પોલેન્ડની ૧૧ વર્ષની બાળકીએ વડાપ્રધાનને લખ્યો પત્ર, મને મારું ઘર યાદ આવે છે. અમને ગોવા પરત આવવાની અનુમતિ આપો…’

પોલેન્ડની ૧૧ વર્ષની બાળકીએ વડાપ્રધાનને લખ્યો પત્ર, મને મારું ઘર યાદ આવે છે. અમને ગોવા પરત આવવાની અનુમતિ આપો…’ અલિસ્જા વાનાટકો, કોણ છે? અને તેણે ટ્વીટર પર વડાપ્રધાન અને વિદેશ મંત્રીને કરી છે એક ખાસ અરજ, જાણીને આશ્વર્ય થશે.


માતા સાથે રહેતી દીકરીએ મોદી સાહેબને કરી વિનંતી, અમને ફરીથી ભારત આવવાની પરવાનગી આપો. આ સમાચારે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. પોલેન્ડમાં રહેતી એક ૧૧ વર્ષની દીકરી અને તેની માતાની સોશિયલ મીડિયામાં એક ચિઠ્ઠી આવી છે. આ પત્ર ટ્વીટર પર પોસ્ટ થયો છે જે પી.એમ. મોદી અને વિદેશ મંત્રાલયને મેન્શન થયો છે. જેમાં એવી વિનંતી છે કે અમને ભારત દેશમાં ખાસ કરીને અમારા ગોવાના ઘરે પાછા રહેવા જવાની પરવાનગી આપો.


આ નાનકડી છોકરીનું નમ છે, અલિસ્જા વાનાટકો. તેણે પત્રમાં લખ્યું છે કે અમને અમારા ગોવાના ઘરમાં રહેવા જવા દો. તેણે ઉમેર્યું છે કે મને મારી ગોવાની સ્કુલથી ખૂબ પ્રેમ છે. મને ત્યાંના મિત્રો ખૂબ યાદ આવે છે. ગોવાના સુંદર કુદરતી દ્રશ્યો ખૂબ ગમે છે. હું એ બધું મીસ કરું છું. વળી તેણે લખ્યું હતું કે ગોવામાં આવેલ ગાયોની સંભાળ રાખતી, જ્યાં પ્રાણી બચાવ કેન્દ્ર હતું ત્યાં દરરોજ જતી હતી. મને ગોવામાં રહેતી એ સમયની દિનચર્યા ખૂબ યાદ આવે છે. મને અને મારી મમ્મીને અમારા એ ઘરમાં રહેવા જવાની મંજ્રરી આપો.


નવી સરકારી કામગીરી શરૂ થયા બાદ આ વાત બહાર આવી છે, જેમાં હાલના, વિદેશ મંત્રી એસ. જયશંકરને અપીલ કરી છે અને લખ્યું છે કે મારી માતા થોડા સમય પહેલાં કેટલાક વખત માટે વિદેશ ગઈ હતી પરંતુ ત્યાર બાદ તેમના વિઝાને રદ કરીને બ્લેક લીસ્ટ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે મને મારી માતા સાથે ફરીથી ગોવામાં રહેવાની મંજૂરી આપો.


હકીકતે, અગાઉ તેઓની વીઝા વિદેશ ગયા બાદ લાંબા સમય બાદ પણ પરત નહોતા થયા હોવાથી તે રદ કરાઈ હતી. ત્યારે દીકરીને મળવાની અરજીને માનવતાના ધોરણે એ સમયના વિદેશ મંત્રી સુસ્મા સ્વરાજ દ્વારા મંજૂર કરાઈ હતી. ત્યારબાદ તેઓ હવે ફરીથી વિદેશ જતાં રહ્યાં છે અને ભારત પરત ફરવાની અરજી કરી રહ્યાં છે અને એ પણ સોશિયલ મીડિયામાં ટ્વીટ કરીને. હાલમાં આ મમ્મી દીકરી કંબોડિયા રહે છે. માતાનું નામ છે, મારતુશકા કોતલાસસ્કા.


આ નાનકડી દીકરીના જણાવ્યા મુજબ તેઓ હવે ૨મી માર્ચ પછી તેમની માતા ભારત પરત ન આવી શકી કારણ કે અમને બ્લેકલિસ્ટેડ કરવામાં આવ્યા છે. તેણીએ ઉમેર્યું છે કે તેમાં અમારી ભૂલ નથી. અમારું રોકાણ થોડું લંબાઈ ગયું હતું. હવે, જોવું રહ્યું કે આ માતા – પુત્રીની અરજીને કઈરીતે માનવામાં આવે છે. તેમની મુશ્કેલીઓ આ રીતે હળવી થશે કે પછી પરિસ્થિતિ વધુ અઘરી બનશે એ નિર્ણયનો ખુલાસો હવે લેવાશે.


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ