પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરો, દર મહિને થશે સારી આવક…

અમે આપને જણાવીશું પોસ્ટ ઓફિસની એક ખાસ  સેવિંગ સ્કીમ વિશે જે સુરક્ષિત અને ફાયદેમંદ છે.

નવા વર્ષમાં જો તમે પણ કરી રહ્યા હતા બચત કરવાનું પ્લાનિંગ પણ હજી સુધી નથી કોઈ સારો ઓપ્શન મળી રહ્યો તો જાણો આ પોસ્ટ ઓફિસની ખાસ સ્કીમ વિશે જે સુરક્ષિત અને ફાયદાકારક છે. પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં જમા પૂંજી સુરક્ષિત રહે છે. આ સાથે જ દર મહિને સારી આવક મળી રહે છે. આ સ્કીમ એ લોકો માટે ખૂબ સારી છે જે લોકો પોતાની જમા પૂંજીથી વધારાની આવક કરવા ઈચ્છે છે કે પછી એવાં લોકો જેમની પાસે કમાણીનું રેગ્યુલર સાધન નથી. એટલે કે આ સ્કીમ આ બંને વર્ગ માટે કારગત છે. આ ફક્ત દર મહિને આવક જ નહીં કરાવે પણ જમા પૂંજી પણ સલામત રહે છે. આ સ્કીમ પુરી જિંદગી સાથ આપી શકે છે. આ સ્કીમ વિશે જાણીશુ હવે.

પોસ્ટ ઓફિસની મંથલી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ એટલે કે POMIS માં રોકાણ કરી શકાય છે. આ એક એવી સરકારી યોજના છે જેમાં એકવાર નાણાં રોકવાથી દર મહિને નિશ્ચિત આવક થાય છે નિષ્ણાતો આ યોજનાને રોકાણ ના સૌથી સારા વિકલ્પો માંથી એક માને છે. કેમ કે આમાં ચાર મોટા ફાયદા છે. કોઈપણ આ યોજના માટે ખાતું ખોલાવીને રોકાણ કરી શકે છે અને આપણી જમાપૂંજી સલામત રહે છે. બેન્ક એફડી અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટની તુલનામાં સારું રિટર્ન મળે છે. આનાથી આપને દર મહિને એક નિશ્ચિત આવક થતી રહે છે અને પછી સ્કીમ પુરી થવા પર આપની જમાપૂંજી પરત મળી જાય છે જેને આપ ફરીથી રોકાણ કરીને માસિક આવકનું સાધન બનાવી શકો છો.

કોણ ખોલી શકે છે ખાતું:

આપ આપના બાળકના નામે પણ ખાતું ખોલી શકો છો. જો બાળક ૧૦ વર્ષથી ઓછી ઉંમરનું હોય તો બાળકના નામ પર માતા-પિતા કે લીગલ ગાર્જીયન તરફ થી ખાતું ખોલાવી શકાય છે. બાળકની ઉંમર ૧૦ વર્ષની થવા પર તે ખુદ પણ અકાઉન્ટના સંચાલન નો અધિકાર મેળવી શકે છે, ત્યાં જ તે એડલ્ટ થવા પર તેને ખુદ જવાબદારી મળી જાય છે.

કેટલું રોકાણ કરવાનું હોય છે:

મંથલી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ અકાઉન્ટ કોઈ પણ ખોલાવી શકે છે. જો આપનું અકાઉન્ટ સિંગલ છે તો આપ એમાં ૪.૫લાખ રૂપિયા સુધી વધુ માં વધુ જમા કરી શકો છો. આમાં ઓછા માં ઓછી ૧૫૦૦ રૂપિયાની રકમ જમા કરી શકાય છે. જો આપનું અકાઉન્ટ જોઈન્ટ હોય તો આમાં તમે વધુ માં વધુ ૯લાખ  રૂપિયા સુધી જમા કરી શકાય છે. એક વ્યક્તિ  એક થી વધુ પરંતુ પોસ્ટ ઓફીસ દ્વારા નક્કી મર્યાદા અનુસાર અકાઉન્ટ ખોલાવી શકો છો.

વ્યાજ પર ટેક્સ છૂટ નથી:

આ સ્કીમ માં જમા કરવામાં આવતી રકમ પર અને આનાથી આપને મળનાર વ્યાજ પર કોઈ પ્રકારનો ટેક્સ લાભ મળી રહ્યો નથી. ખરેખર આનાથી થતી આવક પર પોસ્ટ કોઈ પ્રકાર નો TDS નહિ કાપી શકે, પરંતુ જો વ્યાજ મંથલી મળતું હોય, એના એનુઅલ ટોટલ પર આપની ટેક્સબલ આવકમાં સમાવેશ કરવામાં આવે છે.

દર મહિને કેટલી થશે આવક:

દર મહિને ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ હેઠળ ૭.૩% વાર્ષિક વ્યાજ મળે છે. આ વાર્ષિક વ્યાજને ૧૨ મહિનામાં વહેચી દેવાય છે, જે આપને મંથલી બેસીસ પર મળી રહે છે. જો તમે ૯ લાખ રૂપિયા જમા કર્યા છે તો તમને વાર્ષિક વ્યાજ આશરે ૬૫૭૦૦ રૂપિયા થશે. આ હિસાબથી આપને દર મહિને લગભગ ૫૫૦૦ રૂપિયાની આવક થશે. ૫૫૦૦ રૂપિયા આપને દર મહિને મળશે, ત્યાંજ આપને આપના ૯ લાખ રૂપિયા મેચ્યોરિટી પિરિયડ પછી થોડુંક વધારે બોનસ જોડીને પાછા મળી જાય છે.

દર મહિને પૈસા નહિ ઉપાડવામાં આવે તો:

જો તમે દર મહિને પૈસા ના ઉપાડો તો તે આપના પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટમાં રહે છે અને મૂડીની સાથે આ ધન જોડી ને આપને આગળનું વ્યાજ મળે છે. સ્કીમ માટે મેચ્યોરિટી પિરિયડ ૫ વર્ષ છે. ૫ વર્ષ પછી આપ આપની પૂંજીને ફરીથી આ યોજનામાં રોકાણ કરી શકો છો.

કેવી ખોલવાઈ છે ખાતું:

આપ આપની સુવિધા અનુસાર કોઈપણ પોસ્ટ ઓફિસમાં જઈને ખાતું ખોલાવી શકો છો. એના માટે આપનું આધાર કાર્ડ, વોટર આઈડી, પેન કાર્ડ, રાશન કાર્ડ, ડ્રાંઇવિંગ લાયસન્સ આ બધા માથી કોઈ એક ફોટોકોપી જમા કરાવવાની હોય છે. આ સિવાય એડ્રેસ પ્રુફ જમા કરવાનું હોય છે, જેમાં આપનું ઓળખપત્ર પણ કામ આવી શકે છે. આ સિવાય આપના ૨ પાસપોર્ટ સાઈઝ ના ફોટા જમા કરાવવાના હોય છે.

મેચ્યોરિટી પેહલા પૈસા ઉપાડો તો:

જો કોઈ જરૂરિયાત પર આપ મેચ્યોરિટી પેહલા પૈસા ઉપાડવા હોય તો આ સુવિધા આપને એકાઉન્ટના એક વર્ષ પુરા થવા પર મળી શકે છે. અકાઉન્ટ  ખોલ્યા ની તારીખથી ૧ વર્ષ થી ૩ વર્ષ સુધીનું જૂનું અકાઉન્ટ થવા પર, એમાં જમા રકમના ૨% કાપીને બાકી ની રકમ પાછી મળી જાય છે. ૩ વર્ષથી વધારે જૂનું એકાઉન્ટ હોય તો, એમાની જમા રકમના ૧% કાપીને બાકીની રકમ આપને પાછી મળે છે.