે જ જણાવ્યું હતું કે વેક્સિનના એક ડોઝની કિંમત 200 રૂપિયા હશે. ત્યારે એવી પણ શક્યતા છે કે કોવીશીલ્ડના દર સપ્તાહે એક કરોડથી વધુ ડોઝની સપ્લાઈ કરવામાં આવી શકે છે. સરકારે વેક્સિનેશન માટે 16 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે જે આ અગાઉ જાહેર કરાયું હતું. આ રસી કઈ રીતે બનાવી એના વિશે વાત કરીએ તો કોવિશીલ્ડ અથવા AZD1222ને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને તેની કંપની વેક્સિટેકે મળીને બનાવી છે.

image source

કહેવામાં આવી રહ્યું છે કે આ રસીમાં ચિમ્પાઝીમાં ઠંડીના કારણે બનનારા વાઈરસ(એડેનોવાઈરસ)ને નબળા કરીને ઉપયોગ કરવામાં આવ્યા છે. જેમાં SARS-CoV-2 એટલે કે નોવેલ કોરોના વાઈરસના જેનેટિક મટેરિયલ છે. કઈ રીતે કામ કરે એના વિશે માહિતી મળી રહી છે કે વેક્સિનેશન દ્વારા સરફેટ સ્પાઈક પ્રોટીન બને છે અને આ SARS-CoV-2 વિરુદ્ધ ઈમ્યુન સિસ્ટમ બનાવે છે. જેથી ભવિષ્યમાં જો નોવેલ કોરોનાવાઈરસ હુમલો કરે તો શરીર તેનો મજબૂતાઈથી જવાબ આપી શકે અને મોટો ખતરો ટળી શકે છે. ઉલ્લેખનીય છે કે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ત્રણ જાન્યુઆરીએ કોવિશીલ્ડને મંજૂરી આપી હતી. જેની ઈફેક્ટિવનેસ અંગે અલગ અલગ વાત સામે આવી છે. એસ્ટ્રાજેનેકાએ વેક્સિનની ઓવરઓલ ઈફેક્ટિવનેસ 90% સુધી હોવાનો દાવો કર્યો હતો. તો વળી આ અંગે ભારતીય રેગ્યુલેટરનું માનવું છે કે આ વેક્સિન 70% સુધી ઈફેક્ટિવ છે.

image source

જો કે તે પહેલાં એક જણનું મોત થયું હતું અને હાહાકાર મચી ગયો હતો. મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં ભારત બાયોટેક રસીના ટ્રાયલ દરમિયાન એક સ્વયંસેવકના મોતનો મામલો સામે આવ્યો છે. સ્વયંસેવકના પરિવારે મોત અંગે સવાલો ઉભા કર્યા છે. હવે આ સમગ્ર મામલે ભારત બાયોટેકની પણ સફાઇ આવી છે. કંપનીએ શનિવારે કહ્યું હતું કે ડોઝ આપ્યાના 9 દિવસ પછી સ્વયંસેવકનું મોત નીપજ્યું હતું અને પ્રારંભિક તપાસ મુજબ મૃત્યુનો ડોઝ સાથે કોઈ સંબંધ જ નથી. આ સાથે જ કંપનીએ મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે.

image source

ભારત બાયોટેકે પોતાના નિવેદનમાં કહ્યું છે કે 21 ડિસેમ્બર, 2020ના રોજ એક સ્વયંસેવકનું મોત થયું હતું. આ મોતને ત્રીજા ટ્રાયલ સાથે જોડવામાં આવી રહ્યું છે અને મૃતકના પુત્ર દ્વારા પીપુલ્સ કોલેજ ઓફ મેડિકલ સાયન્સ અને રિસર્ચ સેન્ટરમાં જાણ કરવામાં આવી હતી.

image source

કંપનીએ જણાવ્યું હતું કે સ્વયંસેવકે રજીસ્ટ્રેશન સમયે ત્રીજા તબક્કાના ટ્રાયલમાં સહભાગી તરીકે સ્વીકારવાના તમામ માપદંડોને પૂર્ણ કરી ચૂક્યા છે. જ્યારે તેને રસીનો ડોઝ અપાયો હતો, ત્યારે પણ તેના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી હતી. ભારત બાયોટેકે જણાવ્યું હતું કે રસીનો ડોઝ આપ્યાના 7 દિવસ બાદ અહેવાલમાં તે સ્વસ્થ હોવાનું જણાવાયું છે. અને તેને કોઈ જ આડઅસર હતી નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ