જો તમને પણ દિવસ પૂરો થતા લાગતો હોય થાક, તો શું હોઇ શકે છે વાંચી લો એકવાર

તમે આખો દિવસ કામ કર્યા બાદ થાક અનુભવો છો, તેની પાછળના કેટલાક ખાસ કારણો છે, જાણો… દિવસ દરમિયાન કામકાજ કરીને તમે થાકી જાવ છો? જાણો તેના આ પાંચ કારણો અને તમારી દિનચર્યામાં ફેરફાર કરીને ફ્રેશ અને એનર્જેટિક દિવસ પસાર કરવાની રીતો જાણી લો.

સારી રાતની ઊંઘ લીધા પછી પણ તમને આખો દિવસ કંટાળો આવે અને આસળ લાગે છે? તમારી સુસ્તીને ઉડાડવા માટે કોઈ પણ કોફી મદદ કરશે નહીં કે પ્રોટીન બાર પણ તમને એમાં મદદરૂપ થશે નહીં. તમને એવું કંઈક તરત જ સુસ્તી ઉડડીને ઊર્જા આપે તેવું શોધવાની જરૂર ઇચ્છા થઈ આવતી હશે, બરાબર ને?

image source

સારું, તો તમને અમે જણાવીએ કે તમે એકલા નથી જે આવું અનુભવતા હોવ. ભારતીયોમાં થાક લાગવો એ ખૂબ જ સામાન્ય બાબત છે. વૈશ્વિક બજાર સંશોધન વિશ્લેષકે, ૨૦૧૭માંએક સર્વે કર્યો હતો જે સૂચવે છે કે આપણાં આખા દેશની ૨૨% વસ્તી હંમેશાં થાકની ફરિયાદ કરે છે અને તે ઓછી ઊંઘ લેવાને કારણે નથી થતું. તેના આધારે અમે તમને એવા ખાસ પાંચ કારણો વિશે રીસર્ચ કરીને લાવ્યાં છીએ જે તમને જણાવશે કે તમને શા કારણે સુસ્તી અને થાક જણાય છે.

એનિમિયા અથવા આયર્નની ઉણપ

એનિમિયા એ એક હિમોગ્લોબિનની ઊણપને લીધે અથવા લાલ રક્ત કોશિકાઓની ઊણપની સાથે સંકળાયેલ સ્થિતિ છે. પીરિયડ્સ અને ગર્ભાવસ્થાને કારણે મહિલાઓને તેનું વધુ જોખમ રહે છે. શરીરમાં લોહતત્વની કમી એ એનિમિયાનું મુખ્ય કારણ છે અને તેના કારણે તમને થાક અને નબળાઇ લાગી શકે છે.

image source

તમે એનિમિક છો કે નહીં તે શોધવાની એક સરળ રીત એ છે કે તમારી આંખના નીચલા પોપચાંને ધીમેથી ખેંચી લો. સામાન્ય રીતે, તે ગુલાબી – લાલ હોય છે. જો તે પીળી દેખાય છે, તો તમે એનેમિક હોઈ શકો છો. યોગ્ય નિદાન માટે લોહીની તપાસ કરાવવા માટે ડોક્ટર્સની સલાહ લો.

તેને નિવારવા શું કરવું: આયર્નની ઉણપ અને એનિમિયા સામે લડવા માટે લીલા શાકભાજી, સલાડ, ફણગાવેલા કઠોળ અને તાજાં ફળો ખાઓ. શરીરમાં ખનિજ તત્વોનું વધુ સારી રીતે શોષણ થાય તે માટે લોહથી ભરેલ ખોરાક સાથે સાઇટ્રસ ફળ એટલે કે ખટાશવાળા ફળો અથવા લીંબુના પાણી પીવાની ટેવને તમારા રોજિંદા જીવનમાં સમાવેશ કરવો વધુ સારું રહેશે.

સ્લીપ એપનિયા

image source

સ્લીપ એપનિયામાં, સૂવા દરમિયાન ટૂંકા ગાળાની જ ઊંઘ આવે છે જ્યારે આવી સ્થિતિમાં શ્વાસની ગતિ એકદમ ધીમી પડી જાય છે, ત્યારે એવું જણાય છે કે વ્યક્તિ શ્વાસ લેતો જ નથી. શ્વાસ લેવાની ગતિ મંદ થવાને કારણે બ્લડ પ્રેશર ડ્રોપ થાય છે અને વ્યક્તિ જાગી જાય છે. જ્યારે તેઓ શ્વાસ લે છે, ત્યારે તેમની શ્વાસમાંથી વાયુ છુટવાની ગતિ થોડીક ધીમી પડી જાય છે જે નસકોરા શરૂનું કારણ બની શકે છે. જે લોકોને સ્લીપ એનિનીયા હોય છે તેઓ દિવસભર સુસ્તી અને થાક અનુભવે છે.

સ્લીપ એપનિયા કોઈને પણ થઈ શકે છે પરંતુ તેમને માટે વધુ મોખમી છે, જેમને મેદસ્વીતા વધારે છે. વધુમાં, આલ્કોહોલનું સેવન અને ધૂમ્રપાનની ટેવ ધરાવતા લોકોને પણ આ સ્થિતિ વધુ ખરાબ રીતે અસર કરી શકે છે.

image source

તેને નિવારવા શું કરવું: તે શ્વસનની એક ગંભીર સ્થિતિ છે જેની તાત્કાલિક સારવાર કરવાની જરૂર છે. જો તમને અથવા તમારા સાથીને સ્લીપ એપનિયાની શંકા છે, તો મહેરબાની કરીને નિષ્ણાંત ડોક્ટર્સની સલાહ લેવી જોઈએ.

થાઇરોઇડ ગ્રંથિનું નીચું સ્તર

જો તમારી થાઇરોઇડ ગ્રંથિ યોગ્ય રીતે કાર્ય કરી રહી નથી, તો તે થાક લાગવાનું કારણ હોઈ શકે છે. થાઇરોઇડ એ એક ગ્રંથિ છે જે ગળાના મધ્યભાગમાં સ્થિત છે જે થાઇરોઇડ હોર્મોનને સ્ત્રાવ કરે છે, શરીરના સામાન્ય કાર્યોને જાળવવા માટે જરૂરી છે. અનડેરેક્ટિવ થાઇરોઇડ વજનમાં વધારો કરવો, શરીરમાં અકારણ દુખાવો થવો અને ત્વચાનું શુષ્ક થઈ જવું પણ લાક્ષણિક કારણ હોઈ શકે છે. જે લોકોને સ્પષ્ટ કારણની ખબર નથી હોતી તેમને આખો દિવસ થાક અનુભવાય છે, તેઓએ તેમના થાઇરોઇડ સ્તરની તપાસ કરવી જોઈએ.

image source

તેને નિવારવા શું કરવું: દવા, આહાર અને દૈનિક વ્યાયામ નિયમિત રીતે કરવું જોઈએ. સારવાર લેવા વિશે વધુ સલાહ માટે ચિકિત્સકની મુલાકાત લેવી જોઈએ.

તણાવ અથવા હતાશા

આપણું શરીર તાણ અનુભવવાથી ખૂબ જ જલ્દી પ્રતિક્રિયા આપે છે. અચાનક અનુભવાતા તણાવને કારણે, તણના હોર્મોન અથવા કોર્ટીસોલ ઉત્પન્ન થાય છે, જેનો સામનો કરવા માટે આપણું શરીર સક્રિય કરવા માટે છે. જો કે, જો તણાવ લાંબો સમય સુધી રહે છે, તો કોર્ટિસોલની અસર વિપરીત થઈ શકે છે શરીર પર તેની આડઅસર જણાય છે અને તેના કારણે આપણને સુસ્ત લાગે છે. સતત તણાવને કારણે આપણને ડિપ્રેશન પણ અનુભવા છે, જે વધે છે તો જે શરીરમાંથી વધુ ઉર્જાનો વ્યય થતો જણાય છે. કામ કરવાની ઇચ્છા મૃત્યુ પામે છે, શરીરને કાર્ય કરવાની દૂર થઈ શકે છે અને પરિણામે શરીર થાકી જાય છે.

image source

તેને નિવારવા શું કરવું: કરવું યોગ, આઉટડોર રમતો રમવી અને મેડિટેશન કરવા જેવા જેવી પ્રવૃત્તિ તમને તણાવથી મુક્ત કરવાનો પ્રયાસ કરો. સૌથી અગત્યનું, લોકો સાથે વાત કરો અને જે તમારા મનમાં જે કંઈ છે તેને મિત્રો અને પરિવાર સાથે શેર કરો. સારું વાંચન કરવાથી અને સંગીત સાંભળવાથી પણ સ્ટ્રેસ દૂર થાય છે અને ઊંઘ સારી આવીને થાક પણ ઊતરે છે.

વધુ કેફી પીણાં લેવાથી…

image source

આ કારણ તમને કદાચ માનવામાં ન આવે કે નવાઈ લાગે તેવી છે પરંતુ વધુ પડતા કેફીન પદાર્થ લેવાથી પણ તમને સુસ્ત લાગે છે. મગજમાં ચોક્કસ વિચારોને અવરોધિત કરીને કેફીન તમને સતેજ કરે છે. એકવાર વધુ પડતા કેફીન ધરાવતું ધૂમ્રપાન થઈ જાય છે, તો પણ મગજ તમને થાક અનુભવે છે.

image source

તેને નિવારવા શું કરવું: આપણે સહુ એક વાત સાથે સંમત છીએ કે લાંબાગાળા સુધી કામ કરવાના સમય દરમિયાન તમારે સજાગ રહેવા માટે ચા અથવા કોફીની જરૂર છે. પરંતુ કેટલીકવાર, કેફીનવાળા પીણાંની આડઅસર પણ થઈ શકે છે કે તમારું શરીર સુસ્તી અનુભવે છે. કોફી કે ચા પીવાની જો તમને બહુ ઇચ્છા થાય તો તે સમયે તેને બદલે ગરમ પાણી પીવાનું રાખો. શરીર સ્ફુર્તિલું રહેશે અને થાક નહીં લાગે. ધુમ્રપાન કે કેફિન તમાકુ જેવી આદતોને બંધ કરી દેવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ