સંજીવની બુટી સમાન છે આ શાક, એનીમિયા, બિપી, ડાયબિટીસ, ગઠિયા જેવી તમામ બિમારીઓનો ઈલાજ..

તેનાં પાંદડામાં પાલકથી પણ ૩ ગણું વધ‍ારે આયરન હોય છે,જે સ્વાસ્થય માટે ખૂબ ફાયદાકારક છે.જો તમે લોહીની ઓ છપથી પિડીત છો,તો તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ

ફળ અને શાકભાજી આપણા સ્વાસ્થય માટે હમેંશાથી ફાયદાકારક માનવામાં આવ્યા છે અને તેના સેવનથી ન ફક્ત આપણું સ્વાસ્થય સારું રહે છે પરંતુ આપણે ઘણા પ્રકારનાં રોગોથી પણ બચેલા રહીએ છીએ .આવું જ એક શાક છે સરગવાનું શાક જે એક ખૂબ જ શક્તિશાળી શાક માનવામાં આવે છે.આમ જોવામાં આવે તો સરગવો એક ખૂબ જ ઉપયોગી વૃક્ષ છે અને અલગ અલગ જગ્યાઓ પર તેને સુજના,સેજન અને મુનગા વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે.તેના વૃક્ષ પર ઉગતા ફળ અને પાંદડાનો ઉપયોગ શાક બનાવવા માટે પણ કરવામાં આવે છે અને તમને આ જાણીને ખૂબ અચરજ થશે કે આયુર્વેદ અને આધુનિક ચિકિત્સામાં તેનો પ્રયોગ જડી-બૂટીનાં રૂપમાં કરવામાં આવે છે.એમ માનવામાં આવે છે કે જો તમે સરગવાનું સેવન કરો છો તો નિશ્ચિત રૂપથી તમારે ક્યારેય કોઈ પ્રકારની દવાઓ ની જરૂર નહિ પડે કારણ કે આ શાકમાં ગુણ જ એટલા જબરજસ્ત છે,જણાવતા જઈએ કે તેના ગુણોને કારણે જ તેને સંજીવની બૂટીનું બીજું રૂપ પણ માનવામાં આવે છે.જી હા,તમારા માટે આ વિશ્વાસ કરવો ખૂબ છે કે સરગવામાં પ્રોટિન,આયરન,વીટા કૈરોટીન,અમીનો એસિડ,કેલ્શિયમ,પોટેશિયમ,મેગ્નેશિયમ,વિટામીન એ ,સી અને બી કોમ્પલેક્ષ જેવા જબરજસ્ત ગુણકારી તત્વો મળી આવે છે જે ન ફક્ત તમને બહુ બધુ પોષણ આપે છે પરંતુ તેના સાથે સાથે તમને ઘણા પ્રકારનાં રોગો સામે લડવામાં પણ મદદરૂપ બને છે.સરગવાનું વૃક્ષ ક્યાંય પણ સરળતાથી લાગી જાય છે અને તેને વધુ પાણીની જરૂર નથી હોતી બીજું તો બીજું આ ઝડપથી વધે પણ છે.સરગવા વિશે સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ ઝાડના બધા ભાગ છાલ,મૂળ,પાંદડા,બીજ અને ફળ પોષક તત્વો અને એન્ટિ ઓક્સિડેન્ટથી ભરેલા હોય છે.આ ઝાડનાં અગણિત સ્વાસ્થય લાભ છે અને આ આખા વૃક્ષમાં ઘણી ગંભીર બિમારીઓ નાં ઉપચારની ક્ષમતા છે.

સરગવાનાં ફાયદા સૌપ્રથમ તો તમને જણાવી દઈએ કે તેના પાંદડામાં પ્રોટિન,વિટામીન B6,વિટામીન C,વિટામીન A, વિટામીન E,આયરન,મેગ્નેશિયમ ,પોટેશિયમ ,જિંક જેવા તત્વો મળી આવે છે.ફક્ત આટલું જ નહિ પરંતુ તમે એ પણ જણાવી દઈએ કે તેના ફળમાં વિટામીન C અને તેના પાંદડાનો ઉપયોગ સૌથી વધારે પ્રમાણમાં કરવામાં આવે છે કારણ કે તેના પાંદડામાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે.તમને આ જાણીને આશ્ચર્ય થશે કે તેના પાંદડામાં પાલકથી પણ ૩ ગણું વધારે આયરન હોય છે,જે સ્વાસ્થય માટે ખૂબ જ ફાયદાકારક છે.જો તમે લોહીની ઓ છપથી પિડીત છો,તો તમારે આનો ઉપયોગ કરવો જોઈએ .તમને એ પણ જણાવી દઈએ કે આ શાકમાં કેલ્શિયમનું વધારે પ્રમાણ મળી આવવાથી આ પગનાં દુ:ખાવો,જકડન,ગઠિયાનો રોગ,લકવા,અસ્થમા,પથરી,અલ્સર જેવી સામાન્યરીતે થનાર સમસ્યાઓ થી તમને સરળતાથી છૂટકારો અપવામાં ખૂબ જ વધારે કારગર છે.તેના સિવાય તમને આ પણ જણાવી દઈએ કે સરગવામાં ડાઇયૂરેટિક ગુણ હોય છે જે શરીરની કોશિકાઓમાં વધારાનાં પાણીને ઓ છું કરે છે.તેના એન્ટિ ઓક્સિડેન્ટ ગુણ શરીરનાં સોજાને ઓછા કરે છે અને ફાઇબરથી ભરપૂર સરગવો શરીરમાં ફેટ અવશોષણ ઓ છું કરે છે.ઈન્સુલીન રેજિસ્ટેંસ ઓછું કરીને આ વધારાની ફેટ જામવાથી રોકે છે અને તમારું વધી ગયેલું વજન ઓ છું કરવામાં ખૂબ વધારે મદદરૂપ થાય છે.