સાવ ઝાંખી સાડીમાં બીજા કરતા એકદમ હોટ દેખાવા આ નવી રીત કરો ટ્રાય

સાડી વિથ સ્ટાઈલ

આમ તો ભારતીય મહિલાનું પરંપરાગત વસ્ત્ર પરિધાન સાડી છે. પ્રસંગોપાત તેમજ એક અલગ ઓળખ ઉભી કરવા પણ મહિલાઓ સાડી પહેરવાનું પસંદ કરે છે.

જો કે અત્યારના ઝડપી જીવનમાં સાડી પહેરવાનું ધીરે ધીરે ઓછું થતું જાય છે છતાં પણ સાડીની ગરિમા અકબંધ રહી છે.

વિશેષ પ્રસંગો માં તો મહિલાઓ સાડી પહેરવાનું જ પસંદ કરે છે અને એમાં પણ વિવિધ સ્ટાઇલ અપનાવી વિશેષ પ્રભાવશાળી વ્યક્તિત્વ દર્શાવી શકે છે.

image source

દરેક પ્રદેશની સાડી પહેરવાની રીત પણ જુદી જુદી છે. સાડી નું સૌન્દર્ય શાશ્વત છે. સાડીઓમાં પણ વિવિધ પ્રકાર છે. ફેશનના કોઈપણ ટ્રેન્ડમાં સાડી બરાબર અનુરૂપ છે.

નવગજની એટલે કે પુરા સાડા પાંચ મીટર ની સાડી અલગ અલગ રીતે પહેરી શકાય છે. સાવ સાદી સાડી ને પણ સ્ટાઇલિશ લુક અપનાવી અલગ-અલગ પ્રભાવ ઉભો કરી શકાય છે.

image source

આપણે કેટલી વાર બોલિવૂડ સેલિબ્રિટીઝ ને પણ સાડીઓની અવનવી સ્ટાઈલમાં જોઈ છે.આવો સ્ટાઇલિશ લુક કોઈ પણ અપનાવી શકે છે.

આપણે પણ સાડીની વિવિધ સ્ટાઇલ જોઈએ.

મરમેડ સ્ટાઈલ

image source

વિશે સ્ટાઇલથી પહેરવામાં આવતી મરમેડ સ્ટાઈલની સાડી જાડી કે પાતળી કોઈપણ પ્રકારનો દેખાવ ધરાવતી મહિલા પહેરી શકે છે.

જૂની ફિલ્મોમાં અભિનેત્રીઓ ખાસ મરમેડ સ્ટાઈલની સાડી પહેરતી હતી. મરમેડ સ્ટાઈલની સાડી પહેરવામાં સાડી ને સ્પોર્ટ ની જેમ લપેટીને પહેરવાની હોય છે.

image source

સામેની બાજુ માત્ર બે જ પાટલી આવે છે અને બંગાળી સ્ટાઇલથી ખેંચીને છેડો નાખવાનો હોય છે.

આ પ્રકારે સાડી પહેરવા થી મરમેડ માછલી જેવું ફિગર દેખાય છે.શરીર ફૂલેલું લાગતું નથી.એમ્બ્રોઇડરી બોર્ડરવાળી સાડી મરમેડ સ્ટાઇલથી પહેરવાથી વધુ સારી લાગે છે.

દુપટ્ટાની સાથે

image source

આપણામાંથી ઘણા લોકોએ નાનપણમાં દુપટ્ટામાંથી સાડી બનાવીને પહેરી છે પરંતુ આજે નવી ફેશન મુજબ દુપટ્ટા સાથે સાડી પહેરવામાં આવે છે.

સાડીને પારંપારિક રીતે એટલે કે પાટલી વાળી અને પહેરી લેવાની હોય છે.

image source

ત્યાર બાદ દુપટ્ટા ના એક છેડાને કમરની એક બાજુ ખોસી બીજો છેડો ખભા ઉપર પાટલી વાળીને બેંગોલી સાડી પહેરી હોય તે રીતે રાખવાનો હોય છે.

સાડી અને પ્રસંગને અનુરૂપ દુપટ્ટો પસંદ કરવો જરૂરી હોય છે.

જેગિગ સાથે સાડી

image source

જેગિન્ગ સાથે સાડી પહેરવા થી ઈન્ડો વેસ્ટન લુક આવે છે.સાડીની એક સાઇટથી પાટડી વાળી અને કમર પર ખાસ્સી એવી અને સાડીનો છેડો સાડી પહેરી હોય તે રીતે ખભા ઉપર નાખો.

આ સ્ટાઈલની સાડી પહેરવામાં એક બાજુના પગનું જેગિન્ગ દેખાય છે.આ પ્રકારે સાડી પહેરવાનું સરળ પણ છે.

image source

અને ઝડપથી પહેરાઇ પણ જાય છે .ઉપરાંત નવા પ્રકારની સ્ટાઇલ પણ લાગ છે.

બેલ્ટ કેપ સાડી

બેલ્ટ કેપ સાડી બે પ્રકારની શૈલીનું મિશ્રણ છે.જે પણ પ્રકારે સાડી પહેરવી હોય એ પ્રકારે પહેરી અને કમર ઉપર બેલ્ટ પહેરી લેવાનો હોય છે.

image source

તેને મેચિંગ કોમ્બિનેશનની કેપ પણ પહેરવાથી ગ્લેમરસ લુક દેખાય છે.ઘણી અભિનેત્રીઓ બેલ્ટ કેપ સ્ટાઇલ સાડી અપનાવે છે.

ધોતી સ્ટાઇલ સાડી

image source

આધુનિક જમાનામાં ચણીયા ની જગ્યા પ્લાઝો પેન્ટ સલવાર પટીયાલા લીધી છે ત્યારે ધોતી સ્ટાઈલની સાડી પણ અપનાવી શકાય છે.

ધોતી સ્ટાઈલની સાડી નવો જ આધુનિક લુક આપે છે.ઉપરાંત હરવા-ફરવામાં પણ તેનાથી સરળતા રહે છે.

અત્યારની હોટ ફેવરિટ અભિનેત્રી સોનાક્ષી સિંહા અને સોનમ કપૂરે પ્લાઝો અને પેન્ટ પર સાડી પહેરીને નવી સ્ટાઈલ આપી છે.

image source

ધોતી સ્ટાઈલની સાડી પર હીલવાળા ચંપલ તેમજ જ્વેલરી વધુ સુંદર અને સ્ટાઇલિશ લુક આપે છે.

બસ તો ,હવે સાડી પહેરવાની આવે ત્યારે મોઢું બગાડવાને બદલે જુદીજ સ્ટાઇલથી સાડી પહેરીને તમે પ્રાચીન અને આધુનિક બંને પરંપરાને એક જ સ્ટાઇલથી નિભાવી શકશો અને પ્રસંગમાં કે પાર્ટીમાં ધ્યાન પણ ખેંચી શકશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ