હવે રેલ્વે સ્ટેશન પર તમને મોબાઈલનું મફત રિચાર્જ કરી આપવામાં આવશે ! તેના માટે માત્ર આટલું જ કરો

આજે ભારતની લગભગ મોટાભાગની વસ્તી મોબાઈલ ધરાવે છે. મોટા ભાગના લોકો પાસે ભલે જીયોની અનલિમિટેડવાળી સ્કિમ હોય પણ ઘણા બધા એવા લોકો છે જે નાના-નાના રીચાર્જ પર ચાલતા હોય છે. અને ઘણીવાર તો ઇમર્જન્સી હોવાથી નાના-નાના રિચાર્જ પણ તમારું મોટું કામ કરી આપે છે.

ભારતીય રેલ્વેએ પોતાના યાત્રીઓ માટે એક અનોખી સગવડ ઉભી કરી આપી છે. રેલ્વે હવે પોતાના મુસાફરોને મફત મોબાઈલ રિચાર્જ કરી આપવાની સુવિધા આપવા જઈ રહ્યું છે. તેના માટે તમારે માત્ર એક સામાન્ય કામ કરવાનું જેના બદલામા ભારતીય રેલ્વે તરફથી તમારો મોબાઈલ રીચાર્જ કરી આપવામાં આવશે.

હવે તમને કુતુહલ એ થતું હશે કે એવું તે કેવુ સરળ કામ છે જેને કરી આપવાથી ભારતીય રેલ્વે તમારો મોબાઈલ રીચાર્જ કરી આપે ! તો વધારે મગજ દોડાવવાની જરૂર નથી.

તેના માટે તમારે માત્ર એટલુ જ કરવાનું છે કે તમે જે સ્ટેશનેથી મુસાફરી કરી રહ્યા હોવ અથવા જે કોઈ પણ સ્ટેશન પર હોલ્ટના કારણે વસ્તુઓ ખરીદવા માટે ઉતર્યા હોવ ત્યાં તમે નક્કામી પ્લાસ્ટિકની બોટલો સ્ટેશન પર મુકવામાં આવેલા પ્લાસ્ટિક સ્ક્રેપર મશિનમાં નાખીને પોતાના મોબાઈલમાં બેલેન્સ કરાવી શકો છો.

વાસ્તવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસની ઉજવણી નીમીતે દેશને જે સંબોધન આપ્યું હતું તેમાં દેશના લોકોને સ્પષ્ટ અપિલ કરી હતી કે દેશમાં માત્ર એક જ વાર ઉપયોગમાં લેવાનાર પ્લાસ્ટિકના ઉપયોગને બંધ કરવામાં આવે. તો રેલ્વેએ પણ પોતાની પહેલ શરૂ કરી દીધી છે અને સિંગય યુઝ પ્લાસ્ટિકના દુરુપયોગને ખતમ કરવા માટે આ પગલું ભર્યું છે.

દુનિયા પર તોળાતા અસ્તિત્વના પ્રશ્નને આપણે સારી રીતે સમજી રહ્યા છીએ પણ કોઈ કારણસર આપણે તેના સુધારા માટે ફાળો આપી શકતાં નથી અને માટે જ પ્રજાને જાગૃત કરવા માટે દેશના વડાપ્રધાન, જાણીતી એનજીઓ સંસ્થા તેમજ રેલ્વે જેવા મોટા એકમોએ તેમાં જંપ લાવવું પડે છે.

એ વાતમાં કોઈ જ બે મત નથી કે પ્લાસ્ટિકનો વપરાશ પૃથ્વીને તેના વિનાશ તરફ ઝડપી ગતિએ લઈ જઈ રહ્યો છે. આજે દિવસમાં કરોડો ટન પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે અન તેને માત્ર એક વપરાશ બાદ ફેંકી દેવામાં આવે છે જેનો નાશ થતાં દાયકાઓ તેમજ સેંકડો વર્ષોનો સમય લાગે છે.

રેલ્વેએ આ હેતુસર દેશના વિવિધ સ્ટેશનો પર અત્યાર સુધીમાં પ્લાસ્ટિકનો નાશ કરનારા 400 મશિનો લગાવ્યા છે. અને જે પણ યાત્રી તેનો ઉપયોગ કરે તેના બદલામાં તેને ઓર વધારે પ્રોત્સાહન આપવાના હેતુથી તેના મોબાઈલમાં રિચાર્જ કરી આપવામાં આવશે તેવી ઓફર રેલ્વે તરફથી કરવામાં આવી છે.

તેના માટે યાત્રીએ વધારે કોઈ જ તકલીફ નથી લેવાની પણ તેમના નજરમા આવતી નક્કામી પ્લાસ્ટિકની બોટલોને તેમણે જે-તે સ્ટેશન પર આવેલા પ્લાસ્ટિક સ્ક્રેપર મશિનમાં નાખવાની છે અને પોતાનો મોબાઈલ નંબર નોંધાવાનો રહેશે. જેવા જ તમે પ્લાસ્ટિકની બોટલ મશીનમાં નાખશો કે થોડી ક જ વારમાં તમારા મોબાઈલમાં બેલેન્સ આવી જશે.

આ અપિલ રેલ્વેએ માત્ર પોતાના મુસાફરોને જ નહીં પણ પોતાના કર્મચારીઓને પણ કરી છે. તેમણે પોતાના કર્મચારીઓ પાસે આગ્રહ રાખ્યો છે કે તેઓ એવી બેગ એટલે કે કોથળી કે પછી થેલીનો ઉપયોગ કરે કે જેનો વારંવાર ઉપયોગ કરી શકાય. તેમજ 2 ઓક્ટોબરે સિંગલ યુઝવાળા પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો કરવાનો સંકલ્પ પણ રેલ્વેએ કર્યો છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ