સૌરાષ્ટ્રવાસીઓ બપોરના સમયે સૂવાનું ટાળી રહ્યા છે, જાણો શું છે તથ્ય

કોરોના ઇફેક્ટ: સૌરાષ્ટ્રના વેપારીઓ બપોરના સમયે સૂવાનું ટાળી રહ્યા છે!જાણો શું છે તથ્ય

નિયમોની ભરમાર વચ્ચે રાજકોટમાં લોકડાઉન છૂટછાટનો આરંભ થયો છે જેમાં દરેક માટે અલગ અલગ સમય લોકોને યાદ રાખવો મૂશ્કેલ બની રહ્યો છે. શહેરમાં આજથી એકી-બેકી નંબર મૂજબ દુકાનો ખોલવાનો આરંભ થયો હતો. જેમાં નંબર વગરની દુકાનો આજે, કાલે એમ રોજ ખુલશે. સૌથી મોટો ફેરફાર બપોરના ૧ થી ૪ના સમયગાળામાં આવ્યો છે, જેમાં સૌરાષ્ટ્રના લોકો આરામદાયક રીતે સૂઈ જતા હતાં, તે હવે બંધ થઈ ગયું છે.

image source

લૉકડાઉને રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના લોકોની પરંપરાગત લાઈફસ્ટાઈલ તથા વેપારમાં બહુ મોટા ફેરફાર લાવી દીધા છે. રાજકોટના વેપારી અરવિંદ ગંગદેવ કહે છે કે, રાજકોટમાં સાંજે ૭ થી સવારના ૭ વાગ્યા સુધી લૉકડાઉન છે. જેના કારણે સવારે ૯ થી બપોરે ૪ વાગ્યા સુધી ધંધા ચાલુ રહે છે. જોકે, લોકોએ ધંધા માટે ઊંઘનું બલિદાન આપવાનું નક્કી કર્યું છે.આવી દીલદાર છે સૌરાષ્ટ્રની જનતા!

image source

રાજકોટના સુરેન્દ્રનગર મેઈન રોડ પર સુપર માર્કેટ ધરાવતા જિતેશ કુંદનાની કહે છે કે, ‘પહેલા કોઈ ગ્રાહક બપોરે ૧ વાગ્યાની આસપાસ અમારે ત્યાં આવે તો અમે તેને પાછું મોકલતા, કારણ કે તે બંધ કરવાનો સમય રહેતો હતો. નવો સમય ટ્રાવેલિંગ સેલ્સમેન માટે પણ ખૂબ સારો છે, પહેલા તો તેમને બપોરના ત્રણ કલાક શું કરવું તેની કોઈ જ ખબર નહોતી.’

image source

એક ગૃહિણી નમ્રતા શાહ કહે છે કે, બપોરના સમયમાં વેપાર-ધંધા ખુલ્લા રહે છે તે ખૂબ જ સકારાત્મક ફેરફાર છે. તેઓ કહે છે કે, ‘આશા રાખીએ સૌરાષ્ટ્રમાં આ જ પ્રથા આગળ પણ ચાલુ રહે. પહેલા જ્યારે અમારે કંઈક ખરીદવા માટે બહાર જવું હોય તો ઘડિયાળ સામે જોવું પડતું હતું. અમારે અગાઉથી પ્લાન કરી ૧ વાગ્યા પહેલા ખરીદી પતાવી દેવી પડતી હતી. હવે એ બધું વિચારવાનું બંધ થયું છે તે સારું છે.’

image source

સુરેન્દ્રનગરના છૂટક વેપારી નિતિન શાહ કહે છે કે, તેઓ અગાઉ પણ બપોરના સમયે દુકાન ખુલ્લી રાખતા હતા કારણ કે, ગામડાના ગ્રાહકો ખરીદી કરવા આવતા. જોકે, જ્યારે ગ્રાહક ઓછા હોય ત્યારે દુકાનના ખૂણામાં જ તેઓ ઝબકી લઈ લેતા હતાં. જામનગરના સેલ્સમેન કમલેશ મમતોરા માને છે કે, જે રીતે લોકો કોઈપણ બ્રેક વિના સતત કામ કરી રહ્યાં છે તે જોતા હવે બપોરની ઊંઘ પાછી આવે તેવું લાગતું નથી.

image source

જોકે, મોરબી સ્થિત આશિષ કોઠારી, કે જેઓ ડિસ્ટ્રીબ્યૂશન બિઝનેસમાં છે તેઓ ચુસ્ત પણ માને છે કે, બપોરના સમયની ઊંઘ ખૂબ જરૂરી છે. તેઓ કહે છે કે, ‘આને કારણે તાજગી મળે છે અને દિવસના બીજા સેશનમાં સારી રીતે કામ કરી શકાય છે. હકીકતમાં તે ખૂબ સારી બાબત છે.’ સોશ્યલ ડિસ્ટન્સ ફરજીયાત, તેને ધ્યાને લઈને નિયમો બને. પરંતુ, લોન માટ, રાશન માટે, બેન્કમાં જમા રકમ માટે, પાન-માવા માટે, સાંકડી બજારોમાં ખરીદી માટે અને વતન જવા શ્રમિકો લાંબી કતારો, ભીડ જમા કરે તો તંત્ર બીચારૂ કરે શું? કોની સામે કલમ ૧૪૪ લગાડવી?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ