પ્રિયંકાએ પોતાના જેઠના લગ્નમાં પહેર્યા કાળા વસ્ત્રો અને વસ્ત્રો કરતાં પણ મોંઘી છે જવેલરી…

ગયા વર્ષે પ્રિયંકાએ પોતાના ભવ્ય લગ્નનું આયોજન ઉદયપુરના મહેલમાં કર્યું હતું. અને હીન્દુ તેમજ ક્રિશ્ચિયન વિધીથી અમેરિકાના પોપ સિંગર નીક જોનાસ સાથે પ્રભુતામાં પગલા પાડ્યા હતા. નીક જોનાસ પ્રિયંકા કરતાં દસ વર્ષ નાનો છે. જો કે તેના આ લગ્ન પર એક અમેરિકન અખબારે તેણીને ગોલ્ડ ડીગર કહી હતી. જો કે તેમની આ કમેન્ટથી પ્રિયંકાના ફેન્સ ખુબ જ નારાજ થયા હતા.

 

View this post on Instagram

 

And forever starts now… ❤️ @nickjonas

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પણ આપણે એ સારી રીતે જાણીએ છીએ કે પ્રિયંકાએ આજે જીવનમાં જે કંઈ પણ હાંસલ કર્યું છે તે આપબળે મેળવ્યું છે. આજે તે એક પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ સેલિબ્રીટી બની ગઈ છે. તેણીને પૈસાની કોઈ જ કમી નથી. અને જો ભારતની દ્રષ્ટિએ જોઈએ તો તે નીક જોનાસ કરતાં પણ મોટી સ્ટાર છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

તેણી નીક સાથેના લગ્ન જીવનને ખુબ એન્જોય કરી રહી છે. અને તે અવારનવાર તેમની મધુર પળોના વિડિયો તેમજ ફોટોઝ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ્સ પર શેયર કરે છે. તેણી પોતાના આ વિદેશી સેલિબ્રિટી પરિવારમાં ખુબ જ સરસ રીતે ભળી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka chopra Jones (@priyankachoprabiglover) on

નીક જોનાસ તેના ભાઈઓ સાથે એક બેન્ડ ચલાવે છે. જે યુએસએમાં ખુબ જ પોપ્યુલર છે. હાલ તેના મોટા ભાઈ જોય જોનાસના લગ્ન પેરિસમાં યોજાયા હતા. તેના મોટા ભાઈના લગ્ન હોલીવૂડની જાણીતી સ્ટાર સોફી ટર્નર સાથે થયા છે. જો તમે તેણીને ન ઓળખતા હોવ તો તમેને જણાવી દઈએ કે જો તમે એક્સમેન સીરીઝના ફેન હોવ તો તેણી એક્સમેન એપોકેલિપ્સમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by vaishnavi (@sahivyshu) on

પેરિસ ખાતે પોતાના જેઠના લગ્ન દરમિયાન પ્રિયંકા બ્લેક વસ્ત્રોમાં જોવા મળી હતી. તેણીએ ઓફ શોલ્ડર બ્લેક ટોપ અને સાટિનનું સ્કર્ટ પહેર્યું હતું. પણ અહીં ચર્ચાનો વિષય તેણીના કાળા કપડા નહીં પણ તેણીએ જે એસેસરીઝ પહેરી છે તે છે તેણીની આ સીમ્પલ ઇયરીંગ છે ચારસો ડોલર એટલે કે લગભગ 30 હજાર રૂપિયાની છે અને વળી તે કંઈ ગોલ્ડની નથી બીજી બાજુ તેના ગોગલ્સ છે જે 16 હજાર રૂપિયાના અને તેના સેન્ડલ્સ છે લગભગ 22 હજારના.

 

View this post on Instagram

 

A post shared by bollywood_celebs (@bollywood_celebs5) on

આમ તેનો કાળા કપડા સાથેનો આ અત્યંત સિંપલ પણ આકર્ષક લૂક છે લગભગ બેથી અઢી લાખનો છે. લૂક જોઈ તમને પણ એવું લાગતું હશે આવા સીંપલ લૂક પાછળ અઢી લાખ ખર્ચી નાખવાના ? પણ સીંપલ લૂકમાં પણ આકર્ષક દેખાવું તે આને કહેવાય. પેરીસ ખાતે યોજાઈ રહેલા આ લગ્નમાં તેણીએ પોતાની માતા સાથે હાજરી આપી હતી. તાજેતરમાં પ્રિયંકાએ ફરી પોતાના પતિ સાથેની મીઠી પળ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેયર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકા હાલ પોતાની હોલીવૂડ ફિલ્મો, ઇઝન્ટ ઇટ રોમેન્ટીક તેમજ ફરહાન અખ્તર સાથેની ધ સ્કાય ઇઝ પીંક પર કામ કરી રહી છે. આ ઉપરાંત હોલીવૂડના હાર્ટથ્રોબ ક્રીસ પ્રેટ સાથે કાઉબોય નીન્જા વાઇકીંગમાં પણ તેણી જોવા મળશે. આ ઉપરાંત તેણી કલ્પના ચાવલા પર આધારીત બપાયોપીકમાં તેની ભૂમિકા નીભાવતી જોવા મળશે જો કે આ બાબતે હજુ કંઈ નક્કી નથી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ