સાપ્તાહિક રાશિફળમાં વાંચી લો આ અઠવાડિયુ તમારા માટે કેવુ રહેશે…

સાપ્તાહિક રાશિફળ : 9થી 15 માર્ચનો સમય કઈ રાશિ માટે છે શુભ અને કોને રહેવું સાવધાન જાણો

મેષ

મેષ રાશિના લોકોએ કાર્યક્ષેત્રમાં કામનો ભાર સહન કરવો પડશે. વેપારીઓ લાભ થાય તેવી સંભાવના છે. બાળક તરફથી સારા સમાચાર મળશે. બાળકો સાથે આનંદનો સમય પસાર કરશો. સપ્તાહની શરૂઆત તેમજ અઠવાડિયાના અંતમાં ખર્ચનો વધી શકે છે. સ્વાસ્થ્ય તમને ચિંતિત કરી શકે છે. તમે મિત્રોને મળવામાં તમારો સમય પસાર કરી શકો છો. તમારા દાંપત્યજીવન માટે આ સપ્તાહ શુભ રહેશે. અઠવાડિયાના મધ્યમાં નાણાંકીય લાભ થઈ શકે

વૃષભ

વૃષભ રાશિના લોકો લાંબા સમયથી જે સમસ્યાઓથી પીડિત હતા તેમાંથી થોડી રાહત મળશે. કાર્યક્ષેત્ર માટે આ ઉત્તમ સપ્તાહ રહેશે. માતાપિતાના આશીર્વાદ અને સહકાર મળશે. તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઓછી થઈ શકે છે. તમને તમારા જીવનસાથી અને પરિવારના સભ્યો સાથે સુમેળ રાખવાની સલાહ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને લાભ થશે. જૂના મિત્રો સાથે મુલાકાત તમારી ખુશીમાં વધારો કરી શકે છે. અચાનક ધન લાભ થવાથી તમે ખુશ થશો.

મિથુન

મિથુન રાશિના લોકોને આ અઠવાડિયામાં અનેક પ્રકારનાં સુખ મળશે. તમે તમારા કુટુંબ અને સામાજિક વર્તુળમાં સારું સંકલન જાળવશો. દાંપત્યજીવનમાં કેટલાક ઉતાર ચઢાવ આવશે પરંતુ સપ્તાહના અંત સુધીમાં બધું બરાબર થશે. પ્રેમમાં હોય તે લોકોને કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. તમને કાર્યક્ષેત્રમાં સારું પરિણામો મળશે. સપ્તાહના અંતમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. આ અઠવાડિયે ધન લાભ થશે.

કર્ક

કર્ક રાશિના લોકો તેમના પરાક્રમમાં વૃદ્ધિ અનુભવશે. તમે તમારા કાર્ય વિશે આત્મવિશ્વાસ અને ઉત્સાહિત થશો. નોકરીના ક્ષેત્રમાં તમને લાભ મળી શકે છે. તમારા ભાઈ-બહેનો તમને પૂરતો સહયોગ કરશે. તમે ટુંકી મુસાફરી કરી શકો છો. આ સપ્તાહમાં તમે તમારા દેખાવ પર વધુ ધ્યાન આપી શકો છો. તેના પર પૈસા પણ ખર્ચી શકો છો. તમને તમારા બાળક તરફથી કેટલાક સારા સમાચાર મળશે.

સિંહ

સિંહ રાશિના લોકો નોકરી અને ધંધામાં પ્રગતિ કરે તેવી સંભાવના છે. સામાજિક ક્ષેત્રે તમારો પ્રભાવ વધશે. ખોરાક પ્રત્યે કાળજી લેવી જોઈએ. વિદ્યાર્થીઓને મહેનતનું ફળ સારું મળે તેવી સંભાવના છે. નાણાકીય બાબતમાં આ સપ્તાહ સારું પરિણામ લાવશે. તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે. તમે કેટલાક જૂના મિત્રોને મળી શકો છો.

કન્યા

કન્યા રાશિના લોકોને આર્થિક લાભ થવાની સંભાવના છે. નાણાકીય લાભ માટે આ સારું સપ્તાહ રહેશે. ભાઈ-બહેન તમને સપોર્ટ કરશે. તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો. તમારું વૈવાહિક અને પારિવારિક જીવન સારું રહેશે.

તુલા

તુલા રાશિના લોકો સ્વાસ્થ્ય અને પૈસા સંબંધિત પ્રશ્નોથી શરૂઆતમાં ચિંતિત રહેશે. તમારી નોકરી અથવા ધંધામાં અનુકૂળ સ્થિતિ રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં આ સામાન્ય સપ્તાહ રહેશે. ભૌતિક સુખની વસ્તુઓ ખરીદવા માટે તમે પૈસા ખર્ચી શકો છો.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના લોકોને સપ્તાહની શરૂઆતમાં લાભ થવાની સંભાવના છે. કાર્યક્ષેત્રે ઉચ્ચ અધિકારીઓ તમને મદદ કરશે. તમારા જીવનસાથી પ્રેમ સાથે સહયોગ પુરો પાડશે. તમારા ભાઈ-બહેનો પણ તમને સહયોગ કરશે. વિદ્યાર્થીઓનું પ્રદર્શન સારું રહેશે.

ધન

ધન રાશિના લોકોની લાંબા સમયથી આર્થિક સમસ્યાઓનો અંત આવશે. આરોગ્ય સમસ્યા ખાસ કરીને ત્વચાની સમસ્યા થવાની સંભાવના છે. જેઓ નોકરીમાં કરે છે તેઓને ઉપરી અધિકારીઓનો ટેકો મળશે. નિયમિત વાતચીતમાં સાવચેત રહો. વાણીવિલાસથી સમસ્યા થઈ શકે છે. સપ્તાહના અંતે યાત્રાથી લાભ થશે.

મકર

મકર રાશિના લોકોના ભૌતિક સુખમાં વૃદ્ધિ થશે. તમને આ અઠવાડિયે કોઈ નવો પ્રોજેક્ટ મળી શકે છે. નાણાકીય લાભ માટે આ અનુકૂળ સપ્તાહ રહેશે. તમારું કૌટુંબિક અને વૈવાહિક જીવન સામાન્ય રહેશે. વિદ્યાર્થીઓને તેમના કાર્યમાં સફળતા મળશે. તમારું સ્વાસ્થ્ય સુધરશે.

કુંભ

કુંભ રાશિના લોકોએ સપ્તાહની શરૂઆતમાં કેટલીક માનસિક તાણ અને અસ્તવ્યસ્ત પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. સપ્તાહ દરમ્યાન આર્થિક લાભની અપેક્ષા રહેશે. તમારે તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખવી પડશે. તમારો આત્મવિશ્વાસ વધશે. જીવનસાથી અને વ્યવસાયિક સહયોગીઓ સાથેના તમારા સંબંધ સામાન્ય રહેશે. ગુસ્સા પર કાબુ રાખવો.

મીન

મીન રાશિના લોકોને વ્યવસાયમાં લાભ થશે. તમારા જીવનસાથીનો સહયોગ મળશે. વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ