બાળકો આ રીતે બને છે ચાઇલ્ડ પોર્નનો ભોગ, જાણો અને આજથી જ ચેતી જજો

ચાઈલ્ડ પોર્ન જોવું પણ ગુનો, બાળકો આ રીતે બને છે ભોગ

image source

ચાઈલ્ડ પોર્ન સંબંધિત અનેક કેસ પ્રકાશમાં આવ્યા બાદ સીબીઆઈએ એક ખાસ સમિતિની રચના કરી છે જે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરશે. ચાઈલ્ડ પોર્નનો કાયદો પણ કડક છે.

પોક્સો કાયદાને તાજેતરમાં જ કડક કરવામાં આવ્યો છે. આઈટી એક્ટમાં પણ તેના માટે સજા અને ભારે વળતરનો ઉલ્લેખ છે.

image source

વેબસાઈટ્સ પર પ્રતિબંધ બાદ ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો ગોરખધંધો વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી વિકસી રહ્યો છે. કેટલાક હૈકર્સ પણ બાળકોની નાદીનીનો લાભ ઉઠાવી અને તેમને પોતાના શિકાર બનાવે છે.

આજે તમને જાણાવવા જઈ રહ્યા છીએ કે ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો કાયદો શું છે અને બાળકોને કેવી રીતે બચાવી શકાય.

image source

એક રિપોર્ટ અનુસાર ગત વર્ષે ઈંટરનેટ પર ચાઈલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત અંદાજે 18.4 મિલિયન રિપોર્ટ જોવા મળી હતી. જેમાં બાળકોને સેક્સુઅલી અબ્યૂઝ કરતા 45 મિલિયન ફોટો અને વીડિયોનો સમાવેશ થાય છે.

એપ્લીકેશનથી બચાવો બાળકોને

image source

બાળકોમાં જાણકારીનો અભાવ હોવાથી તેઓ ઝડપથી આવા જાલમાં ફસાઈ જાય છે. તેવામાં એ જાણવું જરૂરી છે કે બાળકોને કેવી રીતે બચાવવા.

આ પ્રશ્નનું સમાધાન સાઈબરનેટિવ ડિજિટલના ફાઉંડર ફરહાદ એસિડવાલા જણાવે છે કે સોફ્ટવેરને સમયાંતરે અપડેટ કરતા રહેવું જરૂરી છે.

ફોનમાં એવી તસવીરો અને વીડિયો સેવ રાખવા નહીં જે બાળક જુએ અને આગળ જતા મોટી સમસ્યા સર્જાય.

image source

આ પ્રકારના વીડિયો બનાવતા લોકો સુધી પહોંચવા માટે ટ્રૈફિક કૈમ એપનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પણ કોઈ હોટલના રુમમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે આ એપ યૂઝરને ચેતવણી આપે છે.

આ એપ રુમના ફોટો ક્લિક કરવા મેસેજ આપે છે. ફોટો ક્લિક કરવાનું શરૂ કરવામાં આવે છે તો તે સ્ટોર થઈ જાય છે અને રુમ જેવા જ ફોટો એક જગ્યાએ સ્ટોર થઈ જાય છે.

image source

આ ફોટો તેઓ લો એજન્સીને મોકલી દેવામાં આવે છે. જો વર્ષો પહેલા પણ આ રુમમાં કોઈ વીડિયો શૂટ થયો હોય તો તેના વિશે પણ જાણકારી મળી જાય છે. આ રીતે તે વીડિયોમાં હોય તે વ્યક્તિ સુધી પહોંચી શકે છે.

સાઈબર ક્રાઈમ એક્સપર્ટ પ્રથમેશ સોનસુરકારના જણાવ્યાનુસાર, એક સામાન્ય રમકડાં ઉપર પણ યૂઝર મેનુઅલ રહે છે, પરંતુ ઈંટરનેટના ઉપયોગ માટે કોઈ મેનુઅલ કે સુચનો હોતા નથી.

image source

એટલા માટે બાળકો માટે જરૂરી છે કે કોઈપણ પ્લેટફોર્મનો ઉપયોગ કરે તે પહેલા તેના વિશે તમામ જાણકારી મેળવી લે. આ કામ કરતી વખતે બાળકોની સાથે માતાપિતાએ રહેવું જરૂરી છે.

બાળકો કોઈ કૌભાંડનો શિકાર ન થઈ જાય તે માટે માતાપિતાએ સતર્ક રહેવું જરૂરી છે. બાળકો બાથરુમમાં સેલ્ફી કે ન્યૂડ સેલ્ફી ન લે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.

image source

જો તમને આ પ્રકારના કૌભાંડ વિશે જાણકારી મળે કે તમને કોઈ વ્યક્તિ પર શંકા જાય કે તે આવા કામમાં સંડોવાયેલા છે તો તેની જાણ પોલીસને તુરંત કરવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ