દુનિયામાં ફરી વકર્યો કોરોના, ભારત પહોંચ્યુ ત્રીજા નંબરે, કરી લો આ લિસ્ટ પર નજર જ્યાં સતત વધી રહ્યાં છે કોરોનાના દર્દીઓ…….

કોરોના વાયરસનો કહેર વિશ્વમાં સતત વધતો જઈ રહ્યો છે. ઘાતક કોરોના વાયરસના કારણે આખા વિશ્વમાં અત્યાર સુધીમાં ૨૬.૩ લાખ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવી દીધો છે. રવિવારના રોજ વિશ્વમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ કેસની સંખ્યામાં વધારો થતો ૧૧,૯૪,૮૭,૧૦૭ સુધી પહોચી ગઈ છે. ત્યાં જ ૭.૬ કરોડ કરતા વધારે વ્યક્તિઓ કોરોના વાયરસને હરાવીને સ્વસ્થ થઈ ગયા છે. વિશ્વમાં કોરોના વાયરસના કેસમાં અમેરિકા દેશ પહેલા સ્થાને છે જયારે ભારત દેશ બીજા સ્થાને પહોચ્યું છે અને બ્રાઝિલ દેશ ત્રીજા સ્થાને પહોચ્યું છે. જો કે, બ્રાઝીલ દેશમાં ૩૦ હજાર નવા કેસ સામે આવ્યા પછી શનિવારના રોજ બ્રાઝીલ દેશ બીજા સ્થાને પહોચી ગયું છે અને ભારત દેશ ત્રીજા સ્થાને પહોચી આવી ગયું છે.

image soucre

ન્યુયોર્ક ટાઈમ્સના રીપોર્ટ મુજબ, વિશ્વમાં ચાલી રહેલ કોરોના વાયરસના વેક્સિનેશન અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૩૪૫ મિલિયન ડોઝ દર્દીઓને આપવામાં આવ્યા છે.

image soucre

કોરોના વાયરસના વેક્સિનેશન અભિયાનમાં ઉત્તર અમેરિકા અને યુરોપના દક્ષિણ એશિયા અને આફ્રિકન દેશો આગળ છે. ટોપ- ૧૦ સંક્રમિત દેશોમાં આ દેશોને સમાવવામાં આવ્યા છે.

જાણીશું વિશ્વમાં ટોપ- ૧૦ કોરોના વાયરસથી સંક્રમિત દેશો….

  • -અમેરિકા- ૨,૯૩,૯૯,૮૩૨.
  • -બ્રાઝિલ- ૧,૧૪,૩૯,૫૫૮.
  • -ભારત- ૧,૧૩,૩૩,૭૨૮.
  • -રશિયા- ૪૩,૩૧,૩૯૬.
  • -યુકે- ૪૨,૬૭,૦૧૫.
  • -ફ્રાંસ- ૪૧,૦૫,૫૨૭.
  • -ઈટાલી- ૩૨,૦૧,૮૩૮.
  • -સ્પેન- ૩૧,૮૩,૭૦૪.
  • -તુર્કી- ૨૮,૬૬,૦૧૨.
  • -જર્મની- ૨૫,૬૯,૮૬૪.
image soucre

નોંધનીય બાબત છે કે, ભારત દેશમાં અત્યારે કોરોના વાયરસની રસી આપવા માટે રસીકરણ અભિયાનની શરુઆત થઈ ગઈ છે, દેશમાં માર્ચ મહિના સુધીમાં ૨,૯૭,૪૦૯ લાખ વ્યક્તિઓને કોરોના વાયરસની વેક્સિન આપી દેવામાં આવી છે. તેમ છતાં હજી પણ દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઘણી ઝડપથી વધતી જઈ રહી છે. અઢી મહિના પછી ભારતમાં એકવાર ફરીથી ૨૫ હજાર કરતા વધારે કોરોના વાયરસના નવા દર્દીઓ માત્ર એક દિવસમાં જ સામે આવ્યા છે. નોંધનીય બાબત છે કે, ભારત દેશમાં હેલ્થ વર્કર્સ, સૈનિકો, વયસ્ક વ્યક્તિઓ અને સરકારી કર્મચારીઓને કોરોના વાયરસની વેક્સિન આપી દેવામાં આવી છે. પીએમ મોદી સહિત અન્ય નેતાઓએ પણ કોરોના વાયરસની રસી મુકાવીને દશના નાગરિકોને રસીકરણ અભિયાનને સફળ બનાવવા માટે પ્રેરિત કર્યા છે.

મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ નિયંત્રણની બહાર….

image soucre

મહારાષ્ટ્ર રાજ્યમાં શનિવારના રોજ કોરોના વાયરસના ૧૫,૬૦૨ કેસ નોંધવામાં આવ્યા હતા. અત્યારે મહારાષ્ટ્ર રાજ્યમાં કુલ કેસની સંખ્યા ૨૨,૯૭,૭૯૩નો આંકડો પાર કરી લીધો છે. આ ઉપરાંત ૮૮ કરતા વધારે વ્યક્તિઓના મૃત્યુ કોરોના અય્ર્સના લીધે થઈ જતા મૃતક વ્યક્તિઓની સંખ્યા ૫૨,૮૧૧ સુધી પહોચી ગયો છે. અત્યારે નાગપુર, અકોલા, ઓરંગાબાદમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. ત્યાં જ પુણે શહેરમાં નાઈટ કર્ફ્યું લાગુ કરવામાં આવ્યું છે. ઉદ્ધવ ઠાકરે કહ્યું છે કે, ‘લોકડાઉન થવાના લીધે આર્થિક નુકસાન સહન કરવું પડશે. જો તમામ નાગરિક સહયોગ કરશે તો કોરોના વાયરસની મહામારી વિરુદ્ધ લડત આપી શકાશે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ