શું તમે પણ ચોકલેટ પર સફેદ નિશાન જોઈને તેને જુની સમજો છો?

શું તમે પણ ચોકલેટ પર સફેદ નિશાન જોઈને તેને જુની સમજો છો?

ચોકલેટ ખાવી દરેક વ્યકિત ખૂબ પસંદ કરે છે. અવારનવાર લોકો ચોકલેટને ઘણા દિવસો સુધી ફ્રિઝમાં રાખીને તેનો લુફ્ત ઉઠાવતા રહે છે. એવામાં તમે જોયુ હશે કે ઘણા દિવસો સુધી સંગ્રહી રાખવાના કારણે તેના પળ પર સફેદ જેવુ કંઈક દેખાવા લાગે છે. પરંતુ શું તમે પણ આવી ચોકલેટ્સને ખરાબ, બેકાર સમજીને ફેંકી દો છો? શું તમે પણ તેને જુની સમજવા લાગો છો?

જણાવી દઈએ કે તેનો અર્થ આ બિલકુલ નથી કે ચોકલેટ જુની છે કે ખાવા લાયક નથી.

ચોકલેટ પર પડતા સફેદ નિશાનનો અર્થ થાય છે કે આ બ્લૂમ થઈ રહી છે. ચોકલેટ બ્લૂમ બે પ્રકારના હોઈ છે. ફૈટ બ્લૂમ અને શુગર બ્લૂમ.

શુગર બ્લૂમ ત્યારે થાય છે જ્યારે નમી ચોકલેટના સંપર્કમાં આવે છે. તમે જે ચોકલેટ ખાવ છો તેમાં સામાન્યરીતે ખાંડ હોઈ છે જે ઉપર દેખાવા લાગે છે.

ફૈટ બ્લૂમના પાછળ ઘણી પ્રકારના કારણો હોઈ છે જેમ કે બરાબર સ્ટોર ના કરવી, તાપમાનમાં ફેરફાર, વગેરે. ચોકલેટ કેવી રીતે બનાવવી!! ચોકલેટ ખાવાના ફાયદા અને નુક્સાન

ચોકલેટનું તો નામ જ કાફી હોઈ છે મોંમાં સ્વાદ ઘોળી દેવા માટે, તેની મીઠાસ અને ખૂશ કરી દેનાર સ્વાદનું તો શું કહેવુ. અવસર કોઈપણ હોઈ, જન્મદિવસ હોઈ કે પરિક્ષા પાસ કરી લેવાની પાર્ટી, બાળકો અને યુવાનો માટે ચોકલેટ કોઈ પ્રકારની મીઠાઈથી ઓછી નથી હોતી અને આજકાલ બજારમાં ઘણી પ્રકારની ચોકલેટ મળવા લાગી છે જેને તેના ચલણને વધુ ઝડપથી વધારી દીધુ છે. તમે ખૂબ ખૂશ હોઈ કે પછી મન ઉદાસ હોઈ, તમે ચોકલેટનો જ આશરો લો છો. પરંતુ શું તમે જાણો છો કે તમને અતિપ્રિત ચોકલેટ ખાવાથી કઈ રીતે તમારા શરીરને નુક્સાન પહોંચે છે અને આ ચોકલેટનું ક્યુ રુપ છે જે તમારા સ્વાસ્થયને પણ દુરુસ્ત કરે છે. તો ચાલો, આજ તમને જણાવી ચોકલેટથી જોડાયેલા બન્ને પહેલુ.

ચોકલેટ થિઓબ્રોમા કોકો બીજથી તૈયાર થતી એક પ્રકારની મીઠાઈ હોઈ છે જે ભૂરા રંગની હોઈ છે પરંતુ અમુક મિલ્ક ચોકલેટ્સનો રંગ સફેદ પણ હોઈ છે. જો તમે ચોકલેટ ખાવાના શોખિન છો તો ડાર્ક ચોકલેટ અપનાવો જે તમારા સ્વાસ્થયને સારુ બનાવવામાં આ રીતે મદદ કરે છે.

મગજને સ્વસ્થ રાખે ડાર્ક ચોકલેટ

ડાર્ક ચોકલેટ મસ્તિષ્કની કાર્યપ્રણાલીમાં સુધારો લાવે છે અને સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે. એક શોધ અનુસાર, ડાર્ક ચોકલેટ માણસના મનથી દુ:ખ અને અવસાદની ભાવનાઓને ઓછી કરવામાં મદદરૂપ થાય છે.

હ્દયનો રાખે ખ્યાલ

ચોકલેટનું સેવન હ્દયની બિમારીઓ અને હાર્ટ એટેક આવવા જેવા જોખમો ઓછા કરે છે. ડાર્ક ચોકલેટમાં રહેલા પોટેશિયમ અને કોપર હાર્ટ એટેકની સ્થિતિમાં હ્દયની ક્ષમતા જાળવી રાખે છે. આ રક્તચાપને પણ ઓછો કરે છે અને તેને ખાવાથી ધમનીઓનો સખત થવુ પણ રોકી શકાય છે. ઓસ્ટ્રલિયા યુનિવર્સિટીની શોધને અનુસાર, રોજ ૧૦૦ ગ્રામ ચોકલેટના સેવનથી હાર્ટ એટેક ઓછો કરવામાં ખૂબ મદદ મળે છે.

એંટિઓક્સિડેંટથી ભરપૂર ડાર્ક ચોકલેટ

એંટિઓક્સિડેંટ ભોજનથી પ્રાપ્‍ત થનાર એવા વિટામીન્સ, મિનરલ અને અમુક રસાયણ હોઈ છે જે હ્દયની બિમારીઓ, કેન્સરના અમુક પ્રકારો અને ઘડપણ સબંધિત બિમારીઓને રોકવામાં મદદરૂપ હોઈ છે. ડાર્ક ચોકલેટ અને કોકોમાં સૌથી વધુ પ્રકારના એંટિઓક્સિડેંટ મળી આવે છે. એ પણ કૈફીનની જેમ ઉતેજક હોઈ છે પરંતુ આમાં ધુલનશીલ ફાઈબર અને મેગ્નેશિયમ, કોપર, આયરન અને મેગ્નીઝ પણ મળી આવે છે.

મહિલાઓના સ્વાસ્થય માટે લાભકારી

ડાર્ક ચોકલેટ માસિક ધર્મ દરમિયાન થનાર દુ:ખાવામાં રાહત અપાવે છે સાથે જ મહિલાઓમાં વધતા તણાવને ઓછો કરવામાં પણ સહાયક છે. ગર્ભવતી મહિલાઓ દ્વારા ચોકલેટનુ સેવન કરવાથી શિશુનો વિકાસ સારી રીતે થાય છે.

ત્વચામાં નિખાર લાવે

એંટિઓક્સિડેંટથી ભરપૂર ડાર્ક ચોકલેટ ત્વચા પર દેખાતા વધતી ઉંમરના લક્ષણો અને કરચલીઓને ઓછી કરે છે અને ત્વચાની દમક વધારે છે સાથે જ ડાર્ક ચોકલેટ ખાવાથી વાળ ખરવાનું પણ ઓછુ થાય છે.

તેના સિવાય પણ ડાર્ક ચોકલેટ ખાવાના ઘણા બીજા ફાયદા પણ છે જેમ કે સૂરજના કિરણોના હાનિકારક પ્રભાવથી બચાવવા, ઉધરસ અને ડાયરિયામાં આરામ પહોંચાડવો, શરીરમાં લોહીની માત્રા વધારવી, આંતરના કેન્સરથી બચાવવા અને સેક્સ ક્ષમતાને વધુ સારી બનાવવી.

આટલા બધા ફાયદા તો જાણી લીધા છે તમે ડાર્ક ચોકલેટ ખાવાના પરંતુ આ ધ્યાન રાખવુ પણ જરૂરી છે કે બધા ફાયદા તમને અસલી ડાર્ક ચોકલેટથી મળી શકે છે જે ડાર્ક હોવાની સાથે સાથે સ્વાદમાં કડવી પણ હોઈ છે કારણ કે તેમાં કોકોની માત્રા વધુ હોઈ છે.

આવો હવે તમને જણાવીએ સામાન્ય ચોકલેટ ખાવાથી શરીરને થતા નુક્સાન

કેફીનની માત્રા

સામાન્ય ચોકલેટમાં કૈફીન જેવા રાસાયણિક તત્વો મળી આવે છે જેના પ્રભાવથી મગજને તેની આદત લાગી જાય છે અને તેના નુક્સાન જાણતા હોવા છતા પણ આને વારે વારે ખાવાનુ મન થાય છે અને આ આદત ખાસ કરીને બાળકો માટે ખૂબ હાનિકારક સાબિત થાય છે.

મસ્તિષ્કની કાર્યક્ષમતા પ્રભાવિત

ચોકલેટ ખાવાથી મગજની કાર્યક્ષમતા પ્રભાવિત થાય છે અને તેનુ વધુ સેવન માથાના દુખાવાનું કારણ પણ બને છે.

હ્દયને જોખમ

ચોકલેટ ખાવાથી હ્દયની ધમનીઓનું કડક થવુ અને રક્તચાપ સબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.

મધુપ્રમેહની સંભાવના

ચોકલેટમાં મેળવવામાં આવતી કૃત્રિમ શર્કરા (ખાંડ) જ્યાં શરીરને નુક્સાન પહોંચાડે છે ત્યાં જ ગ્લુકોઝના વધુ માત્રા શરીરમાં જવાથી મધુપ્રમેહનું જોખમ પણ વધારી દે છે.

તમે જાણો છો કે કોઈપણ વસ્તુ જો સંતુલનમાં ખાવામાં આવે તો નુક્સાન નથી કરતી. તો કેમ નહિ તમે ચોકલેટનાં મામલે પણ આવુ જ વિચારો. સામાન્ય ચોકલેટનું સેવન ઓછુ કરી લો અને ડાર્ક ચોકલેટને સંતુલિત માત્રામા ખાવાનું શરૂ કરો. આવુ કરીને તમે ના ફક્ત તણાવ અને નિરાશા જેવી મનોદશાથી બચી રહેશો પરંતુ તમારા ખાસ અવસરમાં ચોકલેટ તમારી સાથ પણ બની રહેશે. તો બસ, આજથી જ ચોકલેટ અને તમારી મિત્રતામાં સંતુલન બનાવો અને સ્વસ્થ તન મન સાથે આગળ વધતા જાઓ.

અમે તમારા સાથે ફક્ત જ્ઞાનવર્ધક જાણકારી શેયર કરી છે. પોતાની સુઝ-બુઝનો ઉપયોગ કરવો. સદાય ખૂશ રહો અને સ્વસ્થ રહો. ડાર્ક ચોકલેટમાં અન્ય કોઈ ચોકલેટ કે દૂધથી બનેલી ચોકલેટની તુલનામાં ૬૦ ટકા વધુ કોકો હોઈ છે. કેંટકી કોલેજ ઓફ એગ્રીકલ્ચર યુનિવર્સિટીને અનુસાર, ડાર્ક ચોકલેટ બાકી અન્ય ચોકલેટની તુલનામાં વધુ કૈફીન સામગ્રી હોઈ છે. વધુ માત્રામાં ડાર્ક ચોકલેટ ખાવાથી હ્દયની ગતિ, ઝાળા, તણાવ, ચિડિચિડિયાપણ, ગભરામણ અને ડિહાઈડ્રેશન થઈ શકે છે. કૈફીન હાઈબ્લડપ્રેશર રક્તચાપમાં વૃદ્ધિનું કારણ બને છે. તેનાથી માનસિક શક્તિ નબળી થાય છે. ડાર્ક ચોકલેટમાં રહેલુ કૈફીન અનિ્દ્રાનું કારણ બની શકે છે. ડાર્ક ચોકલેટ ખાવાથી તમારા શરીરને નુક્સાન પહોંચે છે.

પથરી

મેરીલૈંડ મેડિકલ સેન્ટર વિશ્વવિદ્યાલયને અનુસાર, ડાર્ક ચોકલેટમાં ઓક્સિલેટ હોઈ છે જેના કારણે ગુર્દાના સ્ટોન્સમાં વધારો થાય છે. તેનાથી મૂત્રમાર્ગમાં ઓક્સિલેટ વધી જાય છે જેનાથી ગુર્દાની પથરીનું જોખમ વધી જાય છે. જો તમે કિડની સ્ટોનથી બચવા માંગો છો તો ડાર્ક ચોકલેટ ખાવાથી બચો.

માઈગ્રેન-માથાનો દુખાવો

મેરીલેન્ડ મેડિકલ સેન્ટર અને ક્લેમ્સન વિશ્વવિદ્યાલયની શોધને અનુસાર, ડાર્ક ચોકલેટ માઈગ્રેનના લક્ષણોને વધારી શકે છે. ડાર્ક ચોકલેટમાં કેમિકલ ટાયરામીન હોઈ છે જે માઈગ્રેન માથાના દુખાવાને વધારે છે. ડાર્ક ચોકલેટમાં શુગર કંટેંટ વધુ હોઈ છે જે બ્લડ શુગરના લેબલને ખૂબ વધારી દે છે.

હાર્વર્ડ વિશ્વવિદ્યાલયને મુજબ, ડાર્ક ચોકલેટ હાઈ બ્લડ શુગર અને હાઈપરગ્લેસેમિયા માઈગ્રેનનું કારણ હોઈ છે.

માનસિક નબળાઇ અને અનિદ્રા

ચોકલેટમાં એંટિઓક્સિડેંટ, વિટામીન્સ, ડાએટ્રી મિનરલ્સ અને ફૈટી એસિડ રહેલા હોઈ છે. આવા તત્વો આપણા મગજને લાંબા સમય સુધી સજાગ રાખે છે જેનાથી આપણને માનસિક નબળાઈ આવી જાય છે અને શરીર અનિદ્રાનો શિકાર થઇ જાય છે. રાત્રે સુતા સમયે તેને ખાવાથી ઉંઘ નથી આવતી. ડાર્ક ચોકલેટમાં કૈફીન અને થિયોફાઈલિઈન હોઈ છે જે માથાનો દુખાવો બનાવી રાખે છે.

કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ

ડાર્ક ચોકલેટમાં સંતૃપ્ત વસા અને શુગર કંટેંટ વધુ માત્રામાં હોઈ છે. વધુ વસા અને શુગર ખાવાથી કાર્ડિયોવાસ્ક્યુલર બિમારી થવાનુ જોખમ વધી જાય છે. ડાર્ક ચોકલેટથી વજન વધે છે જેનાથી હ્દય સબંધિત બિમારીઓ થવાનો ભય રહે છે.

ઈરિટેબલ બોવેલ સિંડ્રોમ (આઈબીએસ)

ડાર્ક ચોકલેટમાં કૈફીનની માત્રા વધુ હોવાથી પેટની સમસ્યાઓ થઈ જાય છે જેમ કે ડાયરિયા અને ઈરિટેબલ બોવેલ સિંડ્રોમ વગેરે. આઈબીએસના લક્ષણોમાં પેટમાં ભારેપણુ, અનિયમિત શૌચ, મળ ત્યાગમાં તકલીફ, ગેસની સમસ્ય વગેરા થાય છે. તેના કારણે આંતરમાં પણ સમસ્યા ઉત્પન્ન થઈ જાય છે.

હાડકા નબળા

ચોકલેટમાં રહેલા કોકોઆ શરીરમાં કેલ્શિયમ વધારી દે છે. ડાર્ક ચોકલેટ ખાવાથી પેશાબ વારે વારે લાગવાથી શરીરથી કેલ્શિયમ નિકળી જાય છે. શરીરથી વધુ કેલ્શિયમ નિકળવાથી ઓસ્ટિયોપોરોસિસની સમસ્યા થઈ જાય છે. એવામાં હાડકા નબળા થઈ જાય છે અને હાડકામાં દુખાવો થતો રહે છે.

દાંત સબંધિત સમસ્યા

ડાર્ક ચોકલેટમાં શુગર કંટેંટ વધુ હોવાથી દાંતની સમસ્યા થઈ જાય છે જેમ કે દાંતમાં પીળાપણુ, દાંતની નબળાઈ, દાંતમાં લોહી આવવુ વગેરે. વધુ માત્રામાં ખાવાથી દાંત જલ્દી તૂટી જાય છે અને દાંતમાં ઝણઝણાહટ વધી જાય છે

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ