અમિતાભ બચ્ચને કરાવી બીજી વાર આની સર્જરી, અને આ ખાસ રીતે માન્યો ડોક્ટરનો આભાર, જાણો શું કહ્યું…

સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પોતાની આંખોની સર્જરી કરાવી છે. રવિવારે મોદી રાત્રે અમિતાભ બચ્ચને આંખોની બીજી સર્જરી વિશે જાણકારી આપી છે અને સાથે સાથે ડૉક્ટરોનો આભાર પણ વ્યક્ત કર્યો છે. અમિતાભ બચ્ચને જાણકારી આપી કે સર્જરી એકદમ સારી રીતે થઈ છે અને એ સારી રીતે રિકવર પણ થઈ રહ્યા છે.

image soucre

અમિતાભ બચ્ચને ટ્વીટર પર પોતાની સર્જરીના સંબંધમાં ટ્વીટ કરીને લખ્યું છે કે ” અને આ બીજી વાળી પણ સારી રહી….રિકવર થઈ રહ્યો છું..બધું ઠીક છે…મેડિકલ ટેક્નિક અને ડૉ.એચએમના હાથોની નિપુણતા…જિંદગી બદલી નાખે તેવો અનુભવ…તમે હવે એ જોઈ શકો છો જે પહેલા નહોતા જોઈ શકતા…ખરેખર લાજવાબ છે આ દુનિયા.”

થોડા દિવસ પહેલા અમિતાભ બચ્ચને પોતાના ઓફિશિયલ બ્લોગ પર આંખોની સર્જરી વિશે જાણકારી આપી હતી. એમને 27 ફેબ્રુઆરીના રોજ રાત્રે 10. 16 મિનિટે એક પોસ્ટ શેર કરી હતી.અને આ પોસ્ટ દ્વારા એકટર અમિતાભ બચ્ચને પોતાના બધા જ ફેન્સને પોતાની હેલ્થ અપડેટ આપી હતી. એમને લખ્યું હતું કે “મેડિકલ કન્ડિશન….સર્જરી….વધુ કઈ નથી લખી શકતો…”આ પહેલી વાર નથી કે જ્યારે અમિતાભ બચ્ચનને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હોય કે પછી અમિતાભ બચ્ચનની લો સર્જરી થઈ હોય.

image soucre

કુલી ફિલ્મના સેટ પર થયેલ ઘટના પછી એકટર અમિતાભ બચ્ચનની ઘણીવાર સર્જરી થઈ ચૂકી છે. આટલા વર્ષો પછી પણ એકટર અમિતાભ બચ્ચનને એ તકલીફ આજે પણ હેરાન કરે છે.

બ્લોગ લખીને કહ્યું હતું કે “મોડું કરશે તો આંધળા થઈ શકે છે.

image soucre

એમને પોતાના બ્લોગમાં પણ સર્જરી વિશે જણાવ્યું છે. એ લખે છે કે ” કેટલી સુંદર દુનિયા છે…એ જોવું જેને તમે આજ સુધી મિસ કરી રહ્યા હતા.. એ રંગ..આકાર….એક જિંદગી બદલી નાખે એવો અનુભવ…ડો. હિમાંશુ મહેતા અને આધુનિક મેડિકલ મશીનરી સાથે એમની નિપુણતા…મારી ઉંમર સાથે જોડાયેલા નાજુક ટીશયુઝ છતાં કેટરેક્ટ હટાવી દીધા…”

image source

આ બધી વસ્તુઓને સુધારવામાં જો થોડું પણ મોડું થઈ જાય તો તમે આંધળા પણ થઈ શકો છો…તો એક સલાહની રીતે…મોડું થાય એ પહેલા કરાવી લો..અને બીજી રિકવરી શરૂ થઈ જાય છે…જો હું આ લખી રહ્યો છું તો એનો અર્થ છે કે હું કામ કરી રહ્યો છું..હે ને…”

ફેન્સનો માન્યો આભાર.

image soucre

અંતમાં અમિતાભ બચ્ચને પોતાના ફેન્સનો આભાર વ્યક્ત કરતા લખ્યું કે “તમારા શબ્દો અને કન્સર્ન માટે આભાર..મારી રિકવરી અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરનાર વિશે જાણીને મારુ હૈયું ભરાઈ આવે છે.”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ