સાસુને કાંધ આપીને આ વહુઓએ કર્યું કંઈક એવું કે રસ્તામાં લોકોના ટોળાં તેમને જોવા ઊભાં રહી ગયાં…

સમાજ સામે આવ્યો નવો દાખલો, ચાર પુત્રવધુઓએ આપી મૃતક સાસુમાની ઠાઠડીને કાંધ… ત્યાં હાજર રહેલ લોકોએ કરી સરાહના… સાસુને કાંધ આપીને આ વહુઓએ કર્યું કંઈક એવું કે રસ્તામાં લોકોના ટોળાં તેમને જોવા ઊભાં રહી ગયાં…

આપણે અનેક જૂની હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં અને હમણાં સુધી ચાલી આવતી ટી.વી સિરિયલોમાં સાસુ વહુના ઝઘડા, ઘરમાં થતા કલેશ અને પરિવારના ભાગલા જેવા વિષયોની કહાની જોઈ છે. કહેવાય છે કે સિનેમા અને સાહિત્યમાં જે તે સમયમાં જેવી સ્થિતિ હોય, સમાજનો માહોલ હોય તેવી જ વાર્તાઓ લખાતી હોય છે અને મંચ ઉપર કે પડદા ઉપર પણ એવા જ પાત્રો સાથેની કહાની ભજવાતી હોય છે.

અપણાં મનમાં પણ સાસુ વહુના સંબંધોમાં કાયમ કડવાશ અને અનબનનના પ્રસંગો છવાયેલા રહેતા હોય છે. માની સામે દીકરો અને પત્નીની સાથે પતિના સ્વરૂપમાં ઘરનો પુરુષ સુડી વચ્ચે સોપારીની જેમ પીસાતો પણ આપણે જોતાં હોઈએ છીએ. એ બધાંની વચ્ચે એક એવો દાખલો આપણી સામે આવ્યો છે, જેણે સૌને વિચાર કરતા કરી મૂક્યા છે, ચાર પુત્રવધુઓએ પોતાના વયોવૃદ્ધ સાસુમાને સ્મશાને વળાવવા આપી કાંધ…

મહારાષ્ટ્રમાં બન્યો એક બનાવ, જે જોઈને સમાજને વિચારમાં મૂકી દીધા…

મહારાષ્ટ્રના બીડ ગામના કાશીનગર વિસ્તારમાં રહેતા આ પરિવારમાં બનેલી ઘટનાની ચર્ચા સોશિયલ મીડિયામાં પણ થઈ રહી છે. આ પરિવારની ચાર વહુઓએ લીધેલા નિર્ણયની સરાહના સહુ કોઈ કરી રહ્યાં છે. જાણીએ, શું એવું કર્યું એમણે કે તેઓ લોક ચર્ચાએ ચડ્યા.

ચાર દીકરા, ચાર વહુઓ અને પોત્રા – પોત્રીઓ સહિતનું હર્યુંભર્યું પરિવાર મૂકીને ૮૩ વર્ષના માતા સુંદરબાઈ નાઈકવડે સ્વર્ગે સિધાવ્યા. ઉમરની અવસ્થા સિવાય તેમને કોઈ જ શારીરિક તકલીફ નહોતી. જ્યારે તેમની ઠાઠડીને સ્મશાને લઈ જવાની તૈયારી કરવામાં આવી ત્યારે કહેવાય છે કે તેમની ચાર પુત્રવધુઓ આગળ આવી અને તેમની ઠાઠડીને કાંધ આપવાની ઇચ્છા વ્યક્ત કરી. આ જોઈને ત્યાં હાજર સહુ કોઈ ચોંકી ગયાં. તે વહુઓએ તેમની લાગણીને વ્યક્ત કરતાં કહ્યું કે અમારા સાસુ બાઈએ અમને ચારેય બહુઓને દીકરીઓ જેવો પ્રેમ આપ્યો છે. અને એમની અંતિમ વિધિમાં અમને પણ હાજર રહેવાની ઇચ્છા છે.

ચાર પુત્રવધુઓએ આપી સાસુન શબને કાંધ…

જ્યારે સ્મશાને જવા શબને કાંધ આપી ત્યારે ત્યાં હાજર લોકોએ તેમને નવાઈથી જોવા લાગ્યા અને તેમના સંબંધોની અને લાગણીની સરાહના કરી. કહેવાય છે કે પુત્રવધુ એટલે પુત્ર કરતાં પણ જે અધિક વહાલી હોય તેવી સ્ત્રી. આપણાં સમાજમાં આ પ્રકારના દાખલા બનતા ઓછા જોવા મળે છે, જ્યાં પારિવારિક લાગણીને આ રીતે અંતિમ સમયે પણ જોડી રાખતી હોય છે. આ ચારેય વહુઅરને કાંધ આપતી જોવા એ વિસ્તારના લોકો ત્યાં ટોળામાં એકઠ્ઠાં થઈ ગયાં અને તેમની હિંમત, લાગણી અને નિર્ણયને દાદ આપી રહ્યાં.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ