જાણો શિયાળામાં લીલી ડુંગળી ખાવાથી કઇ મોટી બીમારીઓમાંથી મળે છે રાહત

શિયાળામાં લીલી ડુંગળી બહુ સરળતાથી મળે છે.

image source

લીલી ડુંગળી અને બટાકાનું મિક્સ સ્વાદિષ્ટ શાકનો સ્વાદ એટલો સરસ હોય છે કે બાળકો અને મોટાઓ તેને મજાથી ખાય છે.

આમ, જો તમે પણ લીલી ડુંગળીને તમારા રોજિંદા ખોરાકનો એક ભાગ બનાવો છો તો તમને કેન્સર અને હ્રદયને તંદુરસ્ત રાખવામાં તે મદદ કરશે અને આ ભયાનક રોગના ખતરાને પણ ટાળશે.

લીલી ડુંગળીમાંથી વિટામિન સી, બી12 અને થાયમિન સારી માત્રામાં પ્રાપ્ત થાય છે. અને ડુંગળીમાંથી વિટામિન એ, કે, કોપર, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ક્રોમિયમ, મેગનીઝ અને ફાયબર ખુબ સારા પ્રમાણમાં મળે છે.

image source

તેમાં સલ્ફર હોય છે જે આપણા શરીરમાં બ્લડપ્રેશરને હમેશાં નિયંત્રણમાં રહે છે. માટે લીલી ડુંગળીનો ઉપયોગ તમે શાક, સલાડ, સૂપ એમ ઘણી અલગ રીતે કરીને ઘણા લાભ પ્રાપ્ત કરી શકશો.

હ્રદય સારી રીતે કામ કરે

લીલી ડુંગળીમાં રહેલુ એન્ટિ ઓક્સિડેન્ટનુ પ્રમાણ સારુ એવુ હોવાથી તે ડીએનએ અને સેલ્સને ડેમેજ કરતા રોકે છે.

image source

આ સાથે જ આમાં રહેલું વિટામિન સી કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરના લેવલને ઓછું કરે છે જે હ્રદય રોગના ખતરાને દૂર કરે છે.

હાડકાને મજબૂત બનાવે

લીલી ડુંગળીમાં વિટામિન સી અને વિટામિન કે હોય છે જે હાડકાંને મજબૂત બનાવી વ્યસ્થિત રીતે કામ કરવામાં મદદ કરે છે.

image source

વિટામિન સી હાડકામાં રહેલુ કોલેજન નામના તત્વને વધારે છે જેથી હાડકા મજબૂત બને છે. આ સાથે જ વિટામિન કે હોવાથી તે હાડકાની ઘનતાને મેન્ટેન કરે છે જેના કારણે હાડકાની મજબૂતી વધે છે.

ફ્લૂથી બચાવે

એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ પ્રોપર્ટીજ લીલી ડુંગળીમાં હોવાથી તે ફ્લૂ , ઇન્ફેકશન અને વાયરલના વાયરસથી શરીરને રક્ષણ આપે છે.

image source

આ શરીરની શ્વાસન પ્રક્રિયાને પણ તંદુરસ્ત રાખે છે.

આંખોને હેલ્ધી રાખે છે

લીલી ડુંગળીમાં લ્યુટિન નામનુ તત્વ હોય છે જે આંખોને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. આ સાથે જ આંખોને થતા બીજા નુકસાનથી પણ બચાવે છે.

image source

બીપી કંટ્રોલ કરે

લીલી ડુંગળીમાં સલ્ફરની માત્રા ઓછી હોય છે. જેથી તેને ખાવાથી બીપી કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

આર્થ્રાઈટિસથી બચાવે

image source

લીલી ડુંગળીમાં એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જે આર્થ્રાઈટિસથી બચાવવામાં મદદ કરે છે.

પેટ માટે ફાયદાકારક

લીલી ડુંગળીના સેવનથી તમે પેટની બિમારીઓથી દૂર રહી શકો છો. સાથે જ તેમા પેક્ટિન નામનુ તત્વ હોય છે જે પેટના કેન્સરના ખતરાથી બચાવે છે.

શરદીથી બચાવે

image source

શરદી અને ફ્લૂની સમસ્યાથી બચવા માટે લીલી ડુંગળી લાભદાયક છે. તે કોઇપણ પ્રકારના ઇન્ફેક્શનથી બચાવે છે.

તેમજ તેના સેવનથી શરદી-ઉધરસ સહિતની સમસ્યાઓમાંથી રાહત મળે છે.

કેન્સરનો ખતરો ઓછો થાય

image source

લીલી ડુંગળીમાં સલ્ફાઇડ નામનું શક્તિશાળી સલ્ફર કમ્પાઉન્ડ હોય છે જે કોલોન કેન્સરને રોકવામાં મદદરૂપ થાય છે.

સુગરની માત્રા ઘટાડે

એક અભ્યાસ મુજબ સાબિત થયુ છે કે લીલી ડુંગળીમાં રહેલું સલ્ફર કમ્પાઉન્ડ શરીરના સુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.

image source

આ શરીરમાં ઇન્સ્યુલિન લેવલને વધારીને બ્લડ સેલ્સ સુધી સુગરને વ્યસ્થિત રીતે પહોંચાડે છે એના પરિણામરૂપે શરીરમાં સુગર લેવલ ઘટે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ