ચ્યુઇંગ ગમ ચાવ્યા કરવાની આદત તમારા આરોગ્ય માટે છે હાનિકારક, આજથી જ સાવધાની લો…

તમને સતત ચ્યુઇંગ ગમ ચાવવાની ટેવ હોય તો ચેતી જજો, સ્વાથ્યને પહોંચાડી શકે છે ખૂબ નુક્સાન… ચ્યુઇંગ ગમ ચાવ્યા કરવાની આદત તમારા આરોગ્ય માટે છે હાનિકારક, આજથી જ સાવધાની લો… એ.સિ.ડિ.ટિ.થી લઈને કેન્સર સુધીની બીમારીઓ નોતરી શકે છે ચ્યુઇંગ ગમની કૂટેવ.


તમને સ્કુલના સમયથી કોણ કેટલી વધુ વખત એક જ ચ્યુઇંગ ગમને ચાવીને મોંમાં રાખી શકે છે અને કોણ સૌથી મોટો બબલ બનાવીને ફૂલાવી શકે છે તેવી રમતો રમતા. તેમાંય જુદી જુદી ફ્લેવરની અને આકારની ચ્યુઇંગ ગમ મિત્રોને એકબીજાને આપવાનો પણ એક ટ્રેન્ડ હોય છે. જે કોલેજ સુધી જળવાઈ રહેતો હોય છે. બાળકોને આ સ્વીટ કેન્ડીની રીતસરની આદત પડી ગઈ હોય છે. એ ત્યાં સુધી હદ કરે છે કે ચાલુ ક્લાસમાં અને મોટાં થઈને ઓફિસમાં પણ તેમને ચાવવાની ટેવ પડી હોય છે. જરાવાર પણ કોઈ વ્યક્તિ નવરું પડીને બેસે કે તેને ચ્યુઇંગ ગમ યાદ આવે એવી પણ કોઈને વ્યસનની જેમ ટેવ પડી ગઈ હોય છે.


હા, ચ્યુઇંગ ગમ એક રીતે જડબાની અને દાંતની સારી કસરત આપે છે. તમારા મોંમાંથી આવતી દૂર્ગંધને દૂર કરીને ફ્રેશ ફિલ કરાવે છે એમાં ના નહીં પરંતુ કેટલીક એવી આડઅસરો પણ છે તેની ટેવને લીધે જેથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. કેટલાક કેસમાં તો એ.સિ.ડિ.ટિ.થી માંડીને કેન્સર જેવી ગંભીર બીમારીઓનો પણ સામનો કરવાનો વખત આવી જાય છે. ત્યારે આપણને સમજાતું પણ નથી હોતું કે કઈરીતે આવું બની શકે? તો જાણીએ સતત ચ્યુઇંગ ગમ ચાવવાની કૂટેવ તમારા આરોગ્ય પર કેવીરીતે નુક્સાનકારક અસર કરે છે…


કેટલાક લોકોને આદતવશ તો કેટલાક માત્ર બીજાની દેખાદેખી અને ફેશન પૂરતી મોંમાં ચ્યુઇંગ ગમ મૂકી રાખે છે. જો તમે પણ આમાંથી હોવ તો ધ્યાન રાખો તમારા સ્વાસ્થ્યનું કારણ કે તેનામાં રહેલા કેમિક્લસ અને ગમ એજન્ટ શરીરમાં વધુ પ્રમાણમાં જવાથી થઈ શકે છે નુક્સાન.

કેમિકલયુક્ત એડિક્ટિવઃ


કેટલાક સંકેતો એવા મળ્યા છે, જેમને સતત ચ્યુઇંગ ગમ ચાવવાની આદત છે તેમના તરફથી કે આ લોકોને કોલેસ્ટોરોલમાં અચાનકથી વધારો થવાની શક્યતા રહે છે. તેમાં અમુક ફૂડ એડિટિવ ઉમેરેલા હોય છે જે એક રીતે તો કેમિકલ જ હોય છે જે વધુ પ્રમાણમાં આપણાં પેટ્માં જાય છે. ભલે આપણે ચ્યુઇંગ ગમને ચાવીને થૂંકી દેતાં હોઈએ છીએ પરંતુ તેમાં રહેલ તત્વો આપણાં મોં દ્વારા શરીરમાં એકઠ્ઠાં થતાં રહે છે.

એ.સિ.ડિ.ટી.


જેઓ સતત ચ્યુઇંગ ગમ ચાવતા હોય તેમના ભોજનનું પ્રમાણ તો સાવ ઓછું કે નહિવત હોય છે. તેમને યોગ્ય સમયે જમવાની ઇચ્છા ન થતાં એ.સિ.ડિ.ટી. થવાથી સંભાવના પણ રહે છે. તેઓ પાણી પીવાનું પણ જો ટાળતા હોય તો તેમને ખતરો વધુ થઈ શકે છે.

કોલોરેક્ટરલ કેન્સરઃ


એક મેડિકલ સ્ટડી મુજબ ચ્યુઇંગ ગમ, મેયોનિઝ કે ચીઝ જેવી વાઈટનિંગ એજન્ટના રૂપે નખાતા ફૂડ કેમિકલથી શરીરમાં અચાનક બળતરા થતી હોય છે. જે આગળ જઈને કોલોરેક્ટરલ કેન્સર જેવી ગંભીર બીમારીને પણ નોતરી શકે છે.

શું છે આ E171 ફૂડ એડિટિવ?


જેને ટાઇટેનિયમ ડાયોક્સાઈડ નેનોપાર્ટિકલ્સ કહેવામાં આવે છે, જેને અનેક ખાદ્ય પદાર્થોમાં ઉમેરવામાં આવે છે, જેનો ઉપયોગ મોટી માત્રામાં ખાદ્ય ચીજવસ્તુઓ અને દવાઓ માટે પણ એક સર્વિસ એજન્ટ તરીકે થાય છે. જે ખોરાકમાં સફેદ રંગ ઉત્પન્ન કરવામાં ઉપયોગી છે.

ઉંદર પર એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો તે જાણવા માટે આ ખોરાકનો ઉમેરો કેવી રીતે આપણા સ્વાસ્થ્યને અસર કરે છે. E171 ૯૦૦થી વધુ ખોરાક ઉત્પાદનોમાં વપરાય છે અને સામાન્ય લોકો દરરોજ મોટી સંખ્યામાં આ ફૂડ એડિટિવનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે.

આની પર થયેલું સંશોધન શું કહે છે?


જર્નલ ઑફ ફ્રન્ટીયર્સ ઇન ન્યુટ્રિશનમાં પ્રકાશિત આ અભ્યાસ મુજબ, E171 ફૂડ એડિટિવ્સ ધરાવતી ખોરાકની વસ્તુઓનો વપરાશ આપણાં આંતરડાને સીધી રીતે અસર કરે છે, જેના કારણે પેટને લગતા ઘણા રોગો અને કોલોરેક્ટલ કેન્સર જેવા ખતરનાક રોગની શક્યતા રહે છે.

ચ્યુઇંગ ગમથી થતા અન્ય નુક્સાનઃ


ક્યારેક તમારી સાથે બેઠેલ અન્ય લોકોને તમે ચ્યુઇંગ ગમ ચાવતા હોવ એ અવાજ કે તેની ફ્લેવર્ડ સુગંધ ન ગમતી હોય એવું બને. ક્યારેક બાળકો ચ્યુઇંગ ગમને ગમે ત્યાં ફેંકી કે ચોંટાડી દેતાં હોય છે. કોઈનું લપસી જવાની દૂર્ઘટના બનતી હોય કે કોઈના શરીર, કપડાં કે વાળ પર ચ્યુઇંગ ગમ ખૂબ ખરાબ રીતે ચોંટી જવાની વાત આપણે આપણી આસપાસના મિત્રો કે પરિવારના લોકો પાસેથી સાંભળતાં જ હોઈએ છીએ. સતત ચ્યુઇંગ ગમ ખાવાથી માથું પણ દુખી શકે છે કારણ કે મગજની નસોને તેને લીધે વધુ પરિશ્રમ કરવો પડતો હોય છે. એકાગ્રતા તૂટ્વાની પણ વધુ પ્રમાણમાં ચ્યુઇંગ ગમ ખાવાની ટેવને લીધે થઈ શકે છે.

હવેથી આપ જ્યારે પણ અન્ય કોઈને વધુ સમય સુધી ચ્યુઇંગ ગમ ચાવતા જુઓ આ બાબતો વિશેની સાવધાની રાખવાની વાત જરૂર કરજો…

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ