સાથળના ભાગમાં ફેટ વધી ગઈ છે? બહુ જ સરળતા અને સસ્તી રીતથી તમે ઘટાડી શકો છો…

જો તમે તમારા સાથળની વધી ગયેલ ચરબી થી કંટાળી ગયા છો તો હવે સમય આવી ગયો છે કે તમારે તેનાથી છુટકારો મેળવવો જોઈએ. ઘણી એવી યુવતીઓ કે મહિલાઓ હશે જેમનું શરીર તો નોર્મલ હશે પણ તેમના શરીરમાં પગના સાથળ પર ચરબી વધી ગઈ હોય છે અને તેના કારણે તેઓ તેમના મનપસંદ કપડા જેમકે શોર્ટ્સ, જીન્સ કે સ્કર્ટ નથી પહેરી શકતી. આજે અમે તમને થોડી સ્માર્ટ ટીપ્સ આપીશું જેનાથી તમે બહુ સરળતાથી તમારા સાથળ પરની ચરબી ઓછી કરી શકશો. આવો તમને જણાવીએ થોડી સરળ ટીપ્સ.

મીઠું ઓછું ખાવ : ઘણા એવા મિત્રો હશે કે જેમના ઘરમાં મીઠું સામાન્ય કરતા વધારે ખવાતું હોય છે કારણ કે ઘરમાં બધાને જ ખાવામાં મીઠું ચઢિયાતું જોઈતું હોય છે. આમ તો તમે જાણો છો ને કે મીઠું ઓછું ખાવાથી બીપી ની તકલીફમાં પણ રાહત રહે છે અને હૃદય પણ સ્વસ્થ રહે છે. તો તમને જણાવી દઈએ કે મીઠું ઓછું ખાવાથી તમને તમારા શરીરમાં તરત જ બદલાવ દેખાશે અને તમે જાતે જ થોડા સમયમાં તેને મહેસૂસ કરી શકશો.

ફલુડ બેલેન્સ : શરીરમાં ફ્લુડસ બેલેન્સ કરવું બહુ જરૂરી છે. આના માટે તમારે લીલા શાકભાજી, કેળા, દહીં જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. આ વસ્તુઓથી તમને કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો મળે છે.

લો કાર્બ : તમે જેટલું વધારે કાર્બોહાઈડ્રેટ લેશો એટલો વધારે તમને ફાયદો થશે. તમારા સાથળની માંસપેશીયો અને લીવરમાં પાણી સ્ટોર થશે. લો કાર્બ ડાયટથી તમે તમારી જાતને હળવી મહેસુસ કરી શકશો કારણ કે આનાથી વોટર વેત નીકળી જાય છે. લો કાર્બો માટે તમારે દરરોજના ભોજનમાં લીલા શાકભાજી, એવોકાડો વગેરે જેવી વસ્તુઓ ખાવાના ઉપયોગમાં લેવી જોઈએ. આમ કરવાથી પણ તમારા સાથળની ફેટ ઓછી થતી તમે જોઈ શકશો.

ચા અને કોફી ના પીવું જોઈએ. : લગભગ જ કોઈ એવું હશે જેના દિવસની શરૂઆત ચા અથવા કોફીથી નહિ થતી હોય. પણ હવેથી તમારે તમારા દિવસની શરૂઆત ચા અને કોફી પીવાથી નથી કરવાની તમે ઈચ્છો તો તેની જગ્યાએ જીરા પાણી, વરીયાળી પાણી કે પછી વેજીટેબલ સ્મુધી આરોગી શકો છો.

પાણી વધારે પીવું : લગભગ દરેકને આ સલાહ તેમના મિત્રો કે પછી વડીલો આપતા જ હશે કે તમારે દિવસમાં આટલું તો પાણી પીવું જ જોઈએ. વધારે પાણી પીવાથી તમારા શરીરમાંથી એક્સ્ટ્રા મીઠું બહાર નીકળી જાય છે. આમ પણ પાણી વધારે માત્રમાં પીવાથી શરીરને બીજા પણ ઘણા ફાયદા થતા હોય છે.

કાર્ડિયોથી પણ મળશે મદદ : આપણે નાનપણમાં ઘણા દોરડા કુદ્યા હતા પણ શું તમે જાણો છો કોઈપણ કસરત કરો પણ તેની સામે વજન ઘટાડવા માટે કાર્ડિયો એ વધારે ઉપયોગી છે. દોડવું, ચાલવું અને બીજી ખાસ કસરતથી તમે તમારું વજન ઘટાડી શકો છો. ટોન્સ લેગ્સ એટલે કે પગને સાથળથી ચરબી ઓછી કરવા માટે દોરડા કુદવા એ બહુ ઉપયોગી રહેશે.