PUBGની ઘેલછાથી યુવકના મગજને ભારે નુકસાન ! માતા-પિતા માટે ચોંકાવનારી ઘટના ! જાણો સંપૂર્ણ હકીકત

આજે મોબાઈલ ગેમ્સને લઈને નાના બાળકથી માંડીને યુવાનો સુધીમાં એક દીવાનગી છવાઈ ગઈ છે. જે દીવસેને દીવસે વધતી જઈ રહી છે. અને તેને કારણે થતાં નુકસાનની પણ ઘણી બધી ઘટનાઓ આપણી સમક્ષ આવી ગઈ છે. થોડા સમય પહેલાં ઉત્તર પ્રદેશમાં એક કીશોરનું આ ગેમના કારણે જ કાર્ડીયાક એરેસ્ટથી મૃત્યુ થયું હતું તેવા અહેવાલ હતા.

તાજેતરની ઘટના પણ મોબાઈલ ગેમને લગતી જ છે. ભારતમાં અત્યંત લોકપ્રિય એવી PUBG ગેમને અત્યાર સુધીમાં વિશ્વભરમાં 400 મિલિયન એટલે કે 4000 લાખ વાર ડાઉનલોડ કરવામાં આવી છે અને હાલ તેના 50 મિલિયન એટલે કે 500 લાખ યુઝર તેને રોજિંદા ધોરણે રમે છે. ચોક્કસ આ ગેમને બનાવનારને દીવસની લાખોની કમાણી થતી હશે પણ તેની સામે કેટલાએ યુવાધનનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે.

તાજેતરમાં તેલંગાણાના એક યુવક સાથે આ જ રમતના કારણે ભયંકર ઘટના ઘટી ગઈ છે અને તેનું મૃત્યુ થયું છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે આ યુવાનના મગજમાં લોહીની ગાંઠો પડી ગઈ હતી. અને તેના પરિણામે તેનું વજન પણ સતત ઘટતું ગયું હતું. અને શરીરમાં અપુરતુ પોષણ પણ હતું.

આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે પબજી એક હિંસક રમત છે તેમાં સામેવાળાને સતત હરાવીને એક પછી એક લેવલ પર પહોંચવાની માનસિક તાણ રમનાર પર રહ્યા કરે છે. અને મોટા ભાગે કુમળી વયના કીશોરો આ હાર-જીતને ખુબ જ ગંભીર રીતે લઈ લે છે અને જાણે વાસ્તવિક જીવન તે જ છે તે રીતે તે રમતમાં ઓતપ્રોત થઈ જાય છે.

યુવાનને થોડી સવારવાર બાદ રજા આપી દેવામા આવી હતી પણ થોડા સમય બાદ તેણે પોતાનું જમણું અંગ એટલે કે જમણા હાથ પગનું હલનચલન નહીં થવાની ફરિયાદ કરી હતી અને ત્યાર બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે તે સંપૂર્ણ ભાનમાં પણ નહોતો એટલે તે પુછવામા આવતા પ્રશ્નોનો પણ વ્યવસ્થિત જવાબ નહોતો આપી શકતો.

તેની માતાના જણાવ્યા પ્રમાણે તે રાત્રીના નવ વાગ્યાથી સવારના ત્રણ-ત્રણ વાગ્યા સુધી રમત રમે રાખતો હતો. અને સવારની બાજુ પોતાનું છાપુ નાખવાનું કામ પૂર્ણ કરી તરત જ ગેમ રમવા લાગી પડતો હતો.

ન્યુરોફિઝિશિયન ડોક્ટરના જણાવ્યા પ્રમાણે આ યુવાનનું ધ્યાન માત્ર રમત પર જ રહેતું હતું, અને તેના કારણે તે વ્યવસ્થિત જમતો પણ નહોતો અને ઉંઘ પણ પુરી નહોતો કરતો. તે રોજની ઓછામાં ઓછી 6-7 કલાક સુધી રમત રમતો અને શરીર પર પુરતું ધ્યાન નહીં આપવાથી તેનું વજન પણ ખુબ ઘટી ગયું હતું.

તો થોડા સમય પહેલા એટલે કે હજુ જુલાઈ મહિનામાં જ આવી ઘટના કાશ્મીરમાં બની ગઈ હતી. અહીં પણ 19 વર્ષનો યુવાન અસિમ બશીર રાત્રે પબજીની રમત રમતાં બેભાન થઈ ગયો હતો. વાસ્તવમાં બન્યું હતું એવું કે અસિમ પોતાના મિત્રને ત્યાં ગયો હતો. અને સવારે જ્યારે તેની નાશ્તા માટે રાહ જોવામાં આવી તો તે બેભાનઅવસ્તામાં મળ્યો હતો. તેને તરત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અને ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત આ ગેમના પ્રભાવમાં આવીને બધી ઘણી બધી અઘટિત ઘટનાઓ પણ બની ગઈ છે. જેમાં મોટા ભાઈએ નાના ભાઈને ગેમ ન રમવાનું કહેતાં તેણે તેના પર ઘાતક હૂમલો પણ કર્યો હતો. આ સિવાય થોડા મહિનાઓ પહેલાં હરિયાણામાં એક કીશોરે PUBG નહીં રમવા દેવામાં આવતા આત્મહત્યા પણ કરી લીધી હતી.

આ સમસ્યા મોટે ભાગે 12-20 વર્ષના યુવાનોમાં સૌથી વધારે જોવા મળે છે. જો કે તેની પાછળ તેમના કરતાં તેમના માતાપિતાનો ફાળો વધારે છે. કારણ કે તેમણે સતત તેમના બાળકોની પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવું જોઈએ નહીંતર પરિસ્થિતિ હાથમાંથી સરકી જતા વાર નથી લાગતી.

આજે એક વ્યક્તિ તેના સ્માર્ટ ફોન પર સરેરાશ રીતે અઢીથી ત્રણ કલાક પસાર કરે છે. જે સંપૂર્ણ પણે અનઉત્પાદક, શરીરને હાનીકારક અને લાંબાગાળાના શારીરિક, માનસિક નુકસાનને નોતરનારું છે. આજે લોકો પરિવાર સાથે ઘરની બહાર પણ નીકળતા હોય તે પછી સાંજનું ભોજન લેવા કોઈ રેસ્ટોરન્ટમાં ગયા હોય કે પછી પિકનિક પર કોઈ કુદરતી સૌંદર્ય ધરાવતી જગ્યા પર ગયા હોય તેમનો મુખ્ય ઉદ્દેશ તો ફોટાઓ પાડીને તેને સોશિયલ મિડિયા પર શેયર કરવાનો જ હોય છે. અને આ સેલ્ફીના ચક્કરમાં પણ ઘણા જીવ ખોવાયાના અહેવાલો પણ આપણને મળતા રહે છે. માટે માત્ર યુવાનો જ નહીં પણ આમ જોવા જઈએ તો સંપુર્ણ માનવજાતિ માટે સ્માર્ટ ફોન ફાયદાકારક ઓછો પણ નુકસાનકારક વધારે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ