જાણો સોયાબિન ખાવાથી થતા ફાયદા અને નુકસાન વિશે..

આહારમાં નિયમિત સોયાબીનના ઉપયોગ થી થતા ફાયદા અને નુકશાન

image source

સોયાબીન થી લગભગ બધા જ પરિચિત છે. ખાસ કરીને શાકાહારી લોકો high protein diet તરીકે સોયાબીનનો ઉપયોગ તરીકે કરે છે. સોયાબીનમાંથી દૂધ ,દહીં અને પનીર બનાવવામાં આવે છે.

સોયાબીન માંથી બનેલા પનીરને આપણે tofu તરીકે ઓળખીએ છીએ. સોયાબીનમાંથી સોયા ચંક ઉપરાંત વિવિધ પ્રકારની વાનગી બનાવવામાં પણ આવે છે.

image source

સોયાબીન વિશે જાગૃતિ ફેલાતા સોયાબીનનો ઉપયોગ વધી ગયો છે. સોયાબીનનું તેલ પણ અત્યંત ગુણકારી માનવામાં આવે છે.

સોયાબીન પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. આહાર નિષ્ણાતો માંસાહારની અવેજીમાં સોયાબીનનો ઉપયોગ વધારવા નું પણ જણાવે છે.

માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના વિવિધ દેશોમાં સોયાબીનનો ઉપયોગ સદીઓથી થઈ રહ્યો છે. ચીનમાં હજારો વર્ષોથી સોયાબીન માથી વિવિધ વાનગી બનાવવામાં આવે છે.

image source

જાપાનમાં સોયાબીનમાંથી miso soup બનાવવામાં આવે છે. જાપાનીસ લોકો નિયમિત પણે ભાત સાથે મિસો સૂપ નો ઉપયોગ કરે છે. સોયાબીનમાંથી tempeh બનાવવામાં આવે છે જેનો ઉપયોગ વિશ્વભરના દેશો છૂટથી કરે છે.

સોયાબીન અંગે પ્રવર્તતા મત અનુસાર સોયાબીન ફાયદાકારક પણ છે અને નુકસાનકારક પણ છે માટે સાવધાની પૂર્વક તેનો ઉપયોગ કરવો જોઈએ.

image source

સોયાબીન શરીર માટે જરૂરી પ્રોટીન ઉપરાંત એમિનો એસિડ ધરાવે છે. સોયાબીનમાંથી વિટામિન કે, રીબોફલેવીન, ફોલેટ , વિટામીન બી સિક્સ , થાયમિન,વિટામીન સી ઉપરાંત આયન, મેંગેનીઝ, ફોસ્ફરસ, કોપર ,પોટેશિયમ ,મેગ્નેશિયમ ,ઝિંક ,સેલેનિયમ અને કેલ્શિયમ પણ ઉપલબ્ધ છે.

સોયાબીનમાં ઘણી પ્રકારના એન્ટિઓક્સિડન્ટ તત્ત્વો પણ મોજૂદ છે. સોયાબીન વિટામિન્સ ઉપરાંત કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર પણ ધરાવે છે. સોયાબીનના રહેલા પોષક તત્વોને કારણે તેને ઉત્કૃષ્ટ આહાર ગણવામાં આવે છે. તેમાં રહેલું લેસિથીન ત્વચા માટે ફાયદાકારક છે ઉપરાંત તે હૃદય માટે પણ ગુણકારી છે.

image source

વધુ પડતા માંસાહારથી યુરિક એસિડ ને લગતી સમસ્યા સર્જાય છે પરંતુ સોયાબીનમાં nucleo નહીં હોવાને કારણે તે માંસાહારની અવેજીમાં વધુ લાભદાયક નિવડે છે.

ડાયાબિટીસ તથા ઓબેસિટી ના દર્દીઓ માટે પણ સોયાબીન ઉપયોગી છે કારણ સોયાબીનમાં સ્ટાર્ચ અને શુગર ઓછી હોય છે.

image source

સોયાબીનના તેલમાં અનસેચ્યુરેટેડ ફેટ, ઓમેગા ૩ , ઓમેગા ૬ ફેટી એસિડ હોય છે. તેમાં વિટામિન એ , ડી, એ, અને કે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.સોયાબીન તેલ એક માત્ર એવું વનસ્પતિ તેલ છે જેમાં વિટામીન એ પૂરતી માત્રામાં મળી રહે છે.

સોયાબીનના ફાયદા.

મેટાબોલીઝમ

image source

મેટાબોલીઝમ ની પ્રક્રિયા માટે પ્રોટીન એક આવશ્યક પરિબળ છે. શરીરની પ્રત્યેક કોશિકા માટે પ્રોટીન જરૂરી છે.

શાકાહારી ખોરાક લેનારા સમુદાયમાં પ્રોટીનની ઉણપ વર્તાવાની સંભાવના વધુ છે ત્યારે સોયાબીન પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત સાબિત થાય છે જેથી સોયાબિન નો ઉપયોગ મેટાબોલિઝમ ની પ્રક્રિયાને પણ વધુ સક્ષમ બનાવે છે.

હ્રદય

image source

સોયાબીન માંથી મળતું અનસેચ્યુરેટેડ ફેટી એસિડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. માસપેશીઓને મજબૂત બનાવે છે ઉપરાંત બ્લડપ્રેશરને પણ નિયંત્રિત રાખે છે.

મેનોપોઝ

image source

સોયાબીન કુદરતી રીતેજ હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી તરીકે કામ કરે છે. સોયાબીનમાં રહેલું isoflavones એસ્ટ્રોજન હોર્મોનની ઊણપને કારણે શરીરમાં થતી અસરને ઓછી કરે છે. મહિલાઓને મેનોપોઝ દરમિયાન શરીરમાં એસ્ટ્રોજનની ઊણપ વર્તાય છે.

એસ્ટ્રોજનની ઉણપને કારણે મેનોપોઝ દરમિયાન મહિલાઓમાં શારીરિક અને માનસિક ઘણા બદલાવ આવે છે. સોયાબીનનું સેવન મહિલાઓને મેનોપોઝ દરમિયાન થતી તકલીફો નાના પ્રમાણમાં ઘટાડો કરે છે.

પાચન

image source

સોયાબીનમાં વિપુલ પ્રમાણમાં ફાઈબર ઉપસ્થિત હોવાને કારણે સોયાબીનનો ઉપયોગ ખોરાકનું પાચન કરવામાં મદદરૂપ બને છે. કબજિયાતના રોગીને માટે સોયાબીન અત્યંત ઉપયોગી છે. સોયાબીનમાં રહેલા પોષક તત્વો ખોરાકને સુપાચ્ય બનાવી પાચનતંત્રને મજબૂત બનાવે છે.

હાડકા

image source

સોયાબીનમાં રહેલા કેલ્શિયમ મેગ્નેશિયમ કોપર સેલેનિયમ અને ઝીંક ખનીજ તત્વો હાડકા માટે ઉપયોગી છે.સોયાબીન માંથી પ્રાપ્ત થતા minerals હાડકા મજબૂત બનાવે છે ઉપરાંત નવા હાડકા ના નિર્માણ માટે પણ ઉપયોગી છે. આર્થરાઈટિસના દર્દીઓ માટે પણ સોયાબીન ફાયદાકારક છે.

હિમોગ્લોબીન

image source

સાબિન માં રહેલું કોપર તથા આયન રેડ સેલ્સના નિર્માણમાં મદદરૂપ છે. તે લોહીની ઉણપને દુર કરે છે.શરીરના પ્રત્યેક કોષને મળતા ઓક્સિજનમાં વધારો કરે છે તેથી સોયાબીનના ઉપયોગથી શરીરમાં લોહીની ઉણપ હોય તો દૂર થાય છે.

ડાયાબિટીસ

 

image source

સોયાબીન માંથી મળતા ખનીજ તત્વો ઉપરાંત ફાઇબર પાચન તંત્રને સક્ષમ બનાવે છે ઉપરાંત લોહીમાં સુગર ની માત્રા પણ નિયંત્રણમાં રાખે છે. તેને કારણે સોયાબીનના નિયમિત ઉપયોગથી ડાયાબિટીસનું જોખમ નિવારી શકાય છે.

અનિંદ્રા

image source

સોયાબીનમાં રહેલું મેગ્નેશિયમ અનિંદ્રાનું નિવારણ કરવામાં મદદરૂપ છે.

સોયાબીન થી થતુ નુકશાન

સોયાબીનમાં રહેલું એસ્ટ્રોજન પુરુષો માટે હાનિકારક નીવડી શકે છે. પુરુષોમાં સોયાબીનના વધારે પડતા ઉપયોગથી હોર્મોન્સમાં અસંતુલન સર્જાઇ શકે છે તેને કારણે તેમની પ્રજનન ક્ષમતા પર નકારાત્મક અસર થઈ શકે છે.

image source

થાઇરોઈડના દર્દીઓ એ પણ સોયાબીનનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ.સોયાબીનમાં થાઇરોઇડના હોર્મોનને નાશ કરતા તત્વો રહેલા છે જેને કારણે થાઇરોઇડ ગ્રંથિમાં સોજો તથા અન્ય થાઇરોઇડના હોર્મોન ને લગતી સમસ્યા ઉભી થઇ શકે છે.

કિડની

image source

કિડનીને લગતી સમસ્યા અથવા તો પથરીની સમસ્યાથી પીડાતા લોકોએ સોયાબીનનો ઉપયોગ ચિકિત્સકની સલાહ મુજબ કરવો જોઈએ. સોયાબીનમાં રહેલું ઓક્સેલેટ કિડની માટે સમસ્યાનું કારણ બની શકે છે. ઉપરાંત જે મહિલાઓને સ્તન માં ગાંઠ હોય તેમણે પણ સોયાબીનનો ઉપયોગ ટાળવો જોઈએ.

ફાઇબર

image source

જે લોકોનું પાચન તંત્ર નબળું હોય અને જેમને દસ્ત ની સમસ્યા રહેતી હોય ઉપરાંત સંગ્રહણી રોગ હોય તેમણે પણ આ શબ્દનો ઉપયોગ કરતા પહેલા આહાર નિષ્ણાતની સલાહ લેવી.

અન્ય અનાજ અને કઠોળની જેમ સોયાબીનને અંકુરિત કરીને ખાવું વધુ હિતાવહ છે કારણ કે અંકુરિત સોયાબીન વધુ સુપાચ્ય હોય છે.

image source

સોયાબીનનું દૂધ બનાવીને અને તેનું દહીં બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

50 ગ્રામ પીળા સોયાબીન રાત્રે પાણીમાં પલાળી દેવા. 12 કલાક પલાળેલા સોયાબીન ને મસળીને તેની ઉપરની છાલ દૂર કરવી.

ત્યારબાદ સોયાબીનને મિક્સરમાં દળી લેવું તેમાં અડધો લીટર પાણી નાંખી અને તેને ગાળી લેવાથી સોયાબીનનું દૂધ તૈયાર થઈ જાય છે. આ દૂધ પણ દૂધની જેમ જ ગરમ કરી શકાય છે. તેને જમાવીને દહીં પણ બનાવી શકાય છે.

image source

સોયાબીન માંથી દૂધ બનાવ્યા બહાર બચેલા પાવડરનો સૂકવીને ઉપયોગ પણ કરી શકાય છે. તેને ઘઉંના લોટ સાથે બેસન સાથે મિક્સ કરીને વાપરી શકાય છે, રસાવાળા શાકભાજીમાં પણ સોયાબીનના પાવડર નાખી રસો ગાઢો કરી શકાય છે.

image source

સોયાબીનના દૂધને ગરમ કરી તેમાં લીંબુનો રસ નીચોવી તેમાંથી પનીર બનાવી શકાય છે. લીંબુનો રસ નીચોવી ખાવાથી દૂધ ફાટી જશે જેને કપડામાં બાંધી લેવું. દૂધમાંથી પાણી નીતરી ગયા બાદ પનીર તૈયાર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ