માન્ચેસ્ટરમાં મોબાઈલ યુઝર્સ માટે સ્પેશિયલ ફુટપાથ ! સતત મોબાઈમાં મુંડી રાખતા લોકો માટે નવતર પ્રયોગ !

સ્માર્ટ ફોન.. સ્માર્ટ ફોન.. સ્માર્ટ ફોન… આજે લગભગ દરેક વ્યક્તિ પાસે સ્માર્ટ ફોન છે. અને ભારતમાં તો એવું કહેવાય છે કે ટોઈલેટ કરતાં વધારે સ્માર્ટ ફોનની સંખ્યા છે. એવા ઘણા બધા કિસ્સાઓ આપણા સાંભળવામાં આવ્યા છે કે ડ્રાઈવીંગ કરતી વખતે મોબાઈલ ફોનનો યુઝ કરવાના કારણે અકસ્માત થતાં હોય. અને આ લિસ્ટમાં તમે પગપાળા લોકોનો પણ સમાવેશ કરી શકો છો.

સામાન્ય રીતે મોબાઈલ વાપરતી વખતે આપણી એકધારી નજર મોબાઈલમાં જ રહે છે. અને ઘણીવાર તો જાણે આપણે બીજી જ દુનિયામાં જતાં રહ્યા હોઈ તેમ આજુબાજુનું ભાન નથી રહેતું. અને જો રસ્તાઓ પર ચાલતી વખતે આ પ્રયોગ કરવામાં આવે તો આપણે સામેવાળી વ્યક્તિનિ સામે અથડાઈ જતાં હોઈએ છીએ. અને જો રોડ ક્રોસ કરતી વખતે પણ ધ્યાન ન રહે તો મોટો અકસ્માત સર્જાઈ શકે છે.

ઘણા બધા લોકો ચાલતી વખતે પણ સતત મોબાઈલ વાપરતાં તેના પર ટેક્સ્ટીંગ કરતાં તમને જોવા મળશે અને તેના કારણે એકબીજા સાથે અથડાઈ પણ જતા હોય છે. તો આ જ સમસ્યાને દૂર કરવા માટે યુ.કેના માન્ચેસ્ટરમાં મોબાઈલ યુઝર્સ અને ખાસ કરીને જે લોકો સતત ચેટીંગ પર હોય છે તેવા માટે એક સ્લો લેન એટલે કે ફુટપાથ બનાવાવામાં આવી છે.

હાલ પુરતી આ વ્યવસ્થા હંગામી છે પણ ધીમે ધીમે જો લોકોનો સપોર્ટ મળશે તો તેના માટે વ્યવસ્થિત પોલિસી ઘડીને તેને કાયમી બનાવવામા આવશે. આ લેન ખાસ કરીને અતિ વ્યસ્ત એવા મોબાઈલ યુઝર્સ માટે કરવામાં આવી છે કે જેઓ સતત, ટેક્સ્ટ, ઇમેઈલ, સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ પર રહે છે અને તેમને જ અકસ્માતનો ભય સૌથી વધારે રહે છે. હવે યુ.કેના માન્ચેસ્ટરમાં કરવામા આવેલો આ પ્રયોગ કેટલો સફળ જાય છે તે માટે રાહ જોવી પડશે !


માન્ચેસ્ટર પહેલા આ પ્રયોગ લિવરપુલમા પણ કરવામાં આવ્યો હતો જે ખુબ જ સફળ રહ્યો હતો અને તેની સફળતાને જોઈને જ અહીં આ પ્રયોગ કરવામાં આવ્યો છે. જો કે આ પહેલાં 2014માં ચાઈનાએ પણ મોબાઈલ ફોન સાઇડવોકનો પ્રયોગ કરી જોયો છે.

આ ઉપરાંત બેંગકેકના રસ્તાઓની ફુટપાથ પર પણ સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતાં લોકો માટે સ્લો લેન બનાવવામા આવી છે. સિંગાપુરના રસ્તાઓ પર તો રિતસરના ફુટપાથ પર મોબાઈલ નહીં વાપરવાના સ્ટિકરો લગાવવામાં આવ્યા છે.

નેધર લેન્ડમાં જ્યાં જ્યાં લોકોએ ઝેબ્રા ક્રોસિંગ પરથી રસ્તાઓ ક્રોસ કરવાના હોય છે ત્યાં ઉપરની તરફ તો રેડ, યેલો, ગ્રીન લાઇટ્સ નાખેલી જ છે પણ ફુટપાથની કીનારી કે જ્યાંથી રસ્તો ક્રોસ કરવાનો હોય છે ત્યાં પણ ખાસ સિંગનલ લાઇટ્સ નાખવાની જરૂર પડી છે અને આ બધું એકધારું મોબાઈમાં મુંડી નાખીને ચાલતા લોકો માટે કરવાં આવ્યું છે. આ જ પ્રયોગ આ પહેલાં જર્મનીના ઑગ્સબર્ગ શહેરમાં પણ કરવામાં આવ્યો છે.

આજે ડગલેને પગલે માણસના જીવનને સ્માર્ટફોન અસર કરી રહ્યો છે કેટલાક માટે તે આશિર્વાદરૂપ છે તો કેટલાક માટે તે જોખમી છે. હવે આ નવતર પ્રયોગ કેટલો સફળ રહે છે તે જોવાનું રહ્યું.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ