સાપ્તાહિક રાશિફળ 6થી 12 જાન્યુઆરી સુધી: જાણો કઈ રાશિના જાતકોને થશે ધનલાભ

સાપ્તાહિક રાશિફળ 6થી 12 જાન્યુઆરી 2020: જાણો કઈ રાશિના જાતકોને થશે ધનલાભ

મેષ

સપ્તાહની શરૂઆતમાં ધન લાભ અને સફળતાની રાહ જોતા જાતકોની આશા ફળશે. ભાગ્ય આ રાશિના જાતકો પર મહેરબાન હશે. સપ્તાહના મધ્યમાં કાર્ય સિદ્ધિ જણાય છે. પરાક્રમમાં વૃદ્ધિના પણ પ્રબળ સંયોગ છે. સપ્તાહના અંતિમ 3 દિવસ અનાવશ્યક વિવાદથી બચજો. સપ્તાહના અંતમાં વિશેષ સતર્કતા રાખી કાર્ય કરવા.

વૃષભ

આ સપ્તાહ વેપારના દ્રષ્ટિકોણથી ઉત્તમ છે. મન પ્રસન્ન રહેશે. સપ્તાહની શરૂઆતના 4 દિવસમાં અટકેલા કામ પૂર્ણ થશે. યાત્રાના પણ યોગ સર્જાય રહ્યા છે. અટકેલા કામ પૂર્ણ થશે. નજીકના મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે. સપ્તાહના અંતમાં આળસના કારણે કેટલાક કામ અધુરા રહી જાય. શત્રુથી સાવધાન રહેવું. ધન હાનિ થઈ શકે છે.

મિથુન

સપ્તાહની શરૂઆતમાં સમય પ્રતિકૂળ રહેશે. મહત્વના કામોને સ્થગિત રાખવા. લેતીદેતીની બાબતોમાં સતર્કતા રાખવી. બીજાના કામોમાં પડશો તો સમસ્યા વધશે. આ સપ્તાહમાં જૂના વિવાદોને અંત લાવી દેવો નહીં તો મોટું નુકસાન થઈ શકે છે. સપ્તાહના મધ્યમ તેમજ અંતમાં રાહત જણાય. સતર્ક રહી કાર્ય કરશો તો સફળતા પ્રાપ્ત થશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે.

કર્ક

સપ્તાહમાં તમારું ભાગ્ય પ્રબળ રહેશે. લાભના યોગ સર્જાઈ રહ્યા છે. અટકેલા કામ થશે અને સ્વાસ્થ્ય પણ સારું જણાય છે. શત્રુઓના ષડયંત્ર વિફળ થશે. યાત્રામાં સફળતા પ્રાપ્ત થશે. સપ્તાહના મધ્યમાં કામ અધુરા રહી જાય. કારણ વિના મન વિચલિત રહે, નજીકના મિત્રો દગો કરે તેવું શક્ય બને. સપ્તાહના અંતિમ દિવસોમાં પરિસ્થિતિ થાળે પડતી જણાય.

સિંહ

સપ્તાહમાં ભાગ્યનો સાથ સામાન્ય રહેશે. સપ્તાહની શરૂઆતમાં અટકેલા કામ પૂર્ણ થશે. સપ્તાહના મધ્યમાં પારિવારિક, આર્થિક, માનસિક સુખ-શાંતિ પ્રાપ્ત થાય. કોર્ટ, કચેરીના કામોમાં સફળતા મળશે. સપ્તાહના અંતમાં બિનજરૂરી ખર્ચ થાય જેનાથી મન ઉદાસ રહે.

કન્યા

આ સપ્તાહ સર્વદા અનુકૂળ છે. શરુઆતના 4 દિવસમાં શુભ સમાચાર પ્રાપ્ત થવાથી મન ઉત્સાહમાં રહેશે. યોજનાઓ સફળ થશે. ગણમાન્ય વ્યક્તિઓનો સંપર્ક થશે જે ભવિષ્ય માટે લાભકારક સાબિત થશે. સપ્તાહના અંતમાં દરેક ક્ષેત્રમાં લાભ થશે. વિદ્યાર્થીઓને અવશ્ય લાભ થશે.

તુલા

સપ્તાહની શરુઆત સતર્કતા અને સંયમ સાથે કાર્ય કરવાનો સંકેત આપે છે. ગ્રહ પ્રતિકૂળતાથી ચાલે છે તેથી શરૂઆતના દિવસોમાં સાવધાની રાખો. વાહન સાવધાનીથી ચલાવવું. સપ્તાહના મધ્યમાં ધાર્મિક કાર્યોમાં રસ વધશે. કાર્યમાં વ્યસ્તતા રહેશે જે આગામી સપ્તાહમાં લાભ આપશે. આજીવિકા સંબંધી પરિવર્તનથી પ્રસન્નતા થશે.

વૃશ્ચિક

આ સપ્તાહ મિશ્રિત ફળ આપશે. કાર્ય થશે અને ક્યારેક મન અપ્રસન્ન પણ રહેશે. અહંકાર અને કટુતા ત્યાગી અને શત્રુઓ સાથે સુમેળ રાખો. સંતાનના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. સપ્તાહના મધ્યમાં આવેગ તેમજ ભાવુકતાથી પીડા થશે. સપ્તાહના અંતમાં પ્રિયજન સાથે મુલાકાત થશે જેનાથી લાભ પણ થશે અને આનંદ પણ મળશે.

ધન

આ સપ્તાહ વેપાર, સ્વાસ્થ્ય, સામાજિક દ્રષ્ટિકોણથી સારું છે. સપ્તાહના પ્રારંભમાં ધન લાભ થવાથી મન શાંત રહેશે. કાર્યની વ્યસ્તતા તેમજ મનોરંજનના કાર્યોમાં સપ્તાહ પસાર થશે. સપ્તાહના અંતમાં કોઈને કોઈ વિવાદ સર્જાય તેવું બને. વિરોધીઓ સક્રિય રહેશે તેથી વિશેષ સાવધાની રાખવી.

મકર

આ સપ્તાહમાં મનોવાંછિત ફળ પ્રાપ્ત થશે. સામાજિક સ્થિતમાં માન વધશે. યશ વધે તેવા કાર્યો થાય. કેટલીક સમસ્યાઓ સતાવશે જ્યારે કેટલીકનું સમાધાન મળશે. કોઈને સહકાર લઈ આગળ વધવું નહીં તો ભવિષ્યમાં લીધેલા નિર્ણય પર અફસોસ કરવાનો સમય આવશે.

કુંભ

સપ્તાહની શરૂઆતમાં સ્વાસ્થ્ય વિકાર, અનાવશ્યક ખર્ચ, વિવાદ મનને દુખી કરશે. કાર્યમાં બાધા પણ આવશે. મહત્વપૂર્ણ નિર્ણય લેવાના હોય તો આ સમય યોગ્ય નથી. સપ્તાહના મધ્યથી અંત સુધીમાં સ્થિતિ થાળે પડતી જણાય. એકાગ્ર થઈ કાર્યો કરતા રહો.

મીન

પરાક્રમમાં વૃદ્ધિ થાય. અપેક્ષિત લાભ મળશે, આળસ ત્યાગી અને કાર્યો કરતા રહો. કેટલાક સંકટો અચાનક આવશે જે મનને ઉદાસ કરી દેશે. ભાગ્ય વૃદ્ધિના યોગ છે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો. યાત્રા સંભવ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ