ઘરની બહાર બૂટ ચપ્પલ કાઢવાની સલાહ ફક્ત ઘર્મ જ નહિ વિજ્ઞાન પણ આપે છે…

ઘર એ જગ્યા છે, જ્યાં આવીને વધારેભાગનાં લોકોને ખૂશીનો અનુભવ થાય છે.દિવસભરનાં થાક બાદ સુખ શાંતિની ચાહમાં દરકોઈ ઘર તરફ જુએ છે,પણ ઘણીવાર જાણતા-અજાણતા આપણે એવી ભૂલો કરી બેસીએ છીએ, જે ઘરનાં વાતવરણમાં નકારાત્મક્તા ફેલાવી દે છે.ત્યાં સુધી કે ઘર-પરિવારમાં કલેશ અને બિમારીઓનું કારણ પણ બની જાય છે.


તેવી જ એ ક ભૂલ બુટ ચપ્પલથી જોડાયેલી છે. ઘરમાં બુટ ચપ્પલ ક્યાં રાખવા જોઈએ? ક્યાં ન રાખવા જોઈએ? કઈ જગ્યાઓ પર બુટ ચપ્પલ પહેરીને જવું દુર્ભાગ્યનું કારણ બને છે? તેવી તમામ વાતો જીવન પણ ઉંડી અસર પાડ છે. આ વાતોનું મહત્વ માત્ર ધર્મજ નહિ પણ વિજ્ઞાન પણ માને છે.

તો ચાલો આપને જણાવીએ બુટ ચપ્પલથી જોડાયેલી ખાસ વાતો,જે દરકોઈએ ધ્યાનમાં રાખવી જોઈએ.

શું કહે છે વાસ્તુ શાસ્ત્ર


ગ્રંથો અને શાસ્ત્રોમાં ઘરને મંદિરનો દરજ્જો આપવામાં આવ્યો છે.જે ઘરમાં પવિત્રતા અને સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે,ત્યાં દેવી-દેવતા નિવાસ કરે છે.જે પ્રકારે મંદિર અને દેવાલયોની પવિત્રતા બનાવી રાખવા માટે ત્યાં બુટ ચપ્પલ પહેરીને પ્રવેશ નથી કરવામાં આવતો,તે જ રીતે ઘરમાં પણ બુટ ચપ્પલ પહેરીને જવાની મનાઇ છે.જેના ચાલતા ઘરની બહાર બુટ ચપ્પલ ઉતારવાની પરંપરા છે.

શું કહે છે વિજ્ઞાન


વિજ્ઞાનને અનુસાર,બુટ ચપ્પલમાં ઘણી પ્રકારનાં બેક્ટેરિયા અને રોગાણુ રહેલા હોય છે, જે જાત-જાતની બિમારીઓ લઇને આવે છે.ત્યાં જ અમુક બેક્ટેરિયા એવા પણ છે,જે શ્વાસતંત્ર અને પાચનતંત્રને નુક્સાન પહોચાડે છે.તેવામાં જો બુટ ચપ્પલ ઘરની બહાર જ ઉતારી દેવામાં આવે તો આ તમામ મુશ્કેલીઓથી બચી શકાય છે.

મુખ્યદ્વારની સામે ન ઉતારો બુટ ચપ્પલ


બુટ ચપ્પલ ઘરમાં લાવવામાં આવે તો તેની સાથે સાથે ઘણી પ્રકારની નકારાત્મક્તા પણ ઘરમાં પ્રવેશ કરી જાય છે.જે કલેશ,દુર્ભાગ્ય અને ખરાબ સમયનું કારણ બની શકે છે.ધ્યાન રાખો બુટ ચપ્પલ ક્યારેય પણ મુખ્ય દ્વારની સામે ન ઉતારવા જોઈએ .કહેવાય છે કે આમ કરવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘરમાં નિવાસ નથી કરતા.

આ દિશામાં રાખવા હોય છે શુભ

બુટ ચપ્પલ કે શૂ-રેક રાખવા માટે ઘરની દક્ષિણ-પશ્ચિમ કે પશ્ચિમ દિશા સૌથી સારી માનવામાં આવે છે.આ દિશાઓ માં રાખેલા ફુટવેર નકારાત્મક પ્રભાવ નથી પાડતા.

આ દિશામાં ભૂલથી પણ ન રાખવા ફુટવેર


ઉત્તર દિશામાં ભગવાન કુબેરનું નિવાસ સ્થાન માનવામાં આવે છે.ધન-ધાન્યનાં સ્વામી કહેવાતા ભગવાન કુબેરની દિશામાં બુટ ચપ્પલ રાખવાથી ઘરમાં પૈસાની તંગી થવા લાગે છે.ઉત્તરની સાથે સાથે પૂર્વોત્તર કે પૂર્વ દિશામાં પણ બુટ ચપ્પલ રાખવાથી બચવું જોઈએ.

બેડરૂમમાં ન રાખવા બુટ ચપ્પલ


ઘણા લોકો બેડરૂમમાં ફુટવેર પહેરીને જાય છે,પણ આમ કરવું સંબંધો પર ખરાબ અસર પાડે છે.બેડની નીચે બુટ ચપ્પલ રાખવાની અાદત પણ નુક્સાનનું કારણ બની શકે છે.એટલે આ ચીજોથી બચો.