સવારે ઉઠીને ફક્ત આટલું કરો… નસીબ જાગી જશે…

મહાપુરાણોમાં 15મું પુરાણ છે કૂર્મપુરાણ, આ પુરાણમાં 17,000 શ્લોકનું વર્ણન છે. આ શ્લોક જીવન ઉદ્ધારક છે. ભગવાન વિષ્ણુએ કૂર્મ અવતાર ધારણ કરી આ પુરાણનું વર્ણન રાજા ઈંદ્રદ્યુમ્ન સમક્ષ કર્યુ હતુ. આ પુરાણમાં હિંદૂ ધર્મની કેટલીક પ્રથા અને રિવાજોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ રીવાજોનું પાલન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ રીવાજોનું પાલન કરવાથી વ્યક્તિનો ખરાબ સમય દૂર થાય છે અને દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલી જાય છે.


કૂર્મ પુરાણના 49માં અધ્યાયમાં આવા જ એક ચમત્કારી રીવાજનું વર્ણન કરવામાં આવ્યું છે. આ અધ્યાયમાં એક શ્લોકનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાં ચાર નામનો ઉલ્લેખ કરાયો છે. આ ચાર નામનો ઉચ્ચાર કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. પરંતુ આ નામ યોગ્ય દિશાનું ધ્યાન રાખીને કરવાનું હોય છે. માનવામાં આવે છે કે આ ચાર નામ સવારના સમયે યોગ્ય દિશા તરફ મુખ કરીને લેવામાં આવે તો વ્યક્તિનું ભાગ્ય બદલી શકે છે.

પૂર્વ


પૂર્વ દિશામાં ભગવાન ઈંદ્રની નગરી છે. રોજ સવારે પથારીમાંથી ઊઠી અને પૂર્વ દિશા તરફ મુખ કરી ભગવાન ઈંદ્રનું નામ લેવું જોઈએ અને તેમની સ્તુતિ કરવી.

દક્ષિણ


દક્ષિણ દિશામાં ભગવાન યમરાજનો વાસ હોય છે. દક્ષિણ દિશા તરફ મુખ કરી અને યમરાજનું નામ લેવું અને પ્રાર્થના કરવી.

પશ્ચિમ


પશ્ચિમ દિશામાં વરુણ દેવનો વાસ હોય છે. તેથી રોજ સવારે ઊઠી અને પશ્ચિમ દિશા તરફ મુખ કરી વરુણ દેવનું સ્મરણ કરી પ્રાર્થના કરવી.

ઉત્તર


ઉત્તર દિશા ચંદ્ર દેવની દિશા છે. રોજ સવારે ઉત્તર દિશા તરફ મુખ કરી અને ચંદ્ર દેવનું સ્મરણ કરી તેમની સ્તુતિ કરવી.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર..

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ