હવે દીકરીઓના ઉચ્ચ અભ્યાસમાં કોઈ અડચણ નહીં આવે સરકારની આ યોજના તેમને અપાવશે સ્કોલરશીપ

સ્ત્રીને જો બધી જ રીતે સશક્ત કરવી હોય તો તેના માટે તેને શીક્ષીત કરવી ખુબ જ આવશ્યક છે અને શીક્ષણમાં પણ તેને ડગલેને પગલે સહકારની જરૂર પડે છે ક્યાંક કુટુંબીજનોના સાથની તો ક્યાંક નાણાની. દીકરીનું રૂપિયાના કારણે ભણતર ન અટકે તે માટે સરકાર તરફથી અસંખ્ય યોજનાઓ ઘડવામાં આવી છે.

સરકાર દ્વારા માત્ર બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન જ નથી ચાલતા પણ આ ઉપરાંત પણ ઘણી બધી યોજનાઓ દરેક ઉંમરની સ્ત્રીઓ માટે તૈયાર કરવામાં આવી છે.

આજે અમે તમને સરકારની પ્રગતિ યોજના વિષે જણાવવા જઈ રહ્યા છીએ. આ યોજના હેઠળ તમારી દીકરીને 50 હજાર રુપિયા સુધીની શીષ્યવૃત્તિ મળી શકે છે. જો તમારી દકરી ટેક્નિકલ સ્ટ્રીમમાં અભ્યાસ કરી રહી હોય તો તેના માટે સરકાર પ્રગતિ યોજના હેઠળ તેને 50 હજાર રુપિયાની શીષ્યવૃત્તિ આપી રહી છે.

ભારત સરકારનો હ્યુમન રીસોર્સીસ ડીપાર્ટમેન્ટ હાલ કન્યાઓના ટેક્નિકલ અભ્યાસને પ્રોત્સાહન આપવા માગે છે અને તે હેતુથી જ તેમણે પ્રગતિ યોજના અમલમાં મુકી છે જે હેઠળ એઆઈસીટીઈ દ્વારા માન્યતા પ્રાપ્ત ટેક્નિકલ ઇન્સ્ટિટ્યુટોમાં પ્રવેશ લેનારી કન્યાઓને દર વર્ષે 50 હજાર રૂપિયાની શીષ્યવૃત્તિ આપવામાં આવશે.

આ યોજના હેઠળ 4000 સ્કોલરશીપ્સ કન્યાઓને આપવામા આવશે. જેમાંથી 2000 સ્કોલરશીપ જે વિદ્યાર્થીનીઓ ડીપ્લોમાં કરી રહી છે તેને આપવામાં આવશે. અને બાકીની 2000 સ્કોલરશીપ ડીગ્રી કરતી વિદ્યાર્થીનીઓને આપવામાં આવશે.

સ્કોલરશીપ માટે પસંદ કરવામાં આવેલી વિદ્યાર્થીનીને દર વર્ષે ટ્યુશન ફી પેટે રૂપિયા 30000 આપવામાં આવશે અથવા તો સંસ્થામાં જે ટ્યુશન ફી ચાલી રહી હશે તે આપવામાં આવશે. ટુંકમાં બન્નેમાંથી જે ઓછા હશે તે આપવામા આવશે.

આ ઉપરાંત ચુંટાયેલી વિદ્યાર્થીનીઓને દર મહિને દસ મહિના સુધી 2000 રૂપિયા અન્ય ખર્ચાઓ માટે આપવામાં આવશે. અને જો 4000 સ્કોલરશીપનો ઉપયોગ ન થાય તો તેને અન્ય અભ્યાસક્રમમાં પણ ટ્રાન્સફર કરવામાં આવે.

પ્રગતિ શિષ્યવૃત્તિ યોજના માટેની લાયકાત

સામાન્ય રીતે જે ઘરમાં માત્ર એક દીકરી હોય તેને જ આ સ્કોલરશીપ આપવામાં આવશે પણ જો કુટુંબની આવક વર્ષની 8 લાખ રૂપિયા કરતા ઓછી હોય અને ઘરમાં બે દીકરી હોય તો તેમને પણ આ યોજનાનો લાભ મળી શકે છે. AICTE દ્વારા માન્ય ટેક્નિકલ સંસ્થાઓમાં જ વિદ્યાર્થીનીએ ડીપ્લોમાં કે ડીગ્રીના પ્રથમવર્ષમાં એડમીશન લીધેલું હોવું જોઈએ. તે પણ રાજ્ય કે સેન્ટ્રલ ગવરમેન્ટની સેન્ટ્રલાઇઝ એડમીશન પ્રક્રિયા હેઠળ.

અહીં પણ રીઝર્વેશનનો નિયમ લાગુ પડે છે અહીં 15 ટકા એસસી, 7.5 ટકા એસટી અને 27 ટકા ઓબીસી માટે અનામત રાખવામાં આવી છે. 2019-20 માટે પ્રગતિ યોજનાના હેઠળ સ્કોલરશીપ મેળવવા માટેના ફોર્મ www.aicte-india.org પરથી ડાઉનલોડ કરી શકાય છે.

પ્રગતિ સ્કોલરશીપ માટે અરજી કરવા માટેની છેલ્લી તારીખ 2019ના ઓક્ટોબરનું બીજું અઠવાડિયુ હશે. જો તમારી દીકરી પણ ટેક્નિકલ સ્ટ્રીમમાં અભ્યાસ કરતી હોય અને તમને આ યોજનાની જાણકારી ન હોય તો તેની વ્યવસ્થીત જાણકારી મેળવી અને તેના માટે અરજી કરીને દીકરીના ભવિષ્યને ઉજ્વળ બનાવો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ