સાઉદી અરેબિયાની આ આકરી સજાઓ સાંભળી તમારું કાળજુ કાંપી ઉઠશે. ચોરના અહીં હાથ કાપી નાખવામાં આવે છે !

આજે દૂનિયાનો એવો કોઈ ખૂણો નથી રહ્યો જ્યાં અપરાધ ન થતો હોય. રોજ સવારે સ્થાનિક સમાચારપત્રોમાં ઓછામાં ઓછા 20-25 અપરાધિક સમાચાર તો તમને જોવા મળી જ જશે. જે સામાન્યથી લઈને તમારા રુંઆડા ઉભા કરી નાખે તેટલા ખતરનાક પણ હોઈ શકે છે. પણ જ્યારે ક્યારેય સમાજમાં આવા ઘૃણાજનક અપરાધો થતા હોય છે ત્યારે લોકોમાંથી તે ગૂનેગારને સખ્ત સજા કરાવવાનો એક અવાજ ઉઠે છે.

લોકોનું એવું માનવું છે કે ઘૃણાજનક અપરાધ કરનાર વ્યક્તિને ફાંસીએ લટકાવી દેવો જોઈએ અથવા જાહેરમાં દંડ ફટકારવો જોઈએ. આજે ભારતમાં જઘન્ય અપરાધ માટે પણ ફાંસીની સજા માંડ માંડ થઈ શકે છે. આપણે બધા સાક્ષી છીએ કે મુંબઈ પર થયેલા આતંકવાદી હૂમલાના ગૂનેગારને ફાંસી અપાવતા ઘણો લાંબો સમય લાગી ગયો હતો. આવા દેખીતા ગૂના માટે પણ અપરાધીને સજા અપાવવી મુશ્કેલ છે ત્યારે સામાન્ય ગૂનાની તો વાત જ શું કરવી.

પણ આપાણી પશ્ચિમે આવેલા સાઉદી અરબમાં આવું નથી ગૂનેગારને ત્યારે ને ત્યારે તેના અપરાધની નક્કર સજા ફટકારવામાં આવે છે. તો ચાલો જાણીએ તમારા રુંઆડા ઉભા કરી નાખતી સાઉદી અરબની આ આકરી સજાઓ વિષે.

સાઉદી અરેબિયામાં અપરાધોની સજા ખૂબ જ આકરી હોય છે તેમાં, જાહેરમાં ફાંસીએ લટકાવવા, જાહેરમાં સર કલમ કરી નાખવા, જાહેરમાં બાંધીને પથ્થર મારવા વિગેરેનો સમાવેશ થાય છે. અહીં સજા માત્ર વૈશ્વિક રીતે ઓળખાતા ગુનાઓ જેમ કે , હત્યા, બળાત્કાર, ચોરી કે લૂટ માટે જ સખ્ત સજા નથી આપવામાં આવતી પણ ઇસ્લામનો ત્યાગ કરીને બીજો ધર્મ અપનાવવો, કામણ ટૂમણ, વ્યભિચાર વિગેરે ગુનામાં પણ આકરી સજા ફટકારવામાં આવે છે.

જો અહીં કોઈ વ્યભિચાર એટલે કે દેહવેપાર કરતાં ઝડપાઈ જાય તો તેને જાહેરમાં પથ્થરો મારી મારીને મારી નાખવામાં આવે છે.

અહીં સ્ત્રી પર જો બળાત્કાર કરવામાં આવ્યો હોય તો જ્યાં સુધી તેના પર થયેલા આ અત્યાચારના ચાર સાક્ષીઓ ન મળે ત્યાં સુધી તેના પર થયેલા આ ગૂનાને માનવામાં નથી આવતો. તેમજ સ્ત્રીઓને હંમેશા ગુરખામાં જ રાખવામાં આવે છે અને ગુરખા વગર ફરનાર સ્ત્રીને પણ આકરી સજા ફટકારવામાં આવે છે.

સાઉદી અરબમાં બનેલી એક ઘટનામાં એક 19 વર્ષિય યુવતિ પોતાના પુરુષ મિત્ર સાથે કારમાં મુસાફરી કરી રહી હતી ત્યારે કાર રોકીને કેટલાક પુરુષોએ તેના પર બળાત્કાર કર્યો હતો. ત્યારે તે બળાત્કારીઓને કોઈ સજા ફટકારવામાં નહોતી આવી પણ તે યુવતિને જેલની સજા ફટકારવામાં આવી હતી અને તેણીને કોડા મારવાની પણ સજા આપવામાં આવી હતી.

સાઉદી અરબમાં ફ્રીડમ ઓફ સ્પીચનું કોઈ જ અસ્તિત્વ નથી. તમે શું વિચારો છો તે સ્વતંત્ર રીતે લોકોને દર્શાવી શકતા નથી. વર્ષ 2015માં એક બ્લોગરે પોતાના બ્લોગ પર પોતાના સ્વતંત્ર અભિપ્રાય આપવા બદલ 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને સાથે સાથે 1000 કોડાની પણ સજા આપવામાં આવી હતી.

સાઉદી અરેબિયામાં સ્ત્રીઓને એકલા ઘરની બહાર નીકળવાની રજા આપવામાં આવતી નથી. તેણે ઘરની બહાર પગ મુકતી વખતે ઘરના એક પુરુષને પોતાની સાથે રાખવો ફરજિયાત છે અને આ પુરુષ કાંતો તેનો પતિ હોવો જોઈએ પિતા હોવો જોઈએ અથવા તો દીકરો હોવો જોઈએ. સાઉદી અરબના આ નિયમ પર પણ સમગ્ર વિશ્વમાંથી ઘણો વિરોધ ઉઠેલો હતો.

આ ઉપરાંત સાઉદી સ્ત્રીઓને વસ્ત્રોની ખરીદી કરતી વખતે ટ્રાયલ રૂમ પણ ઉપલબ્ધ કરાવવામાં નથી આવતો કારણ કે તેમને કપડાં ટ્રાયલ કરવાની પરમિશન આપવામાં આવતી નથી. તેમણે તેની ટ્રાયલ લીધા વગર જ કપડાંની ખરીદી કરવી પડે છે.

સાઉદી અરેબિયામાં જો કોઈ વ્યક્તિ ચોરી કરતો પકડાઈ જાય તો તેના જાહેરમાં હાથ કાપી નાખવામાં આવે છે અને કદાચ તે જ કારણસર ત્યાં ચોરીનું પ્રમાણ સાવ જ નહિવત છે.

અહીં સજાતિય સંબંધોને પણ માનવામાં નથી આવતા તેવી કોઈ વ્યક્તિ જો જોવામાં આવી જાય તો તેમને ત્રણ વર્ષની જેલની સજા અને 450 કોડા મારવાની સજા થાય છે.

આ ઉપરાંત વિજાતિય લોકો એકબીજા સાથે સમય પસાર કરી શકતા નથી. સિવાય કે તે તમારા નજીકના સંબંધી હોય. 2009માં એક 75 વર્ષિય સ્ત્રીને માત્ર એટલા માટે 40 કોડા અને 4 મહિનાની સજા ફટકારવામા આવી હતી કારણ કે તેના ઘરમાં તેણી બે સંબંધ વગરના પુરુષો સાથે જોવા મળી હતી. આ બન્ને પુરુષો તે બિચારી વૃદ્ધ સ્ત્રી માટે ખાવાનું લઈને આવ્યા હતા પણ તેમ છતાં તે ત્રણેને સજા ફટકારવામાં આવી હતી.

અહીં તમે કોઈ પણ પ્રકારનો ખરાબ ફોટો કે વિડિયો જોતા પકડાઈ જાઓ તો તેના માટે પણ ખુબ જ આકરી સજા ફટકારવામાં આવે છે.

જોકે હ્યુમન રાઇટ કમિશન સાઉદી અરબ તેમજ મિડલ ઇસ્ટમાં નાગરીકોને અપાતી આ આકરી સજાના સખ્ત વિરોધી છે અને તે માટે ઘણી બધી ચળવળો પણ ચલાવવામાં આવી રહી છે તેમ છતાં અહીંની સ્થિતિમાં કોઈ જ સુધારો અત્યાર સુધીમાં જોવા મળ્યો નથી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ