આલિયાનું નવું ઘર છે એકદમ ટ્રેન્ડી, જાણો કોની સાથે રહેવા ગઈ તે કરોડોના ઘરમાં…

ખાસ વ્યક્તિ સાથે આલિયા ભટ્ટ રહેવા જશે નવા કરોડોના ઘરમાં… જાતે ઇન્ટિરીયર ડિઝાઈન કરેલ વીડિયો શેર કર્યો છે જુઓ તેનો ૧૩ કરોડનો આલિશાન ફ્લેટ… આલિયાનું નવું ઘર છે એકદમ ટ્રેન્ડી, જાણો કોની સાથે રહેવા ગઈ તે કરોડોના ઘરમાં…

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on


છેલ્લા પાંચ – છ વર્ષમાં આલિયા ભટ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરથી લઈને કલંક સુધી ખૂબ લોકચાહના અને સફળતા મેળવતી આવી છે. તે યુથ આઈકોન ફેસ તરીકે પણ જાણીતી થઈ છે. એટલું જ નહીં હાલની, બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં તેનું નામ જરૂર લેવામાં આવે છે. આ સમયે આલિયા ભટ્ટ તેની સફળતાને અનોખી રીતે માણી રહી છે, તેણે પોતાની કમાણીમાંથી પોતાની પસંદનું ઘર ખરીદ્યું છે. કહેવાય છે કે આ ઘરની સજાવટ માટે તેણે જાતે જ બધી વસ્તુઓ ખરીદી છે અને તે આ નવા ઘરમાં તે પોતાની એક ખાસ વ્યક્તિને પણ રહેવા માટે સાથે લઈ જવા ઇચ્છે છે, જાણો એ કોણ છે? વળી, આલિયાએ પોતના નવા ઘર વિશેની ખાસ વાતો તેની યુટ્યૂબ ચેનલ ઉપર વીડિયો બનાવીને શેર કરી છે તેના મનની વાતો…

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on


યુટ્યૂબ ઉપર વીડિયોથી શેર કરી છે, નવા ઘરની વાતો…

આલિયા ભટ્ટ એટલી હદે સફળ થઈ છે કે તે તેની ફિલ્મોની ફિ માટે પણ ચર્ચામાં રહે છે. આજની તારીખે અનેક સિનિયર અભિનેત્રીઓ કરતાં તે વધારે રકમ ચાર્જ કરે છે એવા સમાચાર છે. એવામાં તેણે એક ઘર ખરીદ્યાના સમાચારે તેના ફેન્સમાં ઉત્સુક્તા વધારી છે. આ વાતની જાણકારી તેણે જાતે એક વીડિયો બનાવીને તેના પ્રસંશકો સાથે શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on


શું છે ખાસિયત આલિયાના નવા ઘરની…

આલિયા ભટ્ટ તેના નવા જ ઘરમાં બેસીને આ વીડિયોમાં બોલી રહી છે. એ કહે છે કે મારા માટે આ વાત ખૂબ જ ખાસ છે કે હું પહેલીવાર મારા પોતાના ઘરમાં રહેવા જઈ રહી છું. આ ઘર મારી કમાણીમાંથી ખરીદેલું છે તેટલા માટે તે વધારે ખાસ છે. આલિયાએ આગળ વાત કરતાં જણાવે છે કે કે તેના આ ઘરની સજાવટમાં તેની નાની બહેન શાહિને ખૂબ જ મદદ કરી છે. કેટલીય વસ્તુઓ એણે ઓનલાઈન મંગાવી છે તો કેટલીય વસ્તુઓ જાતે બજારોમાં જઈને પસંદ કરી છે. અમારા ઇન્ટિરીયર ડિઝાઈનર સાથે મળીને કંઈ નક્કી કર્યું હોય એ વળી અમે બે દિવસ ગમે તો ત્રીજે દિવસે બધું બદલી નાખવા કહી દઈએ છીએ.

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on


દરેક વાતોમાં મારી મમ્મી અને બહેનની સલાહ લેવી ગમે છે. તે કહે છે કે મારા માટે આ ખૂબ જ મહત્વની વાત છે જ્યારે હું પહેલીવાર એકલી રહેવા જવાનો નિર્ણય લઈ રહી છું.

આલિયા સાથે આવશે તેની એક ખાસ વ્યક્તિ…

આલિયા પહેલાં તો સાવ એકલી જ તેના આ ડ્રિમ હાઉઝમાં જ રહેવા જવાની હતી. પરંતુ એ વિચારને માંડી વાળીને તેણે એવો નિર્ણય લીધો છે કે તે પોતાની સાથે બહેન શાહિનને પણ રહેવા લઈ જશે. આ વાતનો વિચાર એ રીતે આવ્યો કે તેની બહેને ખૂબ જ જહેમત લીધી છે આ નવા ઘરને બનાવવા અને તેની સજાવટ માટે થઈને. પરંતુ એવું નક્કી થયું છે શાહિન થોડો સમય આલિયા અને થોડો વખ તેમની માતા સોની રાઝદાન સાથે રહેશે.

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on


આલિયા માટે ઘર કેટલું છે ખાસ જાણો…

આલિયા એ આ ઘર ૧૩ કરોડમાં ખરીદ્યું છે એવા સમાચાર છે. હકીકતે તેને આ ઘર એટલું તો ગમી ગયું કે આ ફ્લેટની મૂળ કિંમત તો ૭.૮૬ કરોડ હતી. પરંતુ તેની પાછળ આલિયાએ ખૂબ ખર્ચો પણ કર્યો છે. આપને જણાવીએ કે આ આલિયાએ પોતાની કમાણીમાંથી ખરીદેલું પહેલું મકાન નથી. તેના હજુ પણ બે ઘર છે જેમામ એકની કિંમત ૫.૧૬ કરોડ અને બીજાની ૩.૮૩ કરોડ કિંમત છે. આ ઘર તેણે ૨૦૧૫માં મુંબઈના સૌથી પોર્સ વિસ્તાર જૂહુમાં ખરીદ્યું હતું. પરંતુ જે રહેવા માટે આ નવા ડ્યુપ્લેક્ષ ફ્લેટમાં જઈ રહી છે. આલિયાના વીડિયોમાં કહ્યા મુજબ આ નવો ફ્લેટ તૈયાર થતાં બે વર્ષ લાગ્યાં છે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ