આ રીતે કરો યુરોપની ટુર, રહેવા અને જમવા માટે નહિં ખર્ચવા પડે રૂપિયા અને મળશે બધુ મફત

હવે યુરોપની ટૂર કરો, અને તેમાં પણ જમવા- રેહવાનું ફ્રી!

image source

વિદેશ જવાની ઈચ્છા કોણે ના થતી હોય, પરંતુ ફ્લાઈટના ભારી ખર્ચા અને રહેવા જમવાની આટલી મોંઘી વ્યવસ્થા અરમાનોને દબાવી દે છે.

જો કે મોજુદા સમયેે વિદેશ જવું તેટલું પણ મુશ્કિલ નથી જેટલું તમને લાગી રહ્યું છે.

શું તમે જાણો છો, કેટકેટલી કંપનીઓ એવી છે જે વિદેશ જવા ઈચ્છુક લોકોને રહેવા અને જમવાનો ખર્ચ આપે છે.

image source

અને ઓછામાં પૂરું તો થોડો-ઘણો ખિસ્સાખર્ચ પણ આપે છે. બસ તેના બદલામાં તમારે થોડાક આસાન કાર્ય કરવાના હોય છે.

વ્યવસાયે શિક્ષક એબી એલજીયાર્સ, તેમણે હાલની ઉનાળાની રજાઓ આવી જ રીતે વિતાવી હતી. ડાઇવર્બો નામની એક કંપનીએ એબીનું આ સપનું સાકાર કર્યું હતું.

image source

જો કે વાત એમ હતી કે તેને, ફક્ત જર્મની અને સ્પેન જઈને ઇંગ્લિશ ભાષા શીખવાડવાની હતી. આ જ કામ તેમને પોર્ટુગલ જઈને પણ કર્યું હતું.

ડાઇવર્બો એક એવી કંપની છે જે ફરવાનાં ઈચ્છુક લોકોને વિદેશમાં થોડા સમય માટે રહેવા જમવાની સગવડ આપે છે.

તેના બદલે તમારે ત્યાં જઈને લોકોને અંગ્રેજીની ક્લાસિસ આપવાની હોય છે.

એબી જણાવે છે કે ફ્લાઈટના ખર્ચા સિવાય તેને પોતાના ખિસ્સામાંથી એક રૂપિયાનો પણ ખર્ચ કરવો પડ્યો ન હતો.

image source

બસ થોડા કલાકો કામ કરવા બદલ કંપની તેને બ્રેકફાસ્ટ, લંચ, ડિનર ઉપરાંત પાર્ટી, થીયેટર પરફોર્મન્સ, ઓફ શૂટ અને હરવા – ફરવાની પૂરી વ્યવસ્થા કરી આપતી.

કામ આવશે ખેતી કળા પણ

WWOOF( વર્લ્ડ વાઈડ ઓપોર્ચ્યુનીટીઝ ઓન ઓર્ગેનિક ફાર્મ) નામની કંપની પણ આવીજ રીતે લોકોને વિદેશ જવાની તક આપે છે.

image source

કંપની સાથે સમજોતા કર્યા બાદ વિદેશ જઈને કૃષિ સંબંધિત થોડી ખાસ ટિપ્સ આપવાની હોય છે. એમાં કોસ્ટારિકાથી લઈને કમ્બોડિયા જવાનો અવસર મળે છે.

વોલંટિયર માટે ખાસ તકો

વર્કવે અને હેલ્પએક્સ જેવી કંપનીઓ વિદેશમાં ટ્રાવેલર્સના ખર્ચા ઉપાડી રહી છે. વિદેશ જઈને તમારે કંપની માટે બસ થોડા કલાકો કામ કરવાનું હોય છે.

image source

હાલમાં જ એલેક્સ અને એલી નામની બે છોકરીઓ એ હ્યુમન રાઇટ્સ સપોર્ટ અને હાથિયો ની પ્રજાતિઓને બચાવવા જેવા કાર્યો વિદેશી કંપની માટે કર્યા હતા.

એડવેન્ચર ની દુનિયામાં પણ છે તકો

જો તમે આઇસ સ્કેટિંગ અથવા સ્નો બોર્ડિંગ જેવી વસ્તુઓમાં માહિર હોય તો પણ તમારા માટે વિકલ્પોની કંઈ કમી નથી.

image source

PGL નામની કંપની તેના પ્રોફેશનલને અમેરિકા સમેત ફ્રાંસ, ઈટલી અને ઓસ્ટ્રિયા મોકલે છે, અને તેના બદલે ન સિર્ફ કંપની તમારો ખર્ચ ઉપાડે છે પરંતુ તમને પગાર પણ આપે છે.

વિદેશ જઈને ભણાવો

જો તમે ટીચર હોય અને તમને પણ લોકોને ભણાવવાનું ગમતું હોય તો તમે આ સુવિધાનો લાભ ઉઠાવી શકો છો.

EF, CHA એજ્યુકેશન ટુર્સ અને એક્સ પ્લોરિકા નામની કંપની તમને વિદેશ જઈને ભણાવવાની તક આપે છે.

image source

શું તમે કરી શકો છો આ કામ?

જો તમે પણ રખવાળી કરવામાં માહિર છો તો આ પણ તમારા માટે સારો ઓપ્શન છે.

વિશ્વાસુ હાઉસસિટર અને હાઉસકેયર જેવી કંપનીઓ તમને વિદેશમાં બીજાના ઘરનું ધ્યાન રાખવાનું કહે છે, જેના બદલે તમને જમવા અને રહેવાની વ્યવસ્થા કરી આપે છે.

image source

વિદેશમાં બતાવો તમારી નર્સિંગ સ્કીલ

જો તમે વ્યવસાયે નર્સ છો અને ફ્લોરિડા, હવાઈ જેવા ખૂબસૂરત સ્થળો પર જવાનું સપનું સેવો છો તો હવે બજેટ જોવાની જરૂર નથી.

image source

ટ્રાવેલ નર્સિંગ ડોટ ઓઆરજી વિદેશમાં તમને તમારી સુવિધાઓ બદલ રહેવા, ખાવા પીવાની તમામ સુવિધાઓ પુરી પાડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ