ફિટ અને હેલ્ધી રહેવા સારા અલી ખાન ફોલો કરે છે આ પ્લાન, તમે પણ કરી શકો છો ટ્રાય

આજકાલ દરેક વ્યક્તિ પછી તે મહિલા હોય કે પુરુષ દરેકને પોતાના ફિગર અને ફિટનેસની ચિંતા રહે છે.એમાં પણ જો વાત એક્ટ્રેસની હોય તો તેનું વજન વધતાં જ તેનું ટેન્શન પણ વધવા લાગે છે. એકટ્રેસનું વજન તેઓ રોલ પ્રમાણે વધ-ઘટ કરતા રહે છે..

આવું જ કંઈક સારા અલી ખાન સાથે થયું છે. એક સમયે તેનું વજન વધવાના કારણે તે ટેન્શનમાં આવી ગઈ હતી. આ સમયે તેઓને વજન ઉતારવા માટે ખૂબ મહેનત પણ કરવી પડી હતી.

image source

સારા અલી ખાનની ગણતરી બોલિવૂડની સૌથી ચર્ચિત અભિનેત્રીઓમાં કરવામાં આવે છે. તેમની સુંદરતા અને ફિટનેસ દરેકનું ધ્યાન ખેંચે છે.

એક સમય એવો હતો જ્યારે સારા અલી ખાનનું વજન ખૂબ જ વધી ગયું હતું. આ સમયે તેને વજન ઉતારવા માટે સખત મહેનત કરવી પડી હતી. સારા અલી ખાન પીસીઓએસ નામના હોર્મોનલ ડિસઓર્ડરથી લડી રહી છે. આ એક એવી બીમારી છે જેમાં વજન ઝડપથી વધે છે. શરીર પર બિનજરૂરી વાળ આવે છે અને સાથે હોર્મોન અસંતિલુત થઈ જાય છે.

image source

એક રિપોર્ટ અુસાર હોર્મોનલ ડિસઓર્ડરના કારણે શરીરનું વજન વધવા લાગે છે. તેના વધારે હોવાથી થાક લાગે છે, ઊંઘનો અભાવ અને ચીડિયાપણું જેવી મુશ્કેલી પણ થવા લાગે છે. આ કારણોના લીધે મહેનત કરવા છતાં વજન ઘટતું નથી.

પીસીઓએસના કારણે સારા અલી ખાનને વજન ઘટાડવામાં તકલીફ પડી પણ તેણે હિંમત હારી નહીં.સારા રોજ પિત્ઝા ખાતી હતી તેને છોડીને સલાડ ખાવાનું શરૂ કર્યું અને સાથે જ ખાસ ફિટનેસ પ્લાન પણ ફોલો કર્યો.

image source

આવો છે સારા અલી ખાનનો ફિટનેસ પ્લાન

  • સારા અલી ખાન રોજ વર્કઆઉટ કરતી રહે છે.
  • અનેક પ્રકારની કસરતો તેને ફિટ રહેવામાં મદદ કરે છે. સારા અલી ખાન માને છે કે વિવિધ કસરતો કરવાથી તમને તેનો કંટાળો આવતો નથી.
  • સારા અલી ખાન ટ્રેડમિલ પર દોડતી સમયે બોલિવૂડના ગીતો સાંભળે છે.
  • ફિટનેસની સાથે જ સારા પાઈલેટ્સ, બૂટ કૈંપ ટ્રેનિંગ અને પાવર યોગ કરવાનું પણ ચૂકતી નથી.
image source

તો તમે પણ હવે તમારું વજન ઉતારવા માંગો છો તો ડાયટની કેટલીક ચીજોને છોડવાની સાથે જ તમે ખાસ ફિટનેસ પ્લાન સાથે રાખો અને તેને ફોલો કરો તે જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ